OPPO Pad SE ટેબ્લેટથી પડદો ઉંચકાયો, 9340mAh ની મોટી બેટરી, જાણો કિંમત અને ફિચર્સ

OPPO Pad SE Launched: ઓપ્પોએ ભારતમાં પોતાનું લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કર્યું છે. ઓપ્પોના આ ટેબ્લેટમાં 9340mAhની મોટી બેટરી આપવામાં આવી છે. જાણો નવા ઓપ્પો ટેબલેટની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર માહિતી

Written by Ashish Goyal
Updated : July 03, 2025 23:30 IST
OPPO Pad SE ટેબ્લેટથી પડદો ઉંચકાયો, 9340mAh ની મોટી બેટરી, જાણો કિંમત અને ફિચર્સ
OPPO Pad SE Launched: ઓપ્પોએ ભારતમાં પોતાનું લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કર્યું

OPPO Pad SE Launched: ઓપ્પોએ ભારતમાં પોતાનું લેટેસ્ટ ટેબ્લેટ લોન્ચ કર્યું છે. Oppo Pad SE કંપનીનું લેટેસ્ટ ટેબ્લેટ છે. ઓપ્પો પેડ એસઇમાં 11 ઇંચની ફુલએચડી+ ડિસ્પ્લે, મીડિયાટેક હેલિયો જી100 પ્રોસેસર, 5 એમપી ફ્રન્ટ અને રિયર કેમેરા આપવામાં આવ્યા છે. ઓપ્પોના આ ટેબ્લેટમાં 9340mAhની મોટી બેટરી આપવામાં આવી છે. જાણો નવા ઓપ્પો ટેબ્લેટની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર માહિતી.

ઓપ્પો પેડ એસઇ સ્પેસિફિકેશન્સ

ઓપ્પો પેડ એસઇમાં 11 ઇંચ (1920×1200 પિક્સલ) ફુલએચડી+ એલસીડી સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 90 હર્ટ્ઝ છે. સ્ક્રીન 500 નીટ્સ સુધી ગ્લોબલ ડિફોલ્ટ મહત્તમ બ્રાઇટનેસ ઓફર કરે છે.

OPPO Pad SE માં ઓક્ટા-કોર મીડિયાટેક હેલિયો જી100 6એનએમ પ્રોસેસર આપવામાં આવ્યું છે અને ગ્રાફિક્સ માટે Arm Mali-G57 MC2 આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 6GB/8GB રેમ સાથે 128GB/256GB ઇનબિલ્ટ સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેસ્ડ ColorOS 16.0.1 સાથે આવે છે.

ફોનમાં 5 મેગાપિક્સલનો રિયર કેમેરો છે જે 30fps પર 1080 પિક્સલ વીડિયો રેકોર્ડિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટમાં 5 મેગાપિક્સલનું ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસને પાવર આપવા માટે 9340mAhની મોટી બેટરી આપવામાં આવી છે જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાઇમેંશન 254.91×166.46×7.39 mm અને તેનું વજન 530 ગ્રામ છે.

આ પણ વાંચો – 159 કિમીની રેન્જવાળું આ દમદાર ઇલેક્ટ્રીક સ્કુટર લોન્ચ, 8 વર્ષની બેટરી વોરંટી, જાણો કિંમત

કનેક્ટિવિટી માટે ઓપ્પો પેડ સેઝમાં 4જી એલટીઇ, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.4 અને યુએસબી ટાઇપ-સી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

OPPO Pad SE કિંમત

ભારતમાં OPPO Pad SE ના 4 જીબી રેમ અને 128 જીબી વાઇ-ફાઇ મોડલની કિંમત 13,999 રૂપિયા છે. જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી એલટીઇ મોડલને 15,999 રૂપિયા અને 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ ટેબલેટ સ્ટારલાઇટ સિલ્વર અને ટ્વાઇલાઇટ બ્લુ કલરમાં આવે છે.

OPPO Pad SE 8 જુલાઇના રોજ પ્રથમ સેલમાં 1,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન પર ખરીદી માટે ઉપલબ્ધ થશે. આ ડિવાઇસને ઓપ્પો ઇન્ડિયાના ઓનલાઇન સ્ટોર, ફ્લિપકાર્ટ અને પસંદગીના ઓપ્પો બ્રાન્ડ સ્ટોર્સ પર ઓફલાઇન વેચવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ