ઓપ્પોનો દમદાર સ્માર્ટફોન લોન્ચ, 64 એમપી કેમેરા અને 256 જીબી સ્ટોરેજ; શાનદાર ફીચર્સ અને કિંમત જાણી ચોંકી જશો

OPPO Reno 11F 5G Price And Features : ઓપ્પો રેનો 11એફ 5જી લોન્ચ થયો છે. આ દમદાર સ્માર્ટફોનમાં 64 32 એમપી સેલ્ફી કેમેરા અને 265 જીબી સ્ટોરેજ સાથે 6.7 ઇંચની ડિસ્પ્લે છે. જાણો લેટેસ્ટ સ્માર્ટફોનની ખાસિયતો

OPPO Reno 11F 5G Price And Features : ઓપ્પો રેનો 11એફ 5જી લોન્ચ થયો છે. આ દમદાર સ્માર્ટફોનમાં 64 32 એમપી સેલ્ફી કેમેરા અને 265 જીબી સ્ટોરેજ સાથે 6.7 ઇંચની ડિસ્પ્લે છે. જાણો લેટેસ્ટ સ્માર્ટફોનની ખાસિયતો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
OPPO Reno 11F 5G | OPPO Reno 11F 5G Price | OPPO Reno 11F 5G features | OPPO Reno 11F 5G camera | OPPO Reno 11F 5G specifications | OPPO smartphone | latest OPPO phone

OPPO Reno 11F 5G : ઓપ્પો રેનો 11એફ 5જી સ્માર્ટફોન (Photo - @OPPOIndia)

OPPO Reno 11F 5G Price And Features : ઓપ્પો ગ્લોબલ માર્કેટમાં તેનો રેનો 11 સિરીઝનો નવો ફોન લૉન્ચ કર્યો છે. ચીનની કંપનીનો નવો સ્માર્ટફોન Oppo Reno 11F 5G થાઈલેન્ડમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. Oppo Reno 11F 5Gમાં 256GB સ્ટોરેજ, 64MP રીઅર કેમેરા અને Android Android 14 જેવા ફિચર્સ છે. જાણો લેટેસ્ટ Oppo સ્માર્ટફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ સહિત તમામ વિગત…

Advertisment

એપ્પો રેનો 11એફ 5જી કિંમત (OPPO Reno 11F 5G Price)

ચાઇનીઝ સ્માર્ટફોન કંપનીએ ફોનને થાઇલેન્ડમાં 8 જીબી રેમ અને 256 બીજી સ્ટોરેજ વેરિયન્ટને 10990 ટીએચબી (લગભગ 25500 રૂપિયા)માં લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન ટૂંક સમયમાં અન્ય બજારોમાં પણ ઉપલબ્ધ થશે. આ હેન્ડસેટને પામ ગ્રીન, ઓશિયન બ્લૂ અને કોરલ પર્પલ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે.

ઓપ્પો રેનો 11એફ 5જી ફીચર્સ (OPPO Reno 11F 5G Features)

ઓપ્પો રેનો 11F 5G સ્માર્ટફોનમાં 6.7 ઇંચ AMOLED FullHD + (2412 x 1080 પિક્સેલ્સ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 Hz છે. ડિસ્પ્લેનો ટચ સ્ક્રીન રેટ 240 Hz છે. આ ફોનમાં Panda Glass પ્રોટેક્શન ઉપલબ્ધ છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 93.4 ટકા છે અને પિક્સેલ ડેન્સિટી 394ppi છે.

OPPO Reno 11F 5G માં MediaTek Dimensity T7050 પ્રોસેસર છે. ગ્રાફિક્સ માટે ARM Mali G68 MC4 GPU આપવામાં આવ્યું છે. આ હેન્ડસેટ 8 જીબી રેમ સાથે 8 જીબી વર્ચ્યુઅલ રેમ વિકલ્પ સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં 256 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. Oppoનો આ ફોન Android 14 બેઝ્ડ ColorOS 14 સાથે આવે છે.

Advertisment

Reno 11F 5Gમાં અપર્ચર F/1.7 સાથે 64 મેગાપિક્સલ પ્રાઇમરી, અપર્ચર F/2.2 સાથે 8 મેગાપિક્સલ સોની IMX355 અલ્ટ્રા વાઇડ લેન્સ અને એપરચર F/2.4 સાથે 2 મેગાપિક્સલ મેક્રો સેન્સર છે. આ ફોનમાં 32 મેગાપિક્સલનો સોની IMX615 સેન્સર છે જેમાં અપર્ચર F/2.4 છે.

Oppoના આ સ્માર્ટફોનને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે જે 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ ડિવાઇસમાં IP65 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ છે. હેન્ડસેટનું ડાયમેન્શન 161.1 x 74.7 x 7.54 mm અને વજન 177 ગ્રામ છે. સિક્યોરિટી માટે, સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર, ફેસ અનલોક સપોર્ટ જેવા ફીચર્સ છે. કનેક્ટિવિટી માટે ફોનમાં Wi-Fi 6, Bluetooth 5.2, Bluetooth Low Energy, USB Type-C પોર્ટ, NFC, GPS, GLONASS, ડ્યુઅલ સિમ કાર્ડ સ્લોટ ફીચર્સ પણ છે.

આ પણ વાંચો | રિયલમી વેલેન્ટાઇન ડે સેલમાં સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન્ટ, 4000 સુધીની થશે બચત

ઓપ્પો રેનો 11એફ 5જી સ્માર્ટફોનમાં જિયોમેગ્નેટિક સેન્સર, લાઇટ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર, એક્સીલેરેશન સેન્સર, ગ્રેવિટી સેન્સર, ગાયરોસ્કોપ અને સ્ટેપ કાઉન્ટિંગ સેન્સર પણ છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G