Oppo Reno 12 5G Launch: ઓપ્પો રેનો 12 5જી સિરિઝ સ્માર્ટફોન તાજેતરમાં રેનો 12 અને રેનો 12 પ્રો ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કર્યા છે. હવે ઓપ્પોએ થાઇલેન્ડમાં રેનો સિરીઝનો લેટેસ્ટ ફોન રેનો 12એફ 5જી ઉપલબ્ધ કરાવ્યો છે. હવે ટુંક સમયમાં આ ઓપ્પો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થવાનો છે. આ સ્માર્ટફોન IP65 રેટેડ છે એટલે કે તેમાં વોટર અને ડસ્ટ પ્રોટેક્શન મળે છે. જાણો લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત
ઓપ્પો રેનો 12એફ 5જી સ્પેસિફિકેશન્સ (Oppo Reno 12F 5G Specification)
ઓપ્પો રેનો 12એફ 5જી સ્માર્ટફોનમાં 6.67 ઇંચની એમોલેડ ડિસ્પ્લે છે જે ફુલએચડી + રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ છે. ડિસ્પ્લે મહત્તમ 2100 નીટ સુધીની બ્રાઇટનેસ આપે છે. ઓપ્પોના આ ફોનમાં સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ડિવાઇસમાં એજીસી ડીટી-સ્ટાર 2 પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
ઓપ્પો રેનો 12એફ 5જી ફીચર્સ (Oppo Reno 12F 5G Features)
ઓપ્પો રેનો 12એફ 5જી સ્માર્ટફોનમાં ડાયમેન્સિટી 6300 ચિપસેટ છે. હેન્ડસેટમાં 8 જીબી અને 12 જીબી રેમ વિકલ્પ સાછે 256 જીબી અને 512 જીબી સ્ટોરેજ વિકલ્પ ઉપલબ્ધ છે. આ મોબાઇલમાં રેમને વર્ચ્યુઅલ રીતે 8જીબી સુધી વધારી શકાય છે. માઇક્રો એસડી કાર્ડ દ્વારા ફોનની સ્ટોરેજ વધારવાનો વિકલ્પ છે. ડિવાઇસને પાવર આપવા માટે 5000 mAh બેટરી આપવામાં આવી છે, જે 45W ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 14 બેઝ્ડ ColorOs 14.01 સાથે આવે છે. આ ડિવાઇસ વધુ સારી ફોટોગ્રાફી, કનેક્ટિવિટી માટે ઓપ્પો એઆઇ ફીચર્સને સપોર્ટ કરે છે.
ઓપ્પો રેનો 12 5જી સિરિઝના બેસ મોડલમાં MediaTek Dimensity 8250 Star Speed Edition અને પ્રો મોડલમાં MediaTek Dimensity 9200+ Star Speed Edition પ્રોસેસર મળે છે.
ઓપ્પો રેનો 12એફ 5જી (Oppo Reno 12F 5G Camera)
ઓપ્પોના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 50 મેગાપિક્સલ પ્રાઇમરી લેન્સ, 8 મેગાપિક્સલ અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2 મેગાપિક્સલ મેક્રો લેન્સ છે.
કનેક્ટિવિટી માટે ઓપ્પોના આ હેન્ડસેટમાં ડ્યુઅલ સિમ, 5જી, વાઇ-ફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.3, જીપીએસ, એનએફસી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓપ્પોના આ ફોનને IP54 રેટિંગ મળે છે. આ ડિવાઇસ 163.1 x 75.8 x 7.76mm અને 187 ગ્રામ વજન છે.
આ પણ વાંચો: વીવોનો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ, 50 એમપી કેમેરા સહિત શાનદાર ફીચર્સ, જાણો કિંમત
ઓપ્પો રેનો 12એફ 5જી કિંમત (Oppo Reno 12F 5G Price)
ઓપ્પો રેનો 12એફ 5જી સ્માર્ટફોન ને 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ડિવાઇસની શરૂઆતી કિંમત 11,999 ટીએચબી છે. આ સ્મર્ટફોન હજી ભારતમાં લોન્ચ થયો નથી. આગામી ટુંક સમયમાં કંપની લોન્ચ કરે તેવી શક્યતા છે. આ સ્માર્ટફોનને ઓલિવ ગ્રીન અને એમ્બર ઓરેન્જ કલરમાં ખરીદી શકાય છે.





