Oppo Reno 12 Series : ઓપ્પો રેનો 12 અને ઓપ્પો રેનો 12 પ્રો ચાઇનામાં 23 મેએ થશે લોન્ચ, જાણો ખાસિયત

Oppo Reno 12 Series : ઓપ્પો કંપનીએ ફોનના બેકની પેનલ ડિઝાઇનની પણ જાહેર કરી છે. રેનો 12 સિરીઝની સાથે કંપની Oppo Enco Air 4 Pro TWS ઇયરફોન પણ લોન્ચ કરી શકે છે.

Oppo Reno 12 Series : ઓપ્પો કંપનીએ ફોનના બેકની પેનલ ડિઝાઇનની પણ જાહેર કરી છે. રેનો 12 સિરીઝની સાથે કંપની Oppo Enco Air 4 Pro TWS ઇયરફોન પણ લોન્ચ કરી શકે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Oppo Reno 12 series

Oppo Reno 12 series : ઓપ્પો રેનો 12 અને ઓપ્પો રેનો 12 પ્રો ચાઇનામાં 23 મેએ થશે લોન્ચ, જાણો ખાસિયત

Oppo Reno 12 Series : ઓપ્પો રેનો 12 (Oppo Reno 12) સિરીઝ આ મહિનાના અંતમાં Oppo Reno 11 લાઇનઅપના બાદ લોન્ચ થશે. ઓપ્પોએ ચીનમાં નવા ફોનના લોન્ચ ડેટની જાહેરાત કરી છે. લાઇનઅપમાં ઓપ્પો રેનો 12 અને ઓપ્પો રેનો 12 પ્રોનો સમાવેશ થશે. કંપનીએ ફોનના બેકની પેનલ ડિઝાઇનની પણ જાહેર કરી છે. રેનો 12 સિરીઝની સાથે કંપની Oppo Enco Air 4 Pro TWS ઇયરફોન પણ લોન્ચ કરી શકે છે.

Advertisment
Oppo Reno 12 launch In China
Oppo Reno 12 series : ઓપ્પો રેનો 12 અને ઓપ્પો રેનો 12 પ્રો ચાઇનામાં 23 મેએ થશે લોન્ચ, જાણો ખાસિયત

Weibo એ એક પોસ્ટ શેર કરી છે જેમાં ઓપ્પોએ કન્ફ્રર્મ કર્યું છે કે, Oppo Reno 12 સિરીઝ ચીનમાં 23 મેના રોજ ત્યાંના સ્થાનિક સમય અનુસાર સાંજે 4 વાગ્યે (IST 1:30 વાગ્યે) લોન્ચ થશે. ફોન 'સિલ્વર' લુક સાથે આવી શકે છે કંપનીએ આગામી ફોનના રિયર પેનલની ડિઝાઇન પણ જાહેર કરી છે.

Oppo Reno 12 Series : ફીચર્સ અને સ્પેસિફિકેશન

Oppo Reno 12 સિલ્વર શેડમાં જોવા મળે છે, જ્યારે Oppo Reno 12 Pro પર્પલ કલરમાં આવી શકે છે. બંને ફોનમાં ચળકતા, ચમકદાર ફિનિશ છે અને ઉપરના ડાબા ખૂણામાં લંબગોળ રીઅર કેમેરા મોડ્યુલ છે.

Advertisment

આ પણ વાંચો: Google I/O 2024 : ગુગલ આઇઓ ઇવેન્ટમાં ઘણી મોટી જાહેરાતો, પ્રોજેક્ટ એસ્ટ્રા કર્યો લોન્ચ

જોકે ઓપ્પોએ ફોન વિશે અન્ય કોઈ વિગતો શેર કરી નથી. પરંતુ બીજી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, રેનો 12 સિરીઝના ફોટા લોન્ચ કર્યા છે. ઓપ્પોએ 44 કલાક સુધીની બેટરી લાઈફ સાથે Oppo Enco Air 4 Pro ની ઝલક શેર કરી છે. આ વાયરલેસ ઇયરબડ્સની લૉન્ચ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ તે રેનો 12 લૉન્ચ વખતે લોન્ચ થાય એવી શક્યતા છે.

બેઝ ઓપ્પો રેનો 12 મૉડલને મીડિયાટેક ડાયમેન્સિટી 8250 એસઓસી (SoC) દ્વારા સંચાલિત કરવાની સૂચના આપવામાં આવી છે , જ્યારે પ્રો વેરિઅન્ટમાં મીડિયાટેક ડાયમેન્સિટી 9200+ ચિપસેટ હોવાનું કહેવાય છે. બંને હેન્ડસેટમાં 50-મેગાપિક્સલનો ટ્રિપલ રીઅર કેમેરા યુનિટ હોય તેવી શક્યતા છે.

Oppo Reno 12 Pro વિષે

ઓપ્પો રેનો 12 પ્રો (Oppo Reno 12 Pro) સ્માર્ટફોનમાં 6.7-ઇંચ 120Hz 1.5K ડિસ્પ્લે અને 80W વાયર્ડ ફાસ્ટ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 5,000mAh બેટરી હોવાની ધારણા છે. 2x ઓપ્ટિકલ ઝૂમ સાથે 50-મેગાપિક્સલ પોટ્રેટ સેન્સરની સાથે 50-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરા સેન્સર અને 50-મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર કેમેરા આવી શકે છે.

આ પણ વાંચો: Vivo Y200 Pro : વિવો વાય200 પ્રોની કિંમત અને ખાસિયત લીક, જાણો

Oppo Reno 11 5G અને Oppo Reno 11 Pro 5G ભારતમાં આ વર્ષે જાન્યુઆરીમાં લૉન્ચ કરવામાં આવ્યા હતા. ઇન્ડિયામાં OPPO Reno 12 ની અપેક્ષિત કિંમત ₹32,990 હોઈ શકે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ 5G