Oppo Reno 13 અને ઓપ્પો રેનો 13 પ્રો લોન્ચ, મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ અને 50MP કેમેરા, જાણો કિંમત અને ફીચર

Oppo Reno 13 Smartphone Price And Features: ઓપ્પે રેનો 13 સીરિઝ સ્માર્ટફોન મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ સાથે રજૂ થનાર પ્રથમ હેન્ડસેટ છે. જાણો લેટેસ્ટ ઓપ્પો રેનો 13 પ્રો સ્માર્ટફોનની કિંમત અને ફીચર સહિત તમામ વિગત

Written by Ajay Saroya
November 26, 2024 14:33 IST
Oppo Reno 13 અને ઓપ્પો રેનો 13 પ્રો લોન્ચ, મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ અને 50MP કેમેરા, જાણો કિંમત અને ફીચર
Oppo Reno 13 Series Smartphone Launched: ઓપ્પો રેનો 13 સીરિઝ હેઠળ 2 નવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. (Photo: Social Media)

Oppo Reno 13 Series Launched: ઓપ્પો રેનો 13 સીરિઝ સ્માર્ટફોન ચીનમાં લોન્ચ કરવામાં આવી છે. ઓપ્પો રેનો 13 સીરિઝના સ્માર્ટફોન રેનો 12 સિરીઝનું અપગ્રેડ વર્ઝન છે. નવી રેનો 13 સીરિઝમાં ઓપ્પો રેનો 13 અને રેનો 13 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ સાથે રજૂ થનાર આ પ્રથમ હેન્ડસેટ છે. ઓપ્પો રેનો 13 અને રેનો 13 પ્રોમાં 50MP પ્રાઇમરી રિયર કેમેરા, 1TB સુધી સ્ટોરેજ અને 16GB સુધીની રેમ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ચાલો ઓપ્પો રેનો 13 સીરિઝ સ્માર્ટફોનની કિંમત, ફીચર્સ અને ખાસિયતો વિશે વિગતવાર જાણીયે.

Oppo Reno 13, Reno 13 Pro Price : ઓપ્પો રેનો 13, રેનો 13 પ્રો કિંમત

ઓપ્પો રેનો 13ના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ મોડલની કિંમત 2699 યુઆન (લગભગ 31000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વાળા સ્માર્ટફોનની કિંમત 3799 યુઆન (લગભગ 44000 રૂપિયા) છે. આ હેન્ડસેડ મિડનાઇટ બ્લેક, ગેલેક્સી બ્લૂ અને બટરફ્લાય પર્પલ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.

તો ઓપ્પો રેનો 13 પ્રોના 16 જીબી રેમ અને 256 ટીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 3399 યુઆન (લગભગ 39000 રૂપિયા) છે. તો 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વાળો ટોપ-એન્ડ મોડલ 4499 યુઆન (લગભગ 52000 રૂપિયા)માં ખરીદી શકાય છે. આ ડિવાઇસ મિડનાઇટ બ્લેક, સ્ટારલાઇટ પિંક અને બટરફ્લાય પર્પલ કલરમાં ઉપલબ્ધ છે.

Oppo Reno 13 Specifications : ઓપ્પો રેનો 13 સ્પેસિફિકેશન્સ

ઓપ્પો રેનો 13 સ્માર્ટફોનમાં 6.59 ઇંચ (1256×2760 પિક્સલ) એમોલેડ ડિસ્પ્લે છે જે ફુલએચડી + રિઝોલ્યુશન આપે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 120 હર્ટ્ઝ, પિક્સેલ ડેન્સિટી 460 પીપીઆઇ અને પીક બ્રાઇટનેસ 1200 એનઆઇટી છે. ડિવાઇસમાં મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ છે. આ ફોનમાં 16 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. સ્ટોરેજ માટે 1 ટીબી સ્ટોરેજનો ઓપ્શન આવે છે. ઓપ્પોનો આ ફોન વાયરલેસ કનેક્ટિવિટી માટે ઓપ્પોની X1 ચિપ સાથે આવે છે.

ઓપ્પો રેનો 13 ને પાવર આપતી 5600 mAh બેટરી આપવામાં આવી છે, જે 80W વાયર્ડ અને 50W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 157.90 x 74.73 x 7.4mm અને વજન 181 ગ્રામ છે.

Oppo Reno 13 Camera : ઓપ્પો રેનો 13 કેમેરા

ફોટોગ્રાફી માટે ઓપ્પો રેનો 13 સ્માર્ટફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Oppo Reno 13 Pro Specifications : ઓપ્પો રેનો 13 પ્રો સ્પેસિફિકેશન્સ

ઓપ્પો રેનો 13 પ્રોમાં 6.83 ઇંચ (1272×2800 પિક્સલ) ડિસ્પ્લે છે જે રેનો 13 ની જેમ જ રિફ્રેશ રેટ અને પીક બ્રાઇટનેસ આપે છે. હેન્ડસેટમાં રેનો 13ની જેમ જ ચિપસેટ, રેમ અને સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે.

Oppo Reno 13 Pro Camera : ઓપ્પો રેનો 13 પ્રો કેમેરા

ઓપ્પો રેનો 13માં 50 મેગાપિક્સલનો ત્રીજો ટેલિફોટો કેમેરો છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ છે, આ ઉપરાંત 3.5x ઓપ્ટિકલ ઝૂમને સપોર્ટ કરે છે. રેનો 13 પ્રોમાં 5800mAhની મોટી બેટરી આપવામાં આવી છે.

ઓપ્પો રેનો 13 સીરિઝ એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS 15 પર ચાલે છે. આ ફોન IP69 રેટિંગ સાથે રજૂ કરવામાં આવ્યા છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 162.73 x 76.55 x 7.55mm અને વજન 197 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ