Oppo Reno 14 5G Series Price in India: ઓપ્પો મોબાઇલ કંપની એ ભારતમાં 3 જુલાઈ 2025ના રોજ લેટેસ્ટ રેનો સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ઓપ્પો રેનો 14 પ્રોમાં મીડિયાટેક ડિમેન્સિટી 8450 ચિપસેટ જ્યારે ઓપ્પો રેનો 14 માં મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ આપવામાં આવ્યા છે. રેનો 14 પ્રો વેરિઅન્ટમાં 6200mAh બેટરી છે જ્યારે રેનો 14માં 6000mAh બેટરી આપવામાં આવી છે. બંને લેટેસ્ટ હેન્ડસેટમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી રિયર કેમેરા અને 50MPનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. ચાલો લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ સાથે જોડાયેલી દરેક વિગત જાણીયે
Oppo Reno 14 Pro 5G, Reno 14 5G Price in India : ભારતમાં ઓપ્પો રેનો 14 પ્રો,રેનો 14 5જી કિંમત
ઓપ્પો રેનો 14 પ્રો 5જીના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 49,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે. ફોન પર્લ વ્હાઇટ અને ટાઇટેનિયમ ગ્રે કલર વેરિઅન્ટમાં આવે છે.
ઓપ્પો રેનો 14 5જી સ્માર્ટફોનની કિંમત 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ માટે 37,999 રૂપિયા છે. જ્યારે 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 12 જીબી રેમ અને 512 જીબી રેમ વેરિઅન્ટ અનુક્રમે 39,999 રૂપિયા અને 42,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોનને ફોરેસ્ટ ગ્રીન અને પર્લ વ્હાઇટ શેડ્સમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.
ઓપ્પોના આ સ્માર્ટફોનને ઓપ્પો ઇન્ડિયાની વેબસાઇટ, એમેઝોન અને પસંદગીના રિટેલ સ્ટોર્સ પર 8 જુલાઇથી ખરીદી શકાશે.
Oppo Reno 14 Pro 5G Specifications : ઓપ્પો રેનો 14 પ્રો 5જી સ્પેસિફિકેશન
ઓપ્પો રેનો 14 પ્રો 5જી મોબાઇલમાં 6.83 ઇંચની 1.5K (1,272×2,800 પિક્સલ) LTPS OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 120હર્ટ્ઝ અને 1,200 નિટ પીક બ્રાઇટનેસ છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે Corning Gorilla Glass 7i આપવામાં આવ્યું છે. આ ફોનમાં 4nm મીડિયાટેક ડિમેન્સિટી 8450 ચિપસેટ, 12GB સુધીની રેમ અને 512GB સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 15 બેઝ્ડ ColorOS સાથે આવે છે. આ સ્માર્ટફોનમાં Google Gemini સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત AI Unblur, AI Recompose, AI Mind और MI Call Assistant જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.
હેન્ડસેટને પાવર આપવા માટે 6200mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W સુપરવોક ચાર્જિંગ અને 50W એરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે હેન્ડસેટમાં ડ્યુઅલ-નેનો સિમ સપોર્ટ, 5જી, 4જી, વાઇ-ફાઇ 6, બ્લૂટૂથ 5.4, જીપીએસ અને યુએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટિરિયો સ્પીકર્સ, ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
રેનો 14 પ્રો 5જી સ્માર્ટફોનમાં IP66, IP68 અને IP69 રેટિંગ એટલે કે ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ આપવામાં આવ્યું છે. ફોનનું વજન 201 ગ્રામ છે. આ ડિવાઇસનું ડાયમેન્શન 163.35×76.98×7.48 મીમી છે.
ફોટોગ્રાફી માટે ઓપ્પો રેનો 14 પ્રો 5જી સ્માર્ટફોનમાં 50MPનો પ્રાઇમરી રિયર કેમેરો, 50 મેગાપિક્સલનો પેરિસ્કોપ ટેલિફોટો કેમેરો આપવામાં આવ્યો છે. બંને સેન્સર ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 60fps પર 4K HDR વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. ઉપરાંત 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા પણ છે. સ્માર્ટફોનમાં ફ્રન્ટમાં 50 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
Oppo Reno 14 5G Specifications : ઓપ્પો રેનો 14 5જી સ્પેસિફિકેશન
સ્ટાન્ડર્ડ ઓપ્પો રેનો 14 5જી સ્માર્ટફોનમાં 6.59 ઇંચની 1.5K OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડિમેન્સિટી 8350 ચિપસેટ આપવામાં આવી છે. ફોનને પાવર આપવા માટે 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 80W સુપરવોક ચાર્જિંગને સપોર્ટ કરે છે. પ્રો મોડલની જેમ આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ નથી. ફોનમાં OS, બિલ્ડ અને કનેક્ટિવિટી ફીચર્સ પ્રો વેરિઅન્ટ જેવા જ છે. ડિવાઇસમાં કેમેરા સેટઅપ પણ પ્રો મોડલ જેવું જ છે, પરંતુ સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં 50 મેગાપિક્સલના અલ્ટ્રાવાઇડ કેમેરાને બદલે 8 મેગાપિક્સલનું અલ્ટ્રાવાઇડ સેન્સર આપવામાં આવ્યું છે.





