Oppo Reno 14 FS 5G લોન્ચ, 50MP કેમેરા 6000mAh બેટરી અને ઘણા AI ફીચર્સ

Oppo Reno 14 FS 5G Price and Features in Gujarati : ઓપ્પો રેનો 14 એફએસ 5જી સ્માર્ટફોનમાં Snapdragon 6 Gen 1 ચિપ અને 8GB RAM અને ઘણા AI ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 6,000mAh બેટરી આવે છે, જે 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Written by Ajay Saroya
Updated : September 05, 2025 14:07 IST
Oppo Reno 14 FS 5G લોન્ચ, 50MP કેમેરા 6000mAh બેટરી અને ઘણા AI ફીચર્સ
Oppo Reno 14 FS 5G : ઓપ્પો રેનો 14 એફએસ 5જી સ્માર્ટફોનમાં Snapdragon 6 Gen 1 ચિપ અને 8GB RAM આવે છે. (Photo: Social Media)

Oppo Reno 14 FS 5G Launch : ઓપ્પો રેનો 14 એફએસ 5જી સ્માર્ટફોન લોન્ચ થયો છે. આ સ્માર્ટફોન Oppo Reno 14 સીરિઝનો લેટેસ્ટ સ્માર્ટફોન છે, જે પસંદગીના બજારોમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ઓપ્પો રેનો ફોનમાં ગ્લોબલ લાઇનઅપમાં 3 મોડલ – Reno 14F, Reno 14 અને Reno 14 Pro સામેલ છે. લેટેસ્ટ ઓપ્પો સ્માર્ટફોનમાં 6.57 ઇંચ AMOLED ફ્લેક્સિબલ સ્ક્રીન, AI ફીચર, 50MP કેમેરો આવે છે. તેમા Snapdragon 6 Gen 1 ચિપ અને 8GB RAM મળે છે. ચાલો જાણીયે લેટેસ્ટ ઓપ્પો રેનો 14 એફએસ 5જી સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Oppo Reno 14 FS 5G : ફીચર્સ અને સ્પેસિફિકેશન

ઓપ્પો રેનો 14 એફએસ 5જી સ્માર્ટફોનમાં 6.57 ઇંચની Full HD+ (1,080×2,372 પિક્સલ) ફ્લેક્સિલબલ AMOLED સ્ક્રીન આવે છે, જે 120Hz રિફ્રેશ રેટ, 240Hz ટચ સેમ્પલિંગ રેટ, 1400nits પીક બ્રાઇટનેસ અને 397ppi પિક્સલ ડેન્સિટી સપોર્ટ કરે છે. આ ફોન ડ્યુઅલ સિમ (nano + eSIM) સપોર્ટ કરે છે. આ લેટેસ્ટ ઓપ્પો રેનો સ્માર્ટફોન Android 15 પર બેઝ્ડ ColorOS 15 પર ચાલે છે.

Oppo Reno 14 FS 5G ફોનમાં Qualcomm 6s Gen 1 ચિપસેટ આવે છે. તેમા 8GB LPDDR4X RAM, 256GB UFS 3.1 સ્ટોરેજ અને Adreno 710 GPU મળે છે. કંપનીએ આ ફોનમાં ઘણા AI બેઝ્ડ ફીચર્સ આપ્યા છે, જેમ કે Google નું Circle to Search, Gemini, AI ટ્રાન્સલેટ, AI કોલ સમરી અને AI VoiceScribe। ફોટોગ્રાફી માટે તેમા AI રીકમ્પોઝ, AI પરફેક્ટ શોટ અને AI સ્ટાઇલ ટ્રાન્સફર જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

Oppo Reno 14 FS 5G : બેટરી

ઓપ્પો રેનો 14 FS 5G મોબાઇલમાં પાવર માટે 6,000mAh બેટરી આપી છે, જે 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કર છે. તો કનેક્ટિવિટી માટેWi-Fi 5, Bluetooth 5.1, GPS, USB OTG અને USB Type-C પોર્ટ સપોર્ટ કરે છે. ફોનનું ડાયમેન્શન 158.12×74.97×7.74mm અને વજન 180g છે. આ ફોનને IP68 + IP69 રેટિંગ મળ્યું છે, જે ડસ્ટ અને વોટરપ્રુફ બનાવે છે.

Oppo Reno 14 FS 5G : કેમેરા

કેમેરાની વાત કરીયે તો OPPO Reno 14 FS 5G ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે. ફોનમાં 50MP પ્રાયમરી લેન્સ, 8MP અલ્ટ્રા વાઇડ લેન્સ અને 2MP મેક્રો લેન્સ આવે છે. જેને સ્કેવર મોડલમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત સેલ્ફી, વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા સેન્ટ્રલી પ્લેસ્ડ પંચ હોલ કટઆઉટમાં સેટઅપ કરાયો છે.

Oppo Reno 14 FS 5G : કેમેરા

Oppo Reno 14 FS 5G હાલ કંપનીની લગ્ઝમબર્ગ વેબસાઇટ પર લિસ્ટેડ છે. આ ફોન સિંગલ 8GB RAM + 256GB સ્ટોરેજ વેરિયન્ટમાં આવે છે. જો કે કંપનીએ હજી સુધી સ્માર્ટફોનની કિંમત જાહેર કરી નથી. આ ફોન બે કલર ઓપ્શન – ઓપલ બ્લૂ અને લ્યૂમિનસ ગ્રીનમાં ઉપલબ્ધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ