Oppo Reno 15 Pro Launch: ઓપ્પોના બે નવા સ્માર્ટફોન લોન્ચ; 16 જીબી રેમ, 1 ટીબી સ્ટોરેજ અને ટ્રિપલ રિયર કેમેરા

Oppo Reno 15 Pro Launch Price : ઓપ્પો રેનો 15 પ્રો સ્માર્ટફોનમાં 6500mAh બેટરી, વાયરલેસ ચાર્જિંગ, ટ્રિપલ રીઅર કેમેરા, એલઇડી ફ્લેશ અને સ્ક્વોડ રીઅર કેમેરા મોડ્યુલ જેવા ફીચર્સ છે. જાણો લેટેસ્ટ ઓપ્પો રેનો 15 સીરિઝ સ્માર્ટફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Written by Ajay Saroya
November 18, 2025 12:57 IST
Oppo Reno 15 Pro Launch: ઓપ્પોના બે નવા સ્માર્ટફોન લોન્ચ; 16 જીબી રેમ, 1 ટીબી સ્ટોરેજ અને ટ્રિપલ રિયર કેમેરા
Oppo Reno 15 Pro price And Specification : ઓપ્પો રેનો 15 સીરિઝ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી ચિપસેટ આવે છે. (Photo: Oppo)

Oppo Reno 15 Pro Launch : ઓપ્પો કંપની એ ચીનમાં યોજાયેલી તેની નવેમ્બર 2025 લોન્ચ ઇવેન્ટમાં નવી Oppo Reno 15 સ્માર્ટફોન સીરિઝ રજૂ કરી છે. નવા ઓપ્પો રેનો સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી ચિપસેટ, 16 જીબી રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ જેવા ફીચર્સ મળે છે. ઓપ્પો રેનો 15 અને ઓપ્પો રેનો 15 પ્રોમાં ટ્રિપલ રીઅર કેમેરા, એલઇડી ફ્લેશ અને સ્ક્વોડ રીઅર કેમેરા મોડ્યુલ જેવા ફીચર્સ છે. જાણો નવા ઓપ્પો રેનો 15 પ્રો અને રેનો 15 મોબાઇલની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર

Oppo Reno 15 Series Price : ઓપ્પો રેનો 15 સીરિઝ કિંમત

ઓપ્પો રેનો 15 પ્રો સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,699 યુઆન (લગભગ 46,000 રૂપિયા) છે. તો હાઇ-એન્ડ 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ અનુક્રમે 3,999 યુઆન (લગભગ 50,000 રૂપિયા) અને 4,299 યુઆન (લગભગ 54,000 રૂપિયા) પર લોન્ચ કરવામાં આવ્યા છે. જ્યારે 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 4,799 યુઆન (લગભગ 60,000 રૂપિયા) છે.

ઉપરાંત ઓપ્પો રેનો 15 સ્માર્ટફોનના 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિયન્ટ 2,999 યુઆન (લગભગ 37,000 રૂપિયા) માં રજૂ કરવામાં આવ્યો છે. જ્યારે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ, 16 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ અને 16 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત અનુક્રમે 3,299 યુઆન (લગભગ 41,000 રૂપિયા), 3,299 યુઆન (લગભગ 41,000 રૂપિયા) અને 3,599 યુઆન (લગભગ 45,000 રૂપિયા) છે. ઉપરાંત 16 જીબી રેમ અને 1 ટીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 3,999 યુઆન (લગભગ 50,000 રૂપિયા) રાખવામાં આવી છે. બંને હેન્ડસેટનું વેચાણ 21 નવેમ્બરથી ચીનમાં કંપનીના ઓનલાઇન સ્ટોર પર શરૂ થશે.

Oppo Reno 15 Series Features : ઓપ્પો રેનો 15 સિરીઝના ફીચર્સ

ઓપ્પો રેનો 15 પ્રો ડ્યુઅલ સિમ હેન્ડસેટ છે અને તેમાં 6.78-ઇંચની ફુલએચડી + (1,272×2,772 પિક્સેલ્સ) ફ્લેક્સિબલ એમોલેડ ડિસ્પ્લે છે જે 120Hz સુધીના રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. સ્ક્રીન ટુ બોડી રેશિયો 95.5 ટકા છે, ટચ સેમ્પલિંગ રેટ 240 હર્ટ્ઝ છે, અને પીક બ્રાઇટનેસ 1800 નિટ્સ છે. સ્ક્રીન 450ppi પિક્સેલ ડેન્સિટી આપે છે. તો સ્ટાન્ડર્ડ રેનો 15 ફોનમાં 6.32-ઇંચની ફુલએચડી + ફ્લેક્સિબલ એમોલેડ ડિસ્પ્લે મળે છે. રેનો 15 460ppi પિક્સેલ ઘનતા અને 93.4 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો પ્રદાન કરે છે.

બંને હેન્ડસેટમાં ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 8450 ચિપસેટ છે. ઓપ્પો રેનો 15 પ્રો અને રેનો 15 માં 16 જીબી રેમ અને 1 ટીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. રેનો 15 સિરીઝમાં ARM G720 MC7 GPU પણ છે. કેમેરાની વાત કરીએ તો, ફોનમાં એપર્ચર એફ / 1.8 સાથે 200 એમપી પ્રાઇમરી સાથે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ, એપર્ચર એફ / 2.0 સાથે 50 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ અને એપર્ચર એફ / 2.8 સાથે 50 મેગાપિક્સલનો ટેલિફોટો સેન્સર છે. સ્માર્ટફોનમાં 60fps સુધીના 4K રિઝોલ્યુશન સુધીના વીડિયો રેકોર્ડ કરવાનો વિકલ્પ છે.

લેટેસ્ટ ઓપ્પ રેનો સ્માર્ટફોન પ્રોક્સિમિટી સેન્સર, એમ્બિયન્ટ લાઇટ સેન્સર, કલર ટેમ્પરેચર સેન્સર, ઇલેક્ટ્રોનિક કંપાસ, એક્સિલરોમીટર, ગાયરોસ્કોપ, હોલ ઇફેક્ટ સેન્સર અને આઇઆર બ્લાસ્ટર આપવામાં આવ્યા છે. રેનો 15 સિરીઝમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળે છે. કનેક્ટિવિટી માટે, હેન્ડસેટમાં 5G, Wi-Fi 6, બ્લૂટૂથ 5.4, NFC, GPS જેવા ફીચર્સ મળે છે.

આ પણ વાંચો | Vivo X300 Pro 5G ભારતમાં આ તારીખે લોન્ચ થશે, MediaTek પ્રોસેસર અને પાવરફુલ બેટરી, જાણો કિંમત કેટલી હશે?

ઓપ્પો રેનો 15 પ્રોમાં 6500mAh બેટરી મળે છે જ્યારે રેનો 15 માં 6200mAh બેટરી મળે છે. બંને ફોન 80W વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જો કે, પ્રો મોડેલને 50W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે. રેનો 15 પ્રોનું ડાયમેન્શન 161.26×76.46×7.65 મીમી છે અને વજન 205 ગ્રામ છે. રેનો 15 સ્માર્ટફોનનું ડાયમેન્શન 151.21×72.42×7.99mm અને તેનું વજન લગભગ 188 ગ્રામ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ