Oppo : ઓપ્પો (Oppo) એ બુધવારે જાહેરાત કરી હતી કે તે તેની સેલ્ફ-હેલ્પ આસિસ્ટન્ટ ડિજિટલ સર્વિસ કરશે. આ સર્વિસનો હેતુ કસ્ટમર્સને સર્વિસ સેન્ટરની મુલાકાત લીધા વિના જ ઘરે બેઠા સ્માર્ટફોનની સમસ્યાઓનું સોલ્યુશન આપવાનો છે. આ સર્વિસ વિષેની જાહેરાત કંપની દ્વારા શુક્રવારે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પહેલા કરવામાં આવી છે.

ઓપ્પોએ સેલ્ફ હેલ્પ આસિસ્ટન્ટ સુવિધા લોન્ચ કરી
OPPO ઇન્ડિયાના પ્રોડક્ટ કોમ્યુનિકેશન્સના ડિરેક્ટર સેવિયો ડિસોઝાએ એક નિવેદનમાં જણાવ્યું કે “ ઇન્ડિયન કન્ઝ્યુમર ખૂબ જ ટેક-સેવી છે, અને આ સર્વિસ અથવા પોર્ટલ યુઝર્સને સર્વિસ સેન્ટરની મુલાકાત લીધા વિના તેમના OPPO સ્માર્ટફોનને લગતી કોઈ પણ સમસ્યાના નિવારણ માટે જરૂરી તમામ માહિતી પ્રદાન કરે છે. સેલ્ફ હેલ્પ આસિસ્ટંટ સાથે, OPPO કન્ઝ્યુમર માટે સર્વિસ સરળ બનાવે છે.
આ પણ વાંચો: Vivo Y03 સ્માર્ટફોનમાં છે 5000mAh બેટરી અને 12GB સુધી રેમ સપોર્ટ
સેલ્ફ હેલ્પ આસિસ્ટન્ટને સપોર્ટ ટેબ પર નેવિગેટ કરીને કંપનીની વેબસાઇટ અથવા તેની એપ્લિકેશન પર ઍક્સેસ કરી શકાય છે. આસિસ્ટન્ટ ઓપન કર્યા પછી, યુઝર્સએ ઇન્ટરફેસમાંથી તેમની ડિવાઇસને પસંદ કરવી પડશે. ત્યારબાદ તેઓ ડાબી બાજુએ પ્રદર્શિત થતા સિમ્યુલેશન અને પ્રોબ્લમના સોલ્યુશનના ઓપ્શન વચ્ચે પસંદગી કરી શકે છે. યુઝર્સ જમણી બાજુના બટન વડે તેમના ડિવાઇસના કમ્પ્લીટ સ્પેસિફિકેશન પણ ચકાસી શકે છે.
આ પણ વાંચો: Semiconductor in India : સેમિકન્ડક્ટરનું હબ કેમ બનવા માંગે છે ભારત?
સિમ્યુલેશન વિભાગ યુઝર્સને તેમના ફોન ફીચર્સને ડિજિટલ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ સાથે એક્સપ્લોર કરવામાં અને સમજવામાં મદદ કરવા માટે રચાયેલ છે. તમે ફક્ત સર્ચ બોક્સમાં ક્વેરીઝ લખી શકો છો અથવા મેનુમાંથી ઓપ્શન પસંદ કરી શકો છો.
પ્રોબ્લમ સોલ્યુશન સેક્શનનો હેતુ યુઝર્સને ડેટા, નેટવર્કિંગ, ડિવાઇસ સપોર્ટ સાથે તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરવાનો છે. સેક્શન તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું કે નહીં તેના આધારે થમ્બ્સ-અપ્સ (લાઇક) અથવા થમ્બ્સ-ડાઉન્સ (નાપસંદ) સ્વરૂપે યુઝર્સનો પ્રતિસાદ લે છે. જો તેનો ઉકેલ ન આવે તો, તેઓ તેમની કોન્ટેક્ટ માહિતી દાખલ કરી શકે છે. અને Oppo કહે છે કે ગ્રાહક સપોર્ટ પ્રતિનિધિ તે સમયે યુઝર્સનો સંપર્ક કરશે.





