OPPO A59 5G : ઓપ્પોનો ડાયમેન્શન 6020 પ્રોસેસર સાથેનો પાવરફુલ ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Oppo A59 5G : ઓપ્પો (Oppo) એ ડાયમેન્સિટી 6020 ચિપસેટ અને 13 મેગાપિક્સલ પ્રાઈમરી રિયર સેન્સર સાથેનો ફોન લૉન્ચ કર્યો છે. જાણો તમામ વિશેષતાઓ...

Oppo A59 5G : ઓપ્પો (Oppo) એ ડાયમેન્સિટી 6020 ચિપસેટ અને 13 મેગાપિક્સલ પ્રાઈમરી રિયર સેન્સર સાથેનો ફોન લૉન્ચ કર્યો છે. જાણો તમામ વિશેષતાઓ...

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Oppo Smartphone A59 5G Launched Price Features Specifications technology updates gujarati news

OPPO A59 5G : ઓપ્પોનો ડાયમેન્શન 6020 પ્રોસેસર સાથેનો પાવરફુલ ફોન ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

OPPO A59 5G : ઓપ્પો (Oppo) એ આખરે ભારતમાં તેનો નવો A-Series બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ઓપ્પો એ59 5જી (Oppo A59 5G) ₹ 15000થી ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઓપ્પો એ59 5જી (Oppo A59 5G) હેન્ડસેટમાં વોટરડ્રોપ નોચ-સ્ટાઈલ ડિસ્પ્લે છે. Oppoનો આ ફોન 128 GB સ્ટોરેજ, 6.56 ઇંચ ડિસ્પ્લે અને 5000mAh બેટરી જેવા ફીચર્સ સાથે આવે છે. લેટેસ્ટ Oppo ફોનની કિંમત અને ફીચર્સ વિશે વિગતવાર જાણો...

Advertisment

OPPO A9 5G કિંમત

Oppo A9 5G સ્માર્ટફોનના 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા છે. જ્યારે ટોપ-એન્ડ 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 16,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ઉપકરણ સિલ્ક ગોલ્ડ અને સ્ટેરી કલર વિકલ્પોમાં ખરીદી શકાય છે.

આ પણ વાંચો: Mobile Recharge Plan: દરરોજના 9 રૂપિયાથી પણ ઓછા ખર્ચે મેળવો એમેઝોન પ્રાઈમ, 800 જીબીથી વધુ ડેટા અને અનલિમિટેડ કોલ

Oppo A9 5G એમેઝોન ઇન્ડિયા, ફ્લિપકાર્ટ, ઓપ્પોના ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી માટે ઉપલબ્ધ થશે. રુચિ ધરાવતા ગ્રાહકો 25 ડિસેમ્બરથી ફોન ખરીદી શકે છે. મુખ્ય બેંકોના ક્રેડિટ કાર્ડ દ્વારા Oppoના ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પરથી ફોન ખરીદવા પર તમને 1,500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

Advertisment

આ ઉપરાંત, 1,699 રૂપિયાના ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ સાથે નો-કોસ્ટ EMI ઑફર પણ છે. મુખ્ય રિટેલ સ્ટોર્સ દ્વારા A59 5G ખરીદવા માટે ખાતરીપૂર્વકની ભેટ પણ આપવામાં આવશે. આ ફોન સિલ્ક ગોલ્ડ, સ્ટેરી બ્લેક અને સિલ્ક ટેક્સચર ડિઝાઇનમાં ખરીદી શકાય છે.

OPPO A9 5G ફીચર્સ

Oppo A9 5G સ્માર્ટફોનમાં 6.56 ઇંચની LCD ડિસ્પ્લે છે. સ્ક્રીનનો રિફ્રેશ રેટ 90 Hz છે. સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 89.8 ટકા છે. ડિસ્પ્લે 720 nits ની ટોચની બ્રાઇટનેસ આપે છે. ફોનમાં MediaTek ડાયમેન્શન 6020 પ્રોસેસર છે. હેન્ડસેટમાં ગ્રાફિક્સ માટે Mali G57 MP2 GPU છે.

આ પણ વાંચો: Moto G34 5G: મોટોરોલાએ સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો, તેમાં કેમેરા…

OPPO A9 5Gમાં 4 GB/6 GB રેમ સાથે 128 GB ઇનબિલ્ટ સ્ટોરેજ વિકલ્પ છે. આ ફોન એન્ડ્રોઇડ 13 આધારિત કલર OS 13.1 પર ચાલે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે અપર્ચર F/2.0 સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ સેન્સર આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે, અપર્ચર F/2.2 સાથે 13-મેગાપિક્સલનો પ્રાઇમરી કૅમેરો અને 2-મેગાપિક્સલનો સેકન્ડરી ડેપ્થ લેન્સ આપવામાં આવ્યો છે.

Oppoના આ ફોનમાં 5000mAh બેટરી છે જે 33W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. હેન્ડસેટનું વજન 187 ગ્રામ છે. ઉપકરણની જાડાઈ 8.12mm છે. Oppo A9 5G પાસે IP54 રેટિંગ છે એટલે કે ફોન ડસ્ટપ્રૂફ અને રેટિંગ પ્રૂફ છે.

સ્માર્ટફોન બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ ટેકનોલોજી બિઝનેસ 5G