/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/OTT-Subscription.jpg)
OTT Subscription: દેશના સૌથી લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મના પ્લાન વિશે વિસ્તારથી જણાવી રહ્યા છીએ
OTT Platform, Amazon Prime, Netflix, Hotstar, JioCinema Subscription Plans : નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ અને ડિઝની+ હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ દેશમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ ઉપરાંત સોનીલીવ, જિયોસિનેમા અને ઝી5 જેવી ઓટીટીનો ઉપયોગ પણ દેશના ઘણા યુઝર્સ કરી રહ્યા છે. ટીવીની સાથે સાથે મોબાઈલ મનોરંજનના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યો છે. બાળકો, યુવાન અને વૃદ્ધ બધા મોબાઇલ પર કન્ટેન્ટ જોઈ રહ્યા છે. બજારમાં બજેટ સ્માર્ટફોનની સરળ ઉપલબ્ધતા અને ઓટીટી પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવતી સસ્તી સબ્સ્ક્રિપ્શન યોજનાઓ આનું એક મોટું કારણ છે. આજે અમે તમને દેશના સૌથી લોકપ્રિય ઓટીટી પ્લેટફોર્મના પ્લાન વિશે વિસ્તારથી જણાવી રહ્યા છીએ.
અમે તમારા માટે ઓટીટી પ્લેટફોર્મ દ્વારા આપવામાં આવતી મોબાઇલ સબ્સ્ક્રિપ્શન યોજનાઓની સૂચિ બનાવી છે. જાણો એમેઝોન પ્રાઇમ વીડિયો, નેટફ્લિક્સ, ડિઝની+હોટસ્ટાર, સોનીલિવ, જિયોસિનેમા, ઝી5 મોબાઇલ પ્લાનની વિગતો.
નેટફ્લિક્સ મોબાઇલ પ્લાન : દર મહિને 149 રૂપિયા
નેટફ્લિક્સ ભારતમાં ઘણા સબ્સ્ક્રિપ્શન પ્લાન ઓફર કરે છે. પરંતુ દેશમાં ઉપલબ્ધ સૌથી સસ્તો પ્લાન 149 રૂપિયા છે. આ મોબાઇલ-ઓન્લી પ્લાનમાં કન્ટેન્ટને 480 પિક્સલ રિઝોલ્યુશનની એસડી ક્વોલિટી પર સ્ટ્રીમ કરી શકાય છે. આ પ્લાનનો ફાયદો એન્ડ્રોઈડ ફોન, ટેબલેટ, આઈફોન અને આઈપેડ પર મળી રહ્યો છે. ધ્યાન રહે કે નેટફ્લિક્સના આ પ્લાનથી માત્ર મોબાઇલ ફોન અને ટેબલેટ પર જ કન્ટેન્ટ સ્ટ્રીમ કરવાનો ઓપ્શન છે. યુઝર્સ એક સમયે એક જ સિંગલ ડિવાઇસ પરની કન્ટેન્ટને એક્સેસ કરી શકે છે.
એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ પ્લાન: દર વર્ષે 599 રૂપિયા
એમેઝોનના સ્માર્ટફોન ઓન્લી પ્લાનની વાત કરીએ તો કંપનીએ તેનું નામ પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશન રાખ્યું છે. ભારતમાં ઉપલબ્ધ આ મોબાઇલ સબસ્ક્રિપ્શન પ્લાનની કિંમત 599 રૂપિયા છે અને તેની વેલિડિટી એક વર્ષની છે. આ પ્લાનથી યૂઝર્સને પ્રાઇમ વીડિયો એપનો જ એક્સેસ મળે છે. રેગ્યુલર પ્રાઇમ મેમ્બરશિપથી વિપરીત તેમાં ફ્રી એમેઝોન ડિલિવરી, એમેઝોન મ્યુઝિક, મલ્ટિ-યુઝર એક્સેસ જેવા ફીચર્સ આપવામાં આવતા નથી. 599 રૂપિયાના આ મોબાઇલ પ્લાનમાં એમેઝોન ઓરિજિનલ્સ, લાઇવ ક્રિકેટ અને ઇન્ટરનેશનલ મૂવીઝની એક્સેસ આપવામાં આવી છે. આ સિવાય ઓફલાઇન વ્યૂઇંગનો ઓપ્શન પણ 480 પિક્સલ સ્ટ્રીમિંગ ક્વોલિટી સાથે ઉપલબ્ધ છે. આ પ્લાન સિંગલ સ્માર્ટફોન સ્ક્રીનને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો - 2024 Bajaj Pulsar N250 : બજાજ પલ્સર N250 લોન્ચ, જાણો કિંમત અને શું છે નવા અપડેટ
ડિઝની+ હોટસ્ટાર મોબાઇલ પ્લાન: 149 રૂપિયામાં 3 મહિનાની વેલિડિટી
જી હા, જ્યારે મોબાઇલ સબ્સ્ક્રિપ્શન પ્લાનની વાત આવે છે ત્યારે ડિઝની + હોટસ્ટાર સૌથી સસ્તી ઓટીટી છે. ડિઝની+ હોટસ્ટાર યુઝર્સને 149 રૂપિયા અને 499 રૂપિયામાં સબ્સ્ક્રિપ્શન પ્લાન મળે છે. તેમની વેલિડિટી અનુક્રમે 3 મહિના અને 12 મહિનાની છે. યુઝર્સ એચડી ક્વોલિટીમાં ડિઝની+ ઓરિજિનલ્સ, મૂવીઝ, હોટસ્ટાર સ્પેશિયલ્સ જેવી કન્ટેન્ટ જોઈ શકે છે. બંને મોબાઇલ પ્લાનમાં યૂઝર્સ એક સમયે એક જ ડિવાઇસ પર કન્ટેન્ટ એક્સેસ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે આ યોજનાઓ એડ સપોર્ટેડ છે. એટલે કે તમને કન્ટેન્ટ જોતી વખતે જાહેરાતો દેખાશે.
સોની લિવ મોબાઇલ પ્લાન: દર વર્ષે 599 રૂપિયા
સોની લિવની વાત કરીએ તો કંપની 599 રૂપિયામાં મોબાઈલ ઓન્લી પ્લાન આપે છે, જેની વેલિડિટી 365 દિવસની છે. યુઝર્સ આ પ્લાનમાં સોની લિવ પર ઉપલબ્ધ સંપૂર્ણ કન્ટેન્ટને એક્સેસ કરવા મળે છે. સોની લિવના આ પ્લાનમાં યુઝર્સને એક સાથે 5 પ્રોફાઇલમાં લોગઇન કરવાની સુવિધા પણ મળે છે. આ સાથે બાળકોના કન્ટેન્ટની એક્સેસ પણ ઉપલબ્ધ છે.
જિયો સિનેમા મોબાઇલ પ્લાન
જિયો ફોન યૂઝર્સ માટે જિયો સિનેમા એપ ફ્રી છે. જિઓ યુઝર્સ દ્વારા તમામ હિન્દી અને ભારતીય ભાષાઓની સામગ્રીને મફત સ્ટ્રીમ કરી શકાય છે. જિયો પાસે કોઈ મોબાઈલ ઓન્લી પ્લાન નથી, પરંતુ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન 999 રૂપિયામાં આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી એક વર્ષની છે. આ પ્લાનમાં યૂઝર્સ એક સાથે 4 ડિવાઇસમાં કન્ટેન્ટ જોઈ શકે છે. આ સાથે ફિલ્મો, એચડી વીડિયોમાં સીરીઝ અને ઓડિયો ક્વોલિટી જોવાનો પણ ઓપ્શન છે.
ZEE5: દર વર્ષે 399 રૂપિયા
ઝી5ના મોબાઇલ પ્લાનની કિંમત 399 રૂપિયા છે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે. એટલે કે તમારે દર મહિને 34 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ અત્યંત સસ્તો મોબાઇલ પ્લાન 720 પિક્સેલ રિઝોલ્યુશન પ્રમાણે વીડિયો ગુણવત્તાની એક્સેસ પ્રદાન કરે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us