પાકિસ્તાની ભિખારીઓએ હવે જાપાનને તેમનું નવું સ્થળ બનાવ્યું, વિદેશમાં પકડાયેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાની મૂળના

Pakistani beggars abroad : પાકિસ્તાનમાં મોંઘવારી (Pakistan inflation) બાદ પાકિસ્તાનીઓ જાપાન (Japan), ઈરાન (Iran), ઈરાક (Iraq), સાઉદી અરેબિયા (Saudi Arabia) જઈ ભીખ માંગી રહ્યા છે. પકડાયેલા 90 ટકા મૂળ પાકિસ્તાની, વિઝિટર વિઝાનો કરી રહ્યા દુરઉપયોગ, હવે ભિખ માંગવા જાપાન જઈ રહ્યા.

Pakistani beggars abroad : પાકિસ્તાનમાં મોંઘવારી (Pakistan inflation) બાદ પાકિસ્તાનીઓ જાપાન (Japan), ઈરાન (Iran), ઈરાક (Iraq), સાઉદી અરેબિયા (Saudi Arabia) જઈ ભીખ માંગી રહ્યા છે. પકડાયેલા 90 ટકા મૂળ પાકિસ્તાની, વિઝિટર વિઝાનો કરી રહ્યા દુરઉપયોગ, હવે ભિખ માંગવા જાપાન જઈ રહ્યા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Pakistani beggars abroad

પાકિસ્તાનના ગરીબો ભિખ માંગવા માટે હવે જાપાનને નવું સ્થળ બનાવી રહ્યા

Pakistani beggars abroad : અત્યંત નબળી આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા પાડોશી દેશ પાકિસ્તાનના લોકો મોટી સંખ્યામાં ભીખ માંગે છે અને તે પણ અન્ય દેશોમાં જઈને. ધાર્મિક યાત્રાના નામે પણ તેઓ વિદેશમાં જઈને ભીખ માંગે છે, અથવા પોકેટીંગનો આશરો લે છે. સરકાર પોતે આ વાત સ્વીકારી રહી છે.

Advertisment

પાકિસ્તાનના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ ઝુલ્ફીકાર હૈદરે બુધવારે સેનેટ (સંસદ) ની સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું કે, દેશમાંથી મોટી સંખ્યામાં ભિખારીઓ વિદેશ જઈ રહ્યા છે. પ્રખ્યાત પાકિસ્તાની મીડિયા સંસ્થા ડોન ડોટ કોમના અહેવાલ મુજબ, ઝુલ્ફીકાર હૈદરે પાકિસ્તાન છોડીને કુશળ અને અકુશળ કામદારોના મુદ્દા પર સેનેટ પેનલમાં ચર્ચા દરમિયાન આ ખુલાસો કર્યો હતો.

સચિવ હૈદરે સમિતિને જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં ધરપકડ કરાયેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાની મૂળના છે. તેમણે કહ્યું કે, ઘણા ભિખારીઓએ સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જવા માટે વિઝિટર વિઝાનો દુરુપયોગ કર્યો હતો.

અધિકારીએ અફસોસ વ્યક્ત કર્યો કે, પવિત્ર સ્થાનો પર પકડાયેલા મોટી સંખ્યામાં ભીખારી પાકિસ્તાની નાગરિકો હતા. પાકિસ્તાની મૂળના 'પિકપોકેટ્સ' માટે મધ્ય પૂર્વ મુખ્ય સ્થળ બની ગયું છે.

Advertisment

મધ્ય પૂર્વના સાઉદી અરેબિયામાં 30 લાખ પાકિસ્તાનીઓ રહે છે. UAE માં 15 લાખ પાકિસ્તાનીઓ રહે છે. તો, લગભગ 2,00,000 પાકિસ્તાની લોકો કતારમાં રહે છે. સેનેટમાં ચર્ચા દરમિયાન એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, જાપાન પાકિસ્તાની ભિખારીઓ માટે નવું સ્થળ બની રહ્યું છે.

પાકિસ્તાનના 40 ટકા લોકો ગરીબ છે

વિશ્વ બેંકના તાજેતરના આંકડા દર્શાવે છે કે, પાકિસ્તાનમાં ગરીબી ભયંકર બની રહી છે. પાકિસ્તાનની 40 ટકા વસ્તી ગરીબીમાં જીવવા મજબૂર બની છે. પાકિસ્તાનના 95 મિલિયન (9.5 કરોડ) લોકો ગરીબ છે. તેમાંથી ગત નાણાકીય વર્ષમાં 12.5 મિલિયન ઉમેરાયા હતા. વિશ્વ બેંકે સૂચન કર્યું છે કે, દેશે હવે લશ્કરી, રાજકીય અને વ્યાપારી નેતાઓના સ્વાર્થથી ચાલતા તેના નીતિગત નિર્ણયોને જોવાની અને બદલવાની જરૂર છે.

વીજળીથી લઈને ઈંધણ સુધી બધુ મોંઘું

પાકિસ્તાન સરકારે બુધવારે કહ્યું કે, ચીનના પાવર ઉત્પાદકો પર લગભગ $1.25 બિલિયનનું દેવું છે. બાકી ચૂકવણી કરવા માટે પાકિસ્તાન સરકાર ઓક્ટોબરથી યુનિટ દીઠ વધારાના રૂ. 1.83 વસૂલવા જઈ રહી છે.

ગત સપ્તાહે પાકિસ્તાન સરકારે ઈંધણના ભાવમાં પણ વધારો કર્યો હતો. પાકિસ્તાનના નાણા મંત્રાલયે શુક્રવારે પેટ્રોલના ભાવમાં 26.02 રૂપિયા અને ડીઝલના ભાવમાં 17.34 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે.

વધારાને પગલે, ફિલિંગ સ્ટેશનો પર પેટ્રોલ અને હાઇ-સ્પીડ ડીઝલ (એચએસડી) ની કિંમત પ્રતિ લિટર રૂ. 330 (પાકિસ્તાની ચલણમાં) થી વધુ થઈ ગઈ છે. જો કે આ મહિને આ પ્રથમ વધારો નથી, સરકારે 1 સપ્ટેમ્બરે કિંમતોમાં 14 રૂપિયાનો વધારો કર્યો હતો.

પાકિસ્તાનનું દેવું સતત વધી રહ્યું છે

ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનનો મોંઘવારી દર 27.4 ટકા વધ્યો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી દેશમાં રાજકીય ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હાલમાં દેશની કમાન રખેવાળ સરકારના હાથમાં છે.

દેશની કેન્દ્રીય બેંકે ઓગસ્ટમાં કહ્યું હતું કે, 30 જૂને પૂરા થયેલા નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનું કુલ દેવું અને જવાબદારીઓ 29 ટકા વધીને રૂ. 56.21 ટ્રિલિયન થઈ ગઈ છે. ડોન સમાચારના મતે, આ ત્યારે થયું જ્યારે સરકારે જરૂરિયાતો પૂરી કરવા માટે મોટી લોન લીધી.

ગયા નાણાકીય વર્ષના અંતે, પાકિસ્તાનનું દેવું જેમાં સ્થાનિક અને વિદેશી સહિત કુલ રૂ. 77.104 ટ્રિલિયન હતા. પાછલા નાણાકીય વર્ષમાં આ રકમ 59.772 ટ્રિલિયન રૂપિયા હતી.

સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP) ના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2022-2023માં GDPમાં દેવું અને જવાબદારીઓનું પ્રમાણ 89.7 ટકાથી વધીને 91.1 ટકા થયું છે.

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કેમ ખરાબ છે?

અતિ ફુગાવો, ખતરનાક રીતે નીચો વિદેશી મુદ્રા ભંડાર અને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ (IMF) જેવા વૈશ્વિક ધિરાણકર્તાઓ પાસેથી વધુ ભંડોળના અભાવને કારણે પાકિસ્તાનનું અર્થતંત્ર પાટા પરથી ઉતરી ગયું છે.

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા લાંબા સમયથી ખરાબ સ્થિતિમાં છે. પરંતુ 2022 ના પૂરથી દેશને અભૂતપૂર્વ નુકસાન થયું હતું. પૂરના કારણે મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ થયો અને લાખો લોકો વિસ્થાપિત થયા. હાલમાં પાકિસ્તાન આર્થિક પતનની આરે છે.

પાકિસ્તાનમાં 2022 નું વિનાશક પૂર

2022 પહેલા પણ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બહુ સારી સ્થિતિમાં ન હતી, પરંતુ પૂરના કારણે તે વધારે વિનાશની આરે આવી ગયું. 2019 માં, પાકિસ્તાને IMF સાથે EFF (એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી) માટે $6 બિલિયનના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે બાદમાં વધારીને $7 બિલિયન કરવામાં આવ્યા હતા.

પૂરના કારણે પાકિસ્તાનને અકલ્પનીય આર્થિક નુકસાન થયું હતું, જે પહેલેથી જ અનિશ્ચિત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું. ડોનના અહેવાલ મુજબ, જળવાયુ પરિવર્તનના પરિણામે માનવામાં આવતા પૂરને કારણે દેશને અંદાજે $3 બિલિયનનું નુકસાન થયું, 1700 થી વધુ લોકો માર્યા ગયા અને 8 મિલિયન લોકો વિસ્થાપિત થયા.

પૂરને કારણે આર્થિક પુનઃપ્રાપ્તિની કોઈપણ સંભાવનાઓ પાટા પરથી ઉતરી ગઈ હતી અને જો EFF મંજૂર કરવામાં આવે તો પાકિસ્તાન IMFને આપેલા વચનો પાળવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્યારપછી IMF એ $1.18 બિલિયનની પેન્ડિંગ પેમેન્ટ રિલીઝ કરવાનો ઇનકાર કર્યો હતો.

વિદેશી વિનિમય કટોકટી

ડૉનના અહેવાલ મુજબ પાકિસ્તાન વિદેશી હૂંડિયામણની અછતથી પીડાઈ રહ્યું છે. ઑગસ્ટના મધ્યમાં ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારના એક અહેવાલમાં, કેન્દ્રીય બેંક દ્વારા જારી કરવામાં આવેલા ડેટાને ટાંકીને જણાવાયું હતું કે, સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાન દ્વારા રાખવામાં આવેલ વિદેશી હૂંડિયામણ અનામત સપ્તાહ-દર-સપ્તાહના ધોરણે 0.14 ટકા વધી છે.

આ પણ વાંચો - ભારતીયો હવે યુએસ વિઝા અરજદારોમાં 10 ટકા થી વધુ, આ વર્ષે અમેરિકાએ 10 લાખથી વધુ ભારતીયોને આપ્યા વિઝા

પાકિસ્તાન પાસે 8.1 બિલિયન યુએસ ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ફોરેન એક્સચેન્જ રિઝર્વ ઘટીને US$4 બિલિયનની નીચે પહોંચી ગયું હતું. આટલા વધારા છતાં પાકિસ્તાનની ફોરેન કરન્સી એસેટ ઘણી ઓછી છે. સરખામણી માટે જાણી લો કે ભારતની ફોરેન કરન્સી એસેટ 530.69 બિલિયન યુએસ ડોલર છે.

ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન બિઝનેસ વિશ્વ