Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
વેપાર Top News

PAN Card: ઇમેલ પર ડિજિટલ પાન કાર્ડ મફત કેવી રીતે મેળવવું? જાણો ઇ પાન કાર્ડ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

Digital PAN Card On Email: આધાર કાર્ડ જેમ પાન કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકાય છે. તમારા ઈમેલ આઈડી પર E PAN Card મેળવવા માટે અહીં જણાવેલા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અનુસરી સરળતાથી ઇ પાન કાર્ડ ઇમેજ પર મેળવી શકાય છે.

Written byAjay Saroya

Digital PAN Card On Email: આધાર કાર્ડ જેમ પાન કાર્ડ પણ ડિજિટલ ફોર્મેટમાં મેળવી શકાય છે. તમારા ઈમેલ આઈડી પર E PAN Card મેળવવા માટે અહીં જણાવેલા સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અનુસરી સરળતાથી ઇ પાન કાર્ડ ઇમેજ પર મેળવી શકાય છે.

author-image
Ajay Saroya
03 Dec 2024 10:49 IST
પર અપડેટ કર્યું 03 Dec 2024 10:49 IST

Follow Us

New Update
PAN Card Apply Online | Digital PAN Card | E Pan Card | PAN 2.0

PAN 2.0 Apply Online Free: પાન 2.0 હેઠળ મફતમાં ડિજટલ પાન કાર્ડ મેળવવા ઓનલાઇન અરજી કરવાની રહે છે. (Expres Photo/ Social Media)

PAN 2.0 Apply Online Free: પાન 2.0 પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. પાન 2.0 પ્રોજેક્ટ પાછળ સરકાર 1435 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. આ પ્રોજેક્ટ હેઠળ, PAN/TAN સર્વિસને ફરીથી ડિઝાઇન કરવાની છે જેથી કરીને ડિજિટલ અનુભવને વધુ બહેતર બનાવી શકાય. સરકારના આ પગલાનો ઉદ્દેશ્ય પાન કાર્ડ સંબંધિત સુવિધા અને સુરક્ષામાં સુધારો કરવાનો છે, જે અંતર્ગત QR કોડ સાથેનું ઈ-પાન કાર્ડ અરજદારોના રજિસ્ટર્ડ મેઈલ એડ્રેસ પર મફતમાં મોકલવામાં આવશે. જોકે, કાર્ડધારકે આ માટે અરજી કરવાની રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે QR કોડ સાથેનું ફિઝિકલ પાન કાર્ડ મેળવવા માટે લોકોએ અલગથી અરજી કરવી પડશે અને તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

Advertisment

છેલ્લા ઘણા સમયથી લોકોને ક્યૂઆર કોડ સાથેનું પાન કાર્ડ આપવામાં આવી રહ્યું છે. સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે PAN કાર્ડમાં QR કોડ કોઈ નવી સુવિધા નથી અને તેને 2017-18થી પાન કાર્ડમાં સામેલ કરવામાં આવી છે. PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ પણ આ ચાલુ રાખવાની યોજના છે. જોકે, પ્રોજેક્ટ શરૂ થયા બાદ તેમાં કેટલાક સુધારા કરવામાં આવશે. PAN 2.0 પ્રોજેક્ટ કેટલાક નોંધપાત્ર ફેરફારો સાથે ચાલુ રાખવામાં આવશે (ડાયનેમિક QR કોડ જે PAN ડેટાબેઝમાં લેટેસ્ટ ડેટા પ્રદર્શિત કરશે). પાન કાર્ડ ધારકો કે જેમની પાસે QR કોડ વગરનું જૂનું પાન કાર્ડ છે તેમની પાસે હાલની PAN 1.0 ઇકો-સિસ્ટમ તેમજ PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ QR કોડ સાથે નવા કાર્ડ માટે અરજી કરવાનો વિકલ્પ હશે.

આવકવેરા વિભાગના PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ પાન કાર્ડ નંબર એલોટમેન્ટ, અપડેટ અથવા સુધારો મફત થશે અને ડિજિટલ પાન એટલે કે e-PAN લોકોના રજિસ્ટર્ડ ઇ મેલ એડ્રેસ પર મોકલવામાં આવશે. ફિઝિટલ પાન કાર્ડ માટે, અરજદારોએ 50 રૂપિયાની ફી સાથે અરજી કરવાની રહેશે. આ ચાર્જ ભારતમાં રહેતા લોકો માટે છે. જો કે PAN 2.0 પ્રોજેક્ટ હજુ સુધી દેશમાં શરૂ થયો નથી, તેમ છતાં કરદાતાઓ તેમના મેઇલ પર ડિજિટલ PAN મેળવવા માટે વિનંતી કરી શકે છે.

ઈ મેલ પર ક્યુઆર કોડ વાળો ડિજિટલ પાન કાર્ડ મેળવવા માટે અરજી કરવાની પહેલા કાર્ડધારકે એક વાત જાણી લેવી જોઇએ કે, તેમનું પાન કાર્ડ NSDL એટલે કે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી અથવા યુનિટ ટ્રસ્ટ ઑફ ઈન્ડિયા (UTI) બંને માંથી કોના દ્વારા જારી કરવામાં આવ્યું છે. આ માહિતી પાન કાર્ડની પાછળની બાજુએ આપવામાં આવી હોય છે. કાર્ડ જારી કર્તા મુજબ, કરદાતા એ ઈ-મેલ અથવા ડિજિટલ ફોર્મેટમાં PAN મેળવવા માટે યોગ્ય પગલાં લેવા પડશે. અહીં બંને માટેના સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રક્રિયા અહીં જાણો.

Advertisment
PAN CARD News | PAN CARD number | PAN 2.0 | PAN CARD Upgrade
Pan Card Number: પાન કાર્ડ માં 10 આંકડાનો નંબર હોય છે, જે આવક વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. (Express File Photo)

ડિજિટલ પાન કાર્ડ ઇમેલ પર મેળવવાની રીત

NSDL વેબસાઇટ પરથી ડિજિટલ PAN મેળવવાની રીત

  • જો તમારું PAN કાર્ડ NSDL દ્વારા જારી કરવામાં આવ્યું છે, તો આ પગલાં અનુસરી તમે તમારા મેઇલ પર ડિજિટલ પાન કાર્ડ મેળવવા માટે વિનંતી કરી શકો છો.
  • સૌ પ્રથમ NSDL ની સત્તાવાર વેબસાઇટ www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જાઓ.
  • હવે સ્ક્રીન પર દેખાતા ડાઉનલોડ ePAN/e-PAN XML પર ક્લિક કરો અથવા આ સીધી આ લિંક www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html કોપી કરો નવા વિન્ડમાં ઓપન કરો.
  • હવે પાન કાર્ડ નંબર, આધાર નંબર અને જન્મ તારીખ જેવી વિગતો દાખલ કરો.
  • સ્ક્રીન પર દેખાતા નિયમો પર તમારી સહમતી સાથે યોગ્ય બોક્સ સિલેક્ટ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે સ્ક્રીન પર દેખાતી તમારા PAN સંબંધિત માહિતી તપાસો અને ખાતરી કરો કે તે આવકવેરા રેકોર્ડ મુજબ સાચી છે.
  • હવે આધાર ડેટાબેઝમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇમેઇલ બંનેમાંથી એક અથવા બંને પર ડિજિટલ PAN મેળવવાનો વિકલ્પ પસંદ કરો. આટલું કરતા જ OTP આવી જશે, જેને 10 મિનિટ દાખલ કરો.

ઇ પાન કાર્ડ એટલે કે ડિજિટલ PAN મેળવવાની આ સુવિધા તે પાન કાર્ડ ધારકો માટે ઉપલબ્ધ છે જેમની અરજી પર તાજેતરમાં NSDL Protean દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે. Protean મારફતે સબમિટ કરવામાં આવેલી PAN અરજીઓ માટે, જો PAN નંબર જારી થયાને અથવા અપડેટ થયાના 30 દિવસ પસાર થયા નથી, તો આવી સ્થિતિમાં, તમે રજિસ્ટર્ડ મેઇલ પર 3 વખત મફતમાં ડિજિટલ PAN મેળવી શકો છો. જો PAN જારી થયાને અથવા અપડેટ થયાના 30 દિવસ વીતી ગયા છે, તો આવી સ્થિતિમાં, રજિસ્ટર્ડ મેઇલ પર ડિજિટલ PAN મેળવવા માટે, તમારે લગભગ 10 રૂપિયા ખર્ચવા પડશે.

  • આ રકમની ચૂકવણી બાદ Continue બટન પર ક્લિક કરો.
  • ઈ-પાન આવકવેરા વિભાગના તમારા રજિસ્ટર્ડ ઈ-મેલ આઈડી પર મોકલવામાં આવશે.

UTIITSL પરથી ડિજિટલ પાન કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  • સૌથી પહેલા https://www.pan.utiitsl.com/PAN_ONLINE/ePANCard પર જાઓ.
  • હવે પાન કાર્ડ નંબર, જન્મ તારીખ મહિનો અને વર્ષ જેવી જરૂરી માહિતી અને કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે સ્ક્રીન પર દેખાશે કે તમારા PAN ડેટા બેઝમાં કોઈ ઈ-મેલ આઈડી રજિસ્ટર્ડ છે કે નહીં.
  • જો કોઈ ઈ-મેલ આઈડી રજીસ્ટર ન હોય, તો તમારે તેને PAN 2.0 પ્રોજેક્ટ હેઠળ અપડેટ કરવું પડશે. જ્યારે આ પ્રોજેક્ટ દેશમાં શરૂ થશે, ત્યારે લોકોને મફતમાં તેમના PAN અપડેટ કરવાની તક મળશે.
PAN Card બિઝનેસ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!