/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Pan-Aadhaar-Linking-.jpg)
Pan Aadhaar Linking Deadline: પાન આધાર કાર્ડ લિંક કરવા જરૂરી છે.
How to Link PAN and Aadhar Cards Online : આધાર કાર્ડ સાથે પાન કાર્ડ કરવા માટે તમારી પાસે માત્ર 3 દિવસ છે. આધાર ને પાન સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2025 છે. જો ડેડલાઇન સુધીમાં તમારા આધાર પાન લિંક નહીં કરો તો તમારું PAN Card ડિએક્ટિવેટ થઈ જશે. પાન કાર્ડ નિષ્ક્રિય થવાથી બેંક ખાતું ખોલાવવા થી લઇ ITR ફાઇલિંગ સુધી ઘણા આર્થિક કામકાજ કરવામાં મુશ્કેલી પડશે.
જો કે સાયબર કાફેમાં ગયા વગર તમે પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. જાણો ઘરે બેઠાં ઓનલાઇન આધાર કાર્ડ પાન કાર્ડ લિંક કરવાની સરળ રીત
આવકવેરા કાયદા હેઠળ પાનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જો તમારું PAN લિંક નહીં હોય, તો તે નિષ્ક્રિય થઈ જશે, જે નાણાકીય વ્યવહારો અને ટેક્સ સંબંધિત કામમાં અવરોધ ઊભો કરે છે. જો કે, તમે પાન આધાર લિંકિંગ દંડ ચૂકવીને પાન-આધાર લિંકિંગ પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ફરીથી સક્રિય કરી શકો છો. તમને જણાવી દઈએ કે પાન-આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2025 છે અને જો તમે હજી સુધી તમારા આ દસ્તાવેજોને લિંક કર્યા નથી, તો 1 જાન્યુઆરી, 2026 થી PAN Card કામ કરશે નહીં.
પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું કોની માટે જરૂરી છે?
જો કોઈ વ્યક્તિ એ 1 ઓક્ટોબર 2024 પહેલા આધાર નોંધણી આઈડી (Aadhaar Enrolment ID) દ્વારા પોતાનું પાન કાર્ડ બનાવ્યું હોય તો નાણાં મંત્રાલયના 3 એપ્રિલ 2025 ના નોટિફિકેશન મુજબ, તેમના માટે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આવકવેરા વિભાગમાં તેમના રેકોર્ડને અપડેટ કરવું ફરજિયાત છે.
3 એપ્રિલ 2025 ના રોજ જારી કરાયેલા એક પરિપત્રમાં, નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, "આવકવેરા અધિનિયમ, 1961 (1961 નું 43) ની કલમ 139AA ની પેટા-કલમ (2A) હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી સૂચિત કરે છે કે 1 ઓક્ટોબર 2024 પહેલા આધાર એપ્લિકેશન ફોર્મના એનરોલમેન્ટ IDના આધારે પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફાળવવામાં આવેલી તમામ વ્યક્તિઓ, તેઓએ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં અથવા આ સંદર્ભે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) દ્વારા નિર્ધારિત અન્ય કોઈ તારીખ સુધીમાં પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ ઓફ ઇન્કમટેક્સ (સિસ્ટમ્સ) અથવા તેમના દ્વારા અધિકૃત વ્યક્તિને તેમના આધાર નંબરની જાણ કરવી આવશ્યક છે. ”
જો આ પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો પાન નિષ્ક્રિય થઈ શકે છે. આનાથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવામાં અને વિવિધ નાણાકીય વ્યવહારો કરવામાં મુશ્કેલી આવી શકે છે.
જો તમારા પાન કાર્ડમાં Aadhaar Enrolment IDનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો તમારે હજી પણ તમારા આધાર સાથે પાનને લિંક કરવાની જરૂર છે. ઇન્કમ ટેક્સ ઇ ફાઇલિંગની વેબસાઇટ દ્વારા તમે સરળતાથી પાન અને આધારને ઓનલાઇન લિંક કરી શકો છો.
પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન કરવાથી શું થશે?
જો તમે 31 ડિસેમ્બર સુધીમાં તમારા પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો તો તમારું પાન નિષ્ક્રિય થઈ જશે. જો તમારી આવક (ટીડીએસ / ટીસીએસ) માંથી ટેક્સ કાપવામાં આવે તો પણ, તે તમારા ટેક્સ રેકોર્ડમાં યોગ્ય રીતે દેખાશે નહીં. જો કે, તમારું હાલનું બેંક એકાઉન્ટ સામાન્ય રીતે કામ કરવાનું ચાલુ રાખશે. પરંતુ તમને નવા રોકાણો કરવામાં, ટ્રેડિંગ એકાઉન્ટ્સ ખોલવામાં અથવા કેવાયસી અપડેટ્સ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
પાન આધાર લિંક કેવી રીતે લિંક કરવું?
અહીં ઘરે બેઠાં ઓનલાઇન પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની સ્ટેપ બાય સ્ટેપ રીત જણાવી છે.
- સૌ પ્રથમ, આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
- Link Aadhaar (લિંક આધાર) વિકલ્પ પસંદ કરો
- તમારો પાન કાર્ડ, આધાર કાર્ડ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો
- આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા OTP થી વેરિફાઇડ કરો અને લિંક સ્ટેટ્સ ચેક કરો
- જો તમારું પાન કાર્ડ કામ કરી રહ્યું નથી અથવા નિષ્ક્રિય છે, તો તમારે લિંક કરતા પહેલા 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us