PAN Card: પાન કાર્ડ પર છપાયેલા 10 આંકડાનો શું અર્થ છે? બહુ ઓછા લોકો જાણે છે

PAN Card 10 Characters : પાન કાર્ડ બેંકમાં ખાતું ખોલવાથી લઇ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા સહિત ઘણા કામો માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. પાન કાર્ડ પર 10 અંકનો નંબર છપાયેલો હોય છે, જેમાં પાનધારક વ્યક્તિની સંપૂર્ણ માહિતી હોય છે. ચાલો જાણીયે વિગતવાર

PAN Card 10 Characters : પાન કાર્ડ બેંકમાં ખાતું ખોલવાથી લઇ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા સહિત ઘણા કામો માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. પાન કાર્ડ પર 10 અંકનો નંબર છપાયેલો હોય છે, જેમાં પાનધારક વ્યક્તિની સંપૂર્ણ માહિતી હોય છે. ચાલો જાણીયે વિગતવાર

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pan card 10 characters | pan card 10 characters meaning | pan card

PAN Card 10 Characters Meaning : પાન કાર્ડ પર છપાયેા 10 આંકડામાં મહત્વપૂર્ણ જાણકારી હોય છે. (Photo: PayRupik)

PAN Card 10 Characters : પાન કાર્ડ કોઈપણ વ્યક્તિ માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંનું એક છે. બેંક ખાતાથી લઇ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે પાન કાર્ડ જરૂરી છે. PAN નું પુરું નામ છે પરમેનન્ટ એકાઉન્ટ નંબર. પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલો 10 અંકનો યુનિક આલ્ફાન્યૂમેરિક નંબર છે. PAN લેમિનેટેડ પ્લાસ્ટિક કાર્ડના રૂપમાં જારી કરવામાં આવે છે, જેને સામાન્ય રીતે PAN કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. PAN કાર્ડના નીચેના ભાગમાં 10 અંક લખેલા હોય છે, આ 10 અંરમાં તમારી વિગતો છુપાયેલી હોય છે. પરંતુ ઘણા લોકો આ જાણતા નથી. ચાલો જાણીએ કે પાન કાર્ડમાં લખેલા 10 નંબરોનો અર્થ શું છે અને પાન કાર્ડ દ્વારા કેવા પ્રકારની માહિતી મેળવી શકાય છે.

Advertisment

પરમેનન્ટ એકાઉન્ટ નંબરનો અર્થ એ છે કે કોઈપણ વ્યક્તિનો પાન બે વાર બની શકતો નથી. હકીકતમાં, પાન કાર્ડ પર છપાયેલ નંબર ફક્ત એક જ હોઈ શકે છે, તેને બદલી શકાતા નથી. પાન કાર્ડ જારી કરનાર આવકવેરા વિભાગ, પાન નંબર જારી કરવા માટે એક ખાસ પ્રક્રિયાનું પાલન કરે છે. જે હેઠળ તમને 10 અંકનો નંબર આપવામાં આવે છે. આ 10 અંકના PAN માં મૂળાક્ષરો અને સંખ્યાઓનું મિશ્રણ હોય છે. પાન કાર્ડના પ્રથમ 5 અંક હંમેશા મૂળાક્ષરો હોય છે. ત્યાર પછી 4 નંબર અને છેલ્લે ફરીથી એક મૂળાક્ષર હોય છે. તેથી, આ 10 નંબરોમાં કઈ માહિતી છુપાયેલી છે તે જાણવું મહત્વપૂર્ણ બની જાય છે.

પાન કાર્ડ પર છપાયેલા 10 અંકનો અર્થ શું છે?

જો તમે ક્યારેય તમારા પાન કાર્ડને ધ્યાનથી જોયું હશે તો તમને ખબર પડશે કે પાન કાર્ડના પ્રથમ 3 અક્ષરો મૂળાક્ષરોની લાઇનમાં છે. પાન કાર્ડનો ચોથો મૂળાક્ષર જણાવે છે કે તમે આવકવેરા વિભાગની નજરમાં શું છો. જો તમે વ્યક્તિ છો તો તમારા PAN કાર્ડનો ચોથો મૂળાક્ષર P હશે. તો ચાલો તમને જણાવીએ કે PAN કાર્ડના કયા અક્ષર પાછળ શું અર્થ છુપાયેલો છે.

પાન કાર્ડના પ્રથમ 3 અંક

પાન કાર્ડ પરના પ્રથમ 3 અંક મૂળાક્ષર હોય છે, જે AAA થી ZZZ સુધી હોઈ શકે છે.

Advertisment

ચોથો આંક

પાન કાર્ડ પરનો ચોથો અક્ષર ખૂબ જ મહત્વપૂર્ણ છે…

  • P- વ્યક્તિગત
  • F- પેઢી
  • C- કંપની
  • A- AOP(વ્યક્તિઓનું સંગઠન)
  • T- ટ્રસ્ટ
  • H- HUF(હિન્દુ અવિભાજિત પરિવાર)
  • B- BOI(વ્યક્તિઓનું જૂથ)
  • L- લોકલ, સ્થાનિક
  • J- કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ
  • G- સરકાર માટે

પાન કાર્ડ પરનો 5મો અંક

પાન કાર્ડ નંબરનો પાંચમો અંક મૂળાક્ષર છે. આ અંક પાન કાર્ડ ધારકની અટકનો પ્રથમ અક્ષર હોય છે. તે ફક્ત પાન કાર્ડ ધારક પર નિર્ભર હોય છે. નોંધનીય છે કે તેમાં ફક્ત ધારકનું છેલ્લું નામ જ દેખાય છે.

છેલ્લા 4 અંક

આ પછી પાન કાર્ડમાં 4 નંબર હોય છે. આ નંબરો 0001 થી 9999 સુધીના કોઈપણ હોઈ શકે છે. તમારા PAN કાર્ડમાંના આ નંબરો તે શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે જે હાલમાં આવકવેરા વિભાગમાં ચાલી રહી છે.

છેલ્લો નંબર

PAN કાર્ડ નો છેલ્લો અંક એક આલ્ફાબેટ ચેક ડિજિટ હોય છે, જે કોઈપણ અક્ષર હોઈ શકે છે.

PAN Card બિઝનેસ