PAN Aadhaar Card Link: આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકોને આવકવેરા વિભાગની ચેતવણી, 31 મે પહેલા પતાવી લો આ મહત્વપૂર્ણ કામ

PAN Aadhaar Card Link Status Check: આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક બાબતે આવકવેરા વિભાગે એક પોસ્ટમાં જણાવ્યું છે કે, ઉંચો દરે ટેક્સ ડિડક્શન થી બચવા માટે મહેરબાની કરીને 31 મે 2024 પહેલા આ કામ પતાવી દો.

Written by Ajay Saroya
May 28, 2024 21:01 IST
PAN Aadhaar Card Link: આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકોને આવકવેરા વિભાગની ચેતવણી, 31 મે પહેલા પતાવી લો આ મહત્વપૂર્ણ કામ
આધાર કાર્ડ સાથે લિંક ન કરવાથી પાન કાર્ડ નિષ્ક્રિય થઇ જાય છે. (Photo - @IncomeTaxIndia)

IT Department Notice For PAN Aadhaar Card Linking: આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવા જરૂરી છે. જો તમે તમારો PAN અને આધાર નંબર લિંક કર્યો નથી, તો આ મહત્વપૂર્ણ કામ હવે જરૂર કરીલો. આવકવેરા વિભાગે સૂચના આપી છે કે જેમણે 31 મે સુધીમાં તેમના PAN અને આધાર નંબરને લિંક કર્યા નથી, તેમને વધુ TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ – TDS) કપાતનો સામનો કરવો પડશે. આવકવેરા વિભાગે મંગળવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ચેતવણી આપી છે.

આવકવેરા વિભાગની સૂચના (IT Department Notice For PAN Aadhaar Card Link)

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે, જો તમે તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યા, તો ઉંચો દરે ટેક્સ ડિડક્શન થી બચવા માટે મહેરબાની કરીને 31 મે 2024 પહેલા આ કામ પતાવી દો. સંપૂર્ણ વિગતો માટે 23 એપ્રિલ 2024ના CBDTના પરિપત્ર નંબર 6/2024 જુઓ.

પાન-આધાર લિંક ન કરવાના ગેરફાયદા

જો તમે હજી સુધી તમારું પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કર્યું નથી, તો તમારું PAN નિષ્ક્રિય થઈ શકે છે. જો આવું થાય છે, તો તમારે ઘણુ નુકસાન સહન કરવું પડી શકે છે. દાખલા તરીકે :

  • તમારા PAN નંબર સાથે જોડાયેલા આવકવેરા ખાતામાં કોઈ આઇટી રિફંડની પ્રક્રિયા કરવામાં આવશે નહીં.
  • જો તમને PAN ફરીથી સક્રિય કર્યા પછી પછીથી રિફંડ મળે, તો પણ તમને PAN ઓપરેટિવ ન હોય તેટલા દિવસો માટે વ્યાજ મળશે નહીં.
  • આવકવેરા કાયદાના નિયમો અનુસાર, વધેલા દરો મુજબ તમારી પાસેથી TDC/TCS વસૂલ કરવામાં આવશે.
  • પાછલા મહિને જારી કરાયેલા પરિપત્રમાં, આવકવેરા વિભાગે કહ્યું હતું કે જો કરદાતા 31 મે, 2024 સુધીમાં તેના PAN અને આધારને લિંક કરે છે, તો ઓછી TDS કાપવાના મામલે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ડિપાર્ટમેન્ટે હવે રિમાઇન્ડર આપ્યું છે કે તમે આ સમયમર્યાદા પહેલા આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો.

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની રીત (Aadhar Card PAN Card Link Process)

તમે તમારા PAN કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ મોબાઇલ કે કોમ્પ્યુટર પરથી ઓનલાઈન સરળતાથી કરી શકો છો. અહીં જણાવેલા સ્ટેપ બાય સ્ટેપ પગલાં અનુસરી તમે ઘરે બેઠાં ઓનલાઇન પાન – આધાર કાર્ડ લિંક કરી શકો છો.

  • સૌથી પહેલા આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ, incometaxindiaefiling.gov.in પર જાઓ
  • વેબસાઇટ પર Quick Links સેક્શનમાં જાઓ અને Link Aadhaar નો વિકલ્પ પસંદ કરો
  • તમારો PAN અને આધાર નંબર ભર્યા પછી, Validate બટન પર ક્લિક કરો
  • તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડમાં જે નામ હોય તે બરાબર દાખલ કરો
  • હવે પછી Link Aadhaar બટન પર ક્લિક કરો
  • તમારા મોબાઈલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો અને Validate બટન પર ક્લિક કરો

Pan Card Number | Pan Number misuse | pan number misuse complaint | Permanent Account Number | Pan Card Download Online
પાન કાર્ડ / પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (Express Photo)

પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક સ્ટેટસ કેવી રીતે તપાસવું? (Aadhar Card Pan Card Link Status Check)

જો તમને ખબર નથી કે તમારો આધાર કાર્ડ અને PAN નંબર લિંક છે કે નહીં, તો તમે તેને ઓનલાઈન પણ ચેક કરી શકો છો. તમે અહીં જણાવેલા સ્ટેપ્સ ફોલો કરી તપાસ કરી શકો છો:

  • આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો: https://www.incometax.gov.in/iec/foportal/ અને Quick Links’ સેક્શનમાં Link Aadhaar Status પર ક્લિક કરો.
  • તમારો પાન કાર્ડ અને આધાર નંબર દાખલ કર્યા પછી, View Link Aadhaar Status બટન પર ક્લિક કરો.
  • યોગ્ય રીતે વેલિડેશન બાદ તમને સ્ક્રીન પર તમારા PAN અને આધાર કાર્ડ લિંકની સ્થિતિ જોવા મળશે.
  • જો તમને સ્ટેટસમાં દેખાય કે UIDAI હાલમાં તમારી રિક્વેસ્ટ પર પ્રોસેસ કરી રહ્યું છે. તેથી તમારે થોડા સમય પછી ફરીથી તમારા લિંકની સ્થિતિ તપાસવી પડશે.

આ પણ વાંચો | પાન કાર્ડનો દુરૂપયોગ થયો છે કે નહીં કેવી રીતે જાણવું, ક્યાં ફરિયાદ કરવી? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

31મી મે સુધીમાં SFT જમા કરવાનો નિર્દેશ

એક અલગ સોશિયલ મીડિયા પોસ્ટમાં, આવકવેરા વિભાગે બેંકો અને ફોરેક્સ ડીલર જેવી રિપોર્ટિંગ સંસ્થાઓને દંડથી બચવા માટે 31 મે સુધીમાં સ્ટેટમેન્ટ ઑફ સ્પેસિફાઇડ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ (SFT) સબમિટ કરવા નિર્દેશ આપ્યો છે. આ પોસ્ટમાં આવકવેરા વિભાગે લખ્યું છે કે, SFT ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 મે 2024 છે. યોગ્ય સમયે SFT ફાઇલ કરો અને દંડથી બચો. બેંકો, ફોરેક્સ ડીલરો, સબ-રજીસ્ટ્રાર, NBFC, પોસ્ટ ઓફિસ, બોન્ડ/ડિબેન્ચર જારી કરતી સંસ્થાઓ, મ્યુચ્યુઅલ ફંડના ટ્રસ્ટીઓ અને ડિવિડન્ડની ચુકવણી અથવા શેર બાયબેક કરતી કંપનીઓ ઉપરાંત, SFT રિટર્ન ફાઇલ કરવું પણ ફરજિયાત છે. SFTમાં, આ સંસ્થાઓએ ચોક્કસ નાણાકીય વ્યવહારોની વિગતો આપવી પડશે. જો આમ કરવામાં વિલંબ થશે તો દંડ ભરવો પડશે. આવકવેરા વિભાગ SFT રિટર્ન દ્વારા લોકોના ઉચ્ચ મૂલ્યના વ્યવહારો પર પણ નજર રાખે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ