PAN Cancellation: મૃતકનું PAN કાર્ડ રદ કરવું કેમ જરૂરી છે? આ માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે

Pan Card Deactivation: પાન કાર્ડ ભારતમાં બહુ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. તમારા મનમાં એક સવાલ થતો હશે કે વ્યક્તિના મૃત્યુ કાર્ડ પાન કાર્ડ રદ કરાવવું જરૂરી છે કે નહીં. ચાલો આ વિશે વિગતવાર જાણીયે

Pan Card Deactivation: પાન કાર્ડ ભારતમાં બહુ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે. તમારા મનમાં એક સવાલ થતો હશે કે વ્યક્તિના મૃત્યુ કાર્ડ પાન કાર્ડ રદ કરાવવું જરૂરી છે કે નહીં. ચાલો આ વિશે વિગતવાર જાણીયે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pan card 10 characters | pan card 10 characters meaning | pan card

PAN Card 10 Characters Meaning : પાન કાર્ડ પર છપાયેા 10 આંકડામાં મહત્વપૂર્ણ જાણકારી હોય છે. (Photo: PayRupik)

PAN Card Surrender: પાન કાર્ડ ભારતમાં રહેતા વ્યક્તિ માટે એક મહત્વપૂર્ણ માન્ય દસ્તાવેજ છે. પાન કાર્ડ બેંકમાં ખાતું ખોલાવવા અને ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા સહિત ઘણા કામકાજ માટે પાન કાર્ડ મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. તમારા મનમાં એક સવાલ થતો હશે કે વ્યક્તિના મૃત્યુ કાર્ડ પાન કાર્ડ રદ કરાવવું જરૂરી છે કે નહીં. તમને જણાવી દઇયે કે, વ્યક્તિના મૃત્યુ પછી તેના નામે જારી કરાયેલા દસ્તાવેજોને નિષ્ક્રિય કરવું એ એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, અને આમાં પાન કાર્ડનો પણ સમાવેશ થાય છે.

Advertisment

મૃતક વ્યક્તિનું પાન કાર્ડ રદ કરવું કેમ જરૂરી છે?

મૃતકનું પાન કાર્ડ રદ કરવું કાયદેસર રીતે ફરજિયાત ન હોવા છતાં, આમ ન કરવાથી ભવિષ્યમાં કર છેતરપિંડી, ગેરકાયદેસર વ્યવહારો અથવા ઓળખનો દુરુપયોગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. કાનૂની કાર્યવાહીનું જોખમ પણ રહેલું છે. તેથી, તે પરિવારના સભ્યો માટે એક મહત્વપૂર્ણ જવાબદારી બની જાય છે. આ લેખમાં, આપણે જાણીશું કે મૃતકનું પાન કાર્ડ રદ કરવું શા માટે જરૂરી છે, આ માટે કયા દસ્તાવેજો જરૂરી છે અને કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

મૃત્યુ પછી પાન કાર્ડ કેમ રદ કરવું જરૂરી છે?

મૃતક વ્યક્તિની ફાઈનાન્સિયલ આઈડેન્ટિટીનું રક્ષણ કરવા માટે.

મૃતકના બેંક અને ડીમેટ ખાતા બંધ કરવા.

મૃતકના નાણાકીય વારસાને હકદાર વારસદારને ટ્રાન્સફર કરવા.

પાન કાર્ડનો દુરુપયોગ અટકાવવા માટે

ભવિષ્યમાં આવકવેરા વિભાગ તરફથી કોઈ સૂચના ટાળવા માટે.

બેંક ખાતું ખોલાવવા કે લોન લેવા જેવી છેતરપિંડી અટકાવવા માટે.

પાન કાર્ડ રદ કરતી વખતે, કાયદેસરના વારસદારે ધ્યાનમાં રાખવું જોઈએ કે મૃતકનું છેલ્લું આવકવેરા રિટર્ન પણ ફાઇલ કરવું પડશે. આ કાર્ય પૂર્ણ કર્યા પછી જ પાન રદ કરવા માટે અરજી કરો.

આ પણ વાંચો | પાન કાર્ડની મદદથી બાકીની લોન કેવી રીતે ચકાસવી? આ 3 ખાસ ટિપ્સથી જાણો તમામ માહિતી

Advertisment

પાન કાર્ડ રદ કરતી વખતે આ દસ્તાવેજો જરૂરી

  • મૃતક વ્યક્તિનું મૂળ પાન કાર્ડ.
  • મૃત્યુ પ્રમાણપત્રની નકલ.
  • પાન કાર્ડ રદ કરવા માટેની અરજી.
  • અરજદાર (કાનૂની વારસદાર) ના પાન કાર્ડની નકલ.
  • મૃતક સાથેના સંબંધને સાબિત કરતો પુરાવો જેમ કે કાનૂની વારસદાર
  • પ્રમાણપત્ર, આધાર કાર્ડ અથવા વસિયતનામુ.
PAN Card બિઝનેસ