PAN Card Limit: રોકડ જમા કરવા અને મકાન વાહન ખરીદવા માટે પાન કાર્ડ લિમિટ વધી, જાણો નવા નિયમ

Income Tax Rules For Pan Card Disclosure Limit : આવકવેરા કાયદા 2026માં રોકડ જમા કરવા, ઘર - ઓફિસ જેવી પ્રોપર્ટી અને કાર ખરીદવા માટે પાન કાર્ડ લિમિટ વધારવામાં આવી છે. હાલ બેંકમાં 50 હજાર થી વધુ રકમ જમા કરાવવા પર પાન કાર્ડ રજૂ કરવું પડે છે.

Income Tax Rules For Pan Card Disclosure Limit : આવકવેરા કાયદા 2026માં રોકડ જમા કરવા, ઘર - ઓફિસ જેવી પ્રોપર્ટી અને કાર ખરીદવા માટે પાન કાર્ડ લિમિટ વધારવામાં આવી છે. હાલ બેંકમાં 50 હજાર થી વધુ રકમ જમા કરાવવા પર પાન કાર્ડ રજૂ કરવું પડે છે.

author-image
Ajay Saroya
New Update
PAN Card | pan card download | pan card number

PAN Card : પાન કાર્ડ Photograph: (Canva)

Income Tax Rules For Pan Card Disclosure Limit : આવકવેરા નિયમો 2026ના ડ્રાફ્ટમાં કેટલાક વિશેષ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. તેમા વાહન ખરીદતી વખતે, બેંકમાં રોકડ જમા કરાવતી વખતે અથવા ઉપાડતી વખતે પાન કાર્ડ રજૂ કરવાની લિમિટ વધારવામાં આવશે. આ સિવાય એમ્પ્લોયર દ્વારા કર્મચારીને આપવામાં આવતી સુવિધાઓ સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. ઉપરાંત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી) જેવા વર્ચ્યુઅલ ડિજિટલ પેમેન્ટને નોન-કેશ કેટેગરીમાં સામેલ કરવામાં આવશે.

Advertisment

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ નવા આવકવેરા અધિનિયમ, 2025 (જે 1 એપ્રિલ, 2026થી અમલમાં આવશે) અનુસાર જાહેર સૂચનો માટે ડ્રાફ્ટ નિયમો અને ફોર્મ બહાર પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હિતધારકોના પ્રતિસાદ બાદ સીબીડીટી માર્ચના પ્રથમ અઠવાડિયામાં અંતિમ નિયમો અને ફોર્મ જાહેર કરી શકે છે.

જો કોઈ વ્યક્તિ નાણાકીય વર્ષમાં એક કે તેનાથી વધુ બેંક ખાતામાં કુલ 10 લાખ રૂપિયા અથવા તેથી વધુ રોકડ જમા કરે છે અથવા ઉપાડે છે તો પાન કાર્ડની વિગત રજૂ કરવી ફરજિયાત છે. હાલના નિયમ મુજબ, જો તમે બેંક, કંપની અથવા કો-ઓપરેટિવ બેંકમાં એક દિવસમાં 50,000 રૂપિયાથી વધુ રોકડ જમા કરો છો તો પાન કાર્ડ બતાવવું જરૂરી છે.

તેવી જ રીતે વાહન ખરીદવાના કિસ્સામાં (બાઇક સ્કૂટર સહિત) પાન જાહેર કરવાની મર્યાદા 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. હાલના આવકવેરા નિયમો હેઠળ, મોટરબાઇક અથવા ટુ વ્હીલર સિવાયના વાહનના ખરીદ વેચાણ માટે પાન કાર્ડ દેખાડવું જરૂરી છે.

Advertisment

હોસ્પિટાલિટી સેક્ટરમાં, હોટલ અથવા રેસ્ટોરન્ટના બિલ, અથવા કન્વેન્શન સેન્ટર અથવા બેન્ક્વેટ હોલ અથવા ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલા વ્યક્તિને 1 લાખ રૂપિયાથી વધુની ચુકવણી કરવા માટે પાન કાર્ડની વિગત આપવી આવશ્યક બનશે. હાલના નિયમો અનુસાર, હોટલ અથવા રેસ્ટોરન્ટના બિલના કિસ્સામાં 50,000 રૂપિયાથી વધુની ચુકવણી પર પાન કાર્ડ આપવું પડે છે.

ઘર, મકાન કે ઓફિસ જેવી પ્રોપર્ટી ખરીદવા માટે પણ પાન કાર્ડની વિગત આપવી જરૂરી છે. જો ટ્રાન્ઝેક્શન કોસ્ટ 20 લાખ રૂપિયાથી વધુ છે, તો કોઈપણ સ્થાવર સંપત્તિનું ખરીદ - વેચાણ અથવા ભેટ અથવા જોઇન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટના કિસ્સામાં પાન કાર્ડની વિગત આપવાની જરૂર પડશે. હાલ આ મર્યાદા 10 લાખ રૂપિયા છે.

એમ્પ્લોયર દ્વારા અપાતા લાભોના મૂલ્યમાં વધારો કરવાનો પ્રસ્તાવ

ઇન્કમ ટેક્સ એક્ટ ડ્રાફ્ટમાં એમ્પ્લોયરો દ્વારા આપવામાં આવતા લાભોનું મૂલ્ય વધારવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બજારની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને, સરકારી વાહનો અને ફ્રી મીલ માટે કરમુક્ત લાભોનું મૂલ્ય વધારવાનો પ્રસ્તાવ છે.

એમ્પ્લોયર દ્વારા કર્મચારીને આપવામાં આવતા મફત ભોજન અને નોન આલ્કોહોલિક ડ્રિંક્સ માટે, બેનિફિટ વેલ્યુ 200 રૂપિયા પ્રતિ ભોજન નક્કી કરવામાં આવી છે. મોટર કાર મામલે 1.6 લિટરથી ઓછી ક્ષમતાવાળી કાર માટે દર મહિને 8,000 રૂપિયા મળશે, જ્યારે અન્ય માટે ડ્રાઇવર ભથ્થું સહિત 10,000 રૂપિયા પ્રતિ માસ મળશે.

ડ્રાફ્ટ નિયમોમાં હાઉસ રેન્ટ એલાઉન્સ (એચઆરએ) ક્લેમ કરવા હેતુ બેંગલુરુ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદનો સમાવેશ કરવા માટે કેટેગરી 1 મેટ્રોપોલિટન શહેરોની યાદી પણ લંબાવવામાં આવી છે. હાલમાં આ યાદીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈના ચાર મહાનગરોનો સમાવેશ થાય છે.

વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર, નવા નિયમો ક્રિપ્ટો એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ માટે રિપોર્ટિંગ અને ડ્યુ-ડિલિજન્સ જવાબદારીઓની દરખાસ્ત કરે છે.

CBDTએ જણાવ્યું હતું કે ડ્રાફ્ટ આવકવેરા નિયમો, 2026માં અગાઉના 511 નિયમોની સામે 333 નિયમો છે, જ્યારે બિનજરૂરી બાબતોને દૂર કરાઇ છે અને જ્યાં પણ શક્ય હોય ત્યાં નિયમો એકસાથે જોડવામાં આવે છે. ડ્રાફ્ટ રૂલસ અને ફોર્મ 22 ફેબ્રુઆરી સુધી 15 દિવસ માટે પબ્લિક ડોમેનમાં રહેશે.

Disclaimer : આ લેખમાં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી આપવાનો છે અને તેને નાણાકીય રોકાણની સલાહ તરીકે ગણવી જોઈએ નહીં. જો કોઇ સમસ્યા કે સવાલ હોય નાણાકીય સલાહકારની સલાહ લેવી.

ટેક્સ ઇન્કમ ટેક્ષ બિઝનેસ