scorecardresearch

પાન કાર્ડ નહીં હોય તો ફિક્સ્ડ ડિપોઝિટ પર ડબલ ટેક્સ કપાશે, TDS રિફંડ નહીં મળે : જાણો ઇન્કમ ટેક્સનો નિયમ

TDS on FD Interest Income: જો તમે બેંકમાં PAN કાર્ડની વિગતો આપી નથી તો ફિક્સ્ડ ડિપોઝિટમાંથી થતી વ્યાજની કમાણી પર 10% ને બદલે 20% TDS કાપવામાં આવશે.

PAN card
જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી છે, તો તમારે તેમાંથી થતી વ્યાજ કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે.

જો PAN કાર્ડ (PAN) અને આધાર કાર્ડને લિંક કરવાની ડેડલાઇન 30 જૂન, 2023 સુધીમાં લંબાવવામાં આવી છે. જો પાન-આધાર કાર્ડને આ સમયગાળા સુધીમાં લિંક નહીં કરવામાં તો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર મળતું રિટર્ન ગુમાવવાની પણ નોબત આવી શકે છે. ઉપરાંત તમે 50,000 રૂપિયાથી વધારે રકમની બેંક એફડી પણ કરાવી શકશો નહીં. આથી માન્ય પાન કાર્ડ હોવું જરૂરી છે. જો 30 જૂન, 2023 સુધીમાં પાન કાર્ડ – આધાર કાર્ડને લિંક નહીં તો તેની માન્યતા રદ થઇ જશે અને તેનો ઉપયોગ કરી શકશો નહીં.

હકીકતમાં PAN કાર્ડ અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 થી વધારીને 30 જૂન 2023 કરવામાં આવી છે. હવે તમે 1000 રૂપિયાનો દંડ ચૂકવીને 30 જૂન 2023 સુધી લિંક કરી શકો છો. દંડ વગર પાન-આધાર કાર્ડને લિંક કરવાની તારીખ 30 જૂન 2022 હતી.

બેંક FD માટે PAN કાર્ડ શા માટે જરૂરી છે

સામાન્ય રીતે બેંકમાં હાલ 50,000 રૂપિયા કે તેનાથી વધારે જમા-ઉપાડ માટે પાન કાર્ડ જરૂરી છે. હાલ બેંક એકાઉન્ટ ખોલાવવા માટે પાન કાર્ડ જરૂરી બની ગયુ છે ત્યારે જો તમે 50,000થી વધારે અથવા કોઇ એક નાણાંકીય વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધારે રકમની ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી કરાવો છો ત્યારે FD એકાઉન્ટ ખોલાવવા માટે PAN કાર્ડ જરૂરી છે. કોઇ પણ સરકારી, ખાનગી કે સહકારી બેંક, ફાઇનાન્સિયલ કંપની, પોસ્ટ ઓફિસમાં અથવા નોન-બેંકિંગ નાણાકીય કંપનીમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવતી વખતે તમને PAN કાર્ડની ફરજિયાત જરૂર પડશે.

જો PAN કાર્ડ નહીં હોય ઉંચો TDS કપાશે

જો તમે ફિક્સ્ડ ડિપોઝિટ કરાવી છે, તો તમારે તેમાંથી થયેલી કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. આવકવેરા અધિનિયમની કલમ 194A અનુસાર, જો ફિક્સ્ડ ડિપોઝિટ માંથી વ્યાજની કમાણી એક વર્ષમાં 10,000 રૂપિયા કરતાં વધી જાય તો TDS 10%ના દરે કાપવામાં આવે છે. પરંતુ જો તમે બેંકમાં PAN ની વિગતો આપી નથી, તો 20 ટકા TDS કાપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સિનિયર સિટીઝનને આ મામલે ઘણી રાહત આપવામાં આવી છે અને તે મુજબ સિનિયર સિટીઝન માટે ફિક્સ્ડ ડિપોઝિટમાંથી થતી વાર્ષિક 50,000 રૂપિયા સુધીની વ્યાજ કમાણી કરમુક્ત છે. તમારી FD વ્યાજ પર કેટલો TDS કાપવામાં આવ્યું છે, તે જાણવા માટે ફોર્મ 16A જોવામાં આવે છે. ફિક્સ્ડ ડિપોઝિટનું ત્રિમાસિક ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ બેંક દ્વારા જારી કરવામાં આવે છે, જેનાથી તમે TDS કપાત વિશે જાણી શકો છો.

TDS સર્ટિફિકેટ પણ મળશે નહીં

CBDTના પરિપત્ર નંબર 03/11 અનુસાર, PAN નહી હોય તો TDS સર્ટિફિકેટ મળશે નહીં. જો ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર ટીડીએસ કાપવામાં આવ્યું છે, તો તે રિફંડ મેળવવા માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવું પડશે. તમે બેંકમાં PAN કાર્ડ સબમિટ કર્યો ન હોવાથી. આથી જ્યારે TDS રિટર્ન ફાઇલ થશે ત્યારે બેંક ‘PAN ઉપલબ્ધ નથી’ એવું બતાવશે. આવા કિસ્સામાં FD પર કાપવામાં આવેલું TDS ફોર્-મ 26ASમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં તમે TDS રિફંડનો ક્લેમ કરી શકતા નથી.

Web Title: Pan card manadatory fixed deposit interest income tds refund

Best of Express