પાન કાર્ડનો દુરૂપયોગ થયો છે કે નહીં કેવી રીતે જાણવું, ક્યાં ફરિયાદ કરવી? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Pan Number Misuse Complaint Online : પાન કાર્ડ નંબરનો તમારી જાણ બહાર દુરૂપયોગ થવાનું જોખમ હોય છે. જાણો પાન નંબરનો ખોટી રીતે દુરૂપયોગ થઇ રહ્યો છે કે નહીં અને આ વિશે ક્યાં ફરિયાદ કરવી

Written by Ajay Saroya
April 11, 2024 15:39 IST
પાન કાર્ડનો દુરૂપયોગ થયો છે કે નહીં કેવી રીતે જાણવું, ક્યાં ફરિયાદ કરવી? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
પાન કાર્ડ / પર્મેનન્ટ એકાઉન્ટ નંબર (Express Photo)

How To File Complaint Online Pan Number Misuse : પાન કાર્ડ બહુ ઉપયોગી દસ્તાવેજ છે. પાન કાર્ડ બેંક ખાતું ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા સહિત વિવિધ કામગીરીમાં જરૂરી ડોક્યુમેન્ટ છે. તમારે પણ આવા હેતુઓ માટે ઘણી જગ્યાએ તમારો પાન નંબર અથવા પાન કાર્ડની નકલ આપવી પડી હશે. PAN વિગતો ઘણી જગ્યાએ શેર કરવામાં આવતી હોવાથી, તે ખોટા હાથમાં જવાની અને PAN ધારકની જાણ વિના તેનો દુરુપયોગ થવાની સંભાવનાને રહે નહીં.

આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે, જેમાં કોઈ વ્યક્તિના પાન નંબરનો તેની જાણ વગર દુરુપયોગ કરવામાં આવ્યો હોય. તેમા પાન કાર્ડના આધારે ક્રેડિટ કાર્ડ મેળવવાથી લઈને લોન મંજૂર થવી, એચઆરએ એક્ઝમ્પ્શનનો દાવો કરવા સુધીના ઘણા પ્રકારના છેતરપિંડીઓનો સમાવેશ થાય છે. એવા અહેવાલો પણ આવ્યા છે કે સાયબર ગુનેગારો લોકપ્રિય ખેલાડીઓ અને અભિનેતાઓના પાન કાર્ડની વિગતોનો ઉપયોગ તેમના નામે જારી કરાયેલા ક્રેડિટ કાર્ડ્સ મેળવવા માટે કર્યો છે.

પાન નંબરના દુરુપયોગની ખબર કેવી રીતે પડશે

જો તમને શંકા હોય કે તમારા PAN નંબરનો દુરુપયોગ થઈ શકે છે અથવા થઈ રહ્યો છે, તો સંભવિત નુકસાનને ટાળવા અથવા ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. પરંતુ સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે આવું થઈ રહ્યું છે કે નહીં? સવાલ એ પણ છે કે જો કોઈ તમારી જાણ વગર તમારા પાન નંબરનો દુરુપયોગ કરી રહ્યું છે તો તમને તેની ખબર કેવી રીતે પડશે?

PAN ના દુરુપયોગ વિશે માહિતી કેવી રીતે મેળવવી?

તમારા બેંક સ્ટેટમેન્ટ અને ક્રેડિટ કાર્ડ બિલ સહિત તમામ નાણાકીય વિગતો પર સતત નજર રાખો. કોઈ બેંક ટ્રાન્ઝેક્શન થઇ રહ્યો છે કે જેના વિશે તમે જાણતા નથી તે જોવા માટે સતત નજર રાખો.

તમારી ક્રેડિટ રિપોર્ટનું નિરીક્ષણ કરો. સિબિલ અથવા અન્ય કોઈ ક્રેડિટ બ્યુરો પાસેથી તમારો ક્રેડિટ રિપોર્ટ મેળવો.

જો કોઈ શંકાસ્પદ અથવા અનધિકૃત ટ્રાન્ઝેક્શનની શંકા હોય, તો ક્રેડિટ બ્યુરો, સંબંધિત બેંક અથવા નાણાકીય સંસ્થાનો સંપર્ક કરો.

તમારું ઈન્કમ ટેક્સ એકાઉન્ટ તપાસો. આ માટે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારા પાન કાર્ડની વિગતોનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો. તમારું ટેક્સ ફાઈલિંગમાં તેમા કોઇ ભૂલ અથવા અનધિકૃત ફેરફારા થયા છે કે નહીં તે તપાસ કરો.

તમે તમારા ફોર્મ 26AS ની વિગતો પણ ચકાસી શકો છો કે શું તમારા નામે કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન નોંધાયેલ છે કે જેના વિશે તમે જાણતા નથી.

પાન કાર્ડ નંબરનો દુરૂપયોગ થયાની ફરિયાદ ક્યા કરવી?

જો તમે તમારા સ્ટેટમેન્ટ્સ, એકાઉન્ટ્સ અથવા આવકવેરાની વિગતો તપાસો ત્યારે તમને કોઈ છેતરપિંડી અથવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય, તો તરત જ તમારી બેંક અથવા નાણાકીય સંસ્થાને જાણ કરો. તેઓ મામલાની તપાસ કરીને તમને મદદ કરી શકે છે. જો તમારી પાસે પાન કાર્ડના દુરુપયોગના પુરાવા છે, તો તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. તેઓ તમને પોલીસ તરફથી મદદ કરશે એટલું જ નહીં પરંતુ આગળની કાર્યવાહીમાં તમારી કાનૂની સ્થિતિને પણ મજબૂત બનાવશે. આ સાથે, તમારે તમારા પાન કાર્ડ ના શંકાસ્પદ દુરુપયોગની જાણ કરવા માટે આવકવેરા વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ. આ માટે તમે તેમની કસ્ટમર કેર હેલ્પલાઈનની મદદ લઈ શકો છો.

પાન કાર્ડ નંબરનો દુરૂપયોગ ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરવી?

પગલું 1 : TIN NSDLના સત્તાવાર પોર્ટલની મુલાકાત લો

પગલું 2 : હોમ પેજ પર કસ્ટમર કેર સેક્શનમાં જાઓ, જેમાં એક ડ્રોપ-ડાઉન મેનૂ ખોલશે

પગલું 3 : ડ્રોપ-ડાઉન મેનૂ પર જાઓ અને ‘કમ્પ્લેઇન્ટ્સ/ક્વેરીઝ’ (Complaints/ Queries) પર ક્લિક કરો. આમ કરવાથી ફરિયાદનું ફોર્મ ખુલશે

પગલું 4 : કમ્પ્લેઇન ફોર્મમાં જરૂરી વિગત દાખલ કરો. કેપ્ચા કોડ દાખલ કરો અને ‘સબમિટ’ પર ક્લિક કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ