PAN Card Update: પાન કાર્ડમાં એડ્રેસ અપડેટ કેવી રીતે કરવું? જાણો ઓનલાઇન પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ

PAN Card Correction/Update Online: પાન કાર્ડમાં ભલે સરનામાની વિગત છપાયેલી ન હોય, તેમ છતાં જો તમે મકાન બદલ્યું છે તો એડ્રેસ અપડેટ કરાવવું જરૂરી છે. પાન કાર્ડ ઇન્કમ ટેક્સ રિટર્ન, બેંક ખાતું ખોલાવવા, ટેક્સ રિફંડ, કેવાયસી જેવા ઘણા કામકા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવ છે.

Written by Ajay Saroya
July 14, 2025 15:48 IST
PAN Card Update: પાન કાર્ડમાં એડ્રેસ અપડેટ કેવી રીતે કરવું? જાણો ઓનલાઇન પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ
PAN Card Update: પાન કાર્ડમાં વિગતમાં કોઇ ભૂલ હોય કે મકાનનું બદલ્યું હોય તો સરનામું અપડેટ કરવું જરૂરી છે. (Photo: @IndianTechGuide)

How To Change Address In PAN Card Online : પાન કાર્ડ (Permanent Account Number) આધાર કાર્ડ જેમ એક મહત્વપૂર્ણ સરકાર માન્ય દસ્તાવેજ છે. પાન કાર્ડનો ઉપયોગ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા, બેન્ક ખાતું ખોલાવવા, કેવાયસી સહિત વિવિધ નાણાકીય કામકાજ માટે કરવામાં આવે છે. પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે, જેના પર 10 આંકડાનો આલ્ફાન્યૂમેરિક આઈડેન્ટીફિકેશન નંબર હોય છે. આ પાન કાર્ડમાં વ્યક્તિની માહિતી હોય છે. આવી સ્થિતિમાં પાન કાર્ડની જાણકારીમાં કોઇ ભૂલ હોય કે સરનામું બદલવાનું હોય તો અપડેટ કરવું જરૂરી છે. પછી ભલેને પાન કાર્ડ પર સરનામું ન છપાતું હોય તો પણ.

પાન કાર્ડમાં સરનામું અપડેટ કરવું કેમ જરૂરી છે?

પાન કાર્ડ પર વ્યક્તિનું નામ, ફોટો અને 10 આંકડાનો નંબર હોય છે, સરનામાંની વિગત હોતી નથી. પરંતુ તમારા રજિસ્ટર્ડ એડ્રેસનો ઉપયોગ ઘણી જગ્યાએ થાય છે. જેમ કે સરકારી નોટીસ, બેંક પત્રવ્યવહાર, ટેક્સ રિફંડ અને કેવાયસી વેરિફિકેશન. જો તમે ઘર બદલ્યું છે અથવા કોઇ કારણસર નવા સ્થળે રહેવા ગયા છો, તો પાન કાર્ડમાં વિગત અપડેટ કરવૂ જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઇ મુશ્કેલ પડે નહીં.

ઓનલાઇન એડ્રેસ અપડેટ કરવાની પ્રક્રિયા

પાન કાર્ડ સાથે લિંક એડ્રેસ ઓનલાઇન અપડેટ કરી શકાય છે. આ સુવિધા Protean eGov Technologies (અગાઉ NSDL) ની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. અપડેટની કામગીરી 3 તબક્કામાં કરવાની હોય છે. ફોર્મ ભરવું, ડોક્યુમેન્ટ સબમીટ કરો અને વેરિફિકેશન.

ઓનલાઇન ફોર્મ ભરો

તમારા મોબાઇલ કે કોમ્પ્યુટરમાં www.tin-nsdl.com વેબસાઇટ ઓપન કરોહવે Changes or Correction in existing PAN Data સેક્શનમાં Apply Now પર ક્લિક કરોત્યાર પછી Pan Change/Reprint વિકલ્પ પસંદ કરો અને વિગત દાખલ કરોફોર્મ સબમીટ કરશો ત્યારે તમને એક ટોકન નંબર મળશે, તેને ડાયરીમાં નોંધી લો

ડોક્યુમેન્ટ સબમીટ કરો

ડોક્યુમેન્ટ સબમીટ કરવા માટે 3 વિકલ્પ ઉપલબ્ધ છે :

  • સંપૂર્ણપણે ઓનલાઇન(Aadhaar OTP અને eSign મારફતે)
  • સ્કેન કરાયેલી ઇમેજ અપલોડ કરો
  • ફિઝિકલ ડોક્યુમેન્ટ પોસ્ટ કરો
  • જો તમે ફિઝિકલ ડોક્યુમેન્ટ મોકલવા માંગો છો તો, આ સરમાના પર મોકલો :

Income Tax PAN Services Unit,Protean eGov Technologies Limited,4th Floor, Sapphire Chambers, Baner Road, Baner, Pune – 411045

વિગત અપડેટ કરો

  • આધાર કાર્ડના અંતિમ ચાર આંકડા દાખલ કરો
  • જે વિગત બદલવાની છે, તે સિલેક્ટ કરો અને સાચી વિગત દાખલ કરો
  • નવું એડ્રેસ, મોબાઇલ અને ઇમેલની વિગત દાખલ કરો
  • એડ્રેસ પ્રુફ અને પાન કાર્ડની સ્કેન કરેલી કોપી અપલોડ કરો

વેરિફિકેશન અને પેમેન્ટ ચૂકવો

  • સેલ્ફ ડિક્લરેશન આપો અને ફોર્મ વેરિફાઇ કરો
  • ફોટો અને સિગ્નેચર અપલોડ કરો (ફોર્મ અનુસાર)
  • આધાર નંબર મારફતે OTP વેરિફિકેશન કરો
  • ઓનલાઇન પેમેન્ટ કરો અને ટ્રાન્ઝેક્શન રિસિપ્ટ ડાઉનલોડ કરો
  • છેલ્લે eSign ઓપ્શનથી પ્રક્રિયા પૂર્ણ કરો
  • acknowledgment સ્લિપ ડાઉનલોડ કરો
  • પાસવર્ડ : તમારી જન્મ તારીખ DD/MM/YYYY ફોર્મેટમાં)

અપડેટ માટે ક્યા દસ્તાવેજ જરૂરી છે?

  • પાન કાર્ડની નકલ
  • ઓળખપત્ર (આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર ઓળખપત્ર)
  • નવા સરનામાનો પુરાવો (લાઇટ બિલ, ટેક્સ બિલ, બેંક સ્ટેટમેન્ટ વગેરે)
  • બર્થ સર્ટિફિકેટ (ધોરણ 10ની માર્કશીટ / જન્મ પ્રમાણપત્ર)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ