Utility News : પાસપોર્ટમાં ફેરફાર હંમેશાં એક જટિલ પ્રક્રિયા રહી છે. તેમાં જીવનસાથીનું નામ ઉમેરવા માટે લોકોને લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડતો હતો અને નોંધણી પણ કરાવવી પડતી હતી. આ દરમિયાન લોકોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવે સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે. આ કારણે હવે તમે મેરેજ સર્ટિફિકેટ વગર પણ પાસપોર્ટમાં તમારા જીવનસાથીનું નામ જોડી શકશો.
પાર્ટનરનું નામ ઉમેરવાની પ્રક્રિયામાં ફેરફાર કરતી વખતે એવું કહેવામાં આવ્યું છે કે હવે લોકોએ માત્ર પોતાના પાર્ટનર સાથે એક ફોટો શેર કરવાનો રહેશે, જેના પર બંનેના હસ્તાક્ષર હશે. તેને માત્ર સેલ્ફ સર્ટિફાઇડ મેરેજ સર્ટિફિકેટના રૂપમાં જ મહત્વ આપવામાં આવશે. તેના આધારે જ પાસપોર્ટમાં પતિ તે પત્નીનુ નામ જોડવામાં આવશે.
વિદેશ મંત્રાલયે Annexure J નો વિકલ્પ આપ્યો
વિદેશ મંત્રાલય દ્વારા Annexure J નો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ઓપ્શનમાં જઈને તમે લગ્નનો તમારો ફોટો કે પછી કોઈ જોઈન્ટ ફોટો અપલોડ કરશો અને તેના પર બંનેની જોઈન્ટ સિગ્નેચર હશે તો તેને મેરેજ સર્ટિફિકેટ માનવામાં આવશે.
આ પણ વાંચો – Moto G Stylus 2025 સ્માર્ટફોનથી પડદો ઉંચકાયો, 5000mAh બેટરી અને AI ફિચર્સ, જાણો કિંમત
નોંધપાત્ર વાત એ છે કે લગ્નની નોંધણી એ એક લાંબી પ્રક્રિયા છે, જેના કારણે લોકો અટવાયેલા રહે છે. આવી સ્થિતિમાં જ્યારે નોકરી અથવા ટ્રાન્સફર પોસ્ટિંગને કારણે પાસપોર્ટની જરૂર પડે છે, ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલા માટે વિદેશ મંત્રાલયે પાસપોર્ટમાં પતિ તે પત્નીનું નામ ઉમેરવા માટે વિદેશ મંત્રાલયે મેરેજ સર્ટિફિકેટની બાધ્યતાને ખતમ કરી દીધી છે.
લોકોને ફાયદો થશે
દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં લોકો લગ્ન બાદ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરે છે, પરંતુ ઘણા નાના શહેરો કે ગામડામાં આવું નથી, પરંતુ જ્યારે પાસપોર્ટની જરૂર પડે છે ત્યારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં વિદેશ મંત્રાલયના નવા નિર્ણયથી આ લોકોને સૌથી વધુ ફાયદો થવાનો છે.





