બાબા રામદેવની પતંજલિએ માત્ર 14000 માં ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું? જાણો હકીકત

Patanjali Electric Scooter : છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર સમાચાર આવી રહ્યા છે કે પતંજલિ પોતાનું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લઇને આવી રહ્યું છે. પતંજલિ બ્રાન્ડ જે દવાઓ, સાબુ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. શું તે ખરેખર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી રહ્યું છે? આવો જાણીએ...

Patanjali Electric Scooter : છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર સમાચાર આવી રહ્યા છે કે પતંજલિ પોતાનું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લઇને આવી રહ્યું છે. પતંજલિ બ્રાન્ડ જે દવાઓ, સાબુ જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. શું તે ખરેખર ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી રહ્યું છે? આવો જાણીએ...

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Patanjali Electric Scooter | Patanjali EV | Patanjali Electric Scooter News

Patanjali Electric Scooter : પતંજલિ ઇલેક્ટ્રિક સ્કૂટરની વાયરલ તસવીર. (Photo: Social Media)

Patanjali Electric Scooter : ઇલેક્ટ્રિક વાહન ભારતમાં લોકપ્રિય થઇ રહ્યા છે. ઘણી કંપનીઓ નવા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ થઇ રહ્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર એવા અહેવાલો આવી રહ્યા છે કે પતંજલિએ પોતાનું ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર લોન્ચ કર્યું છે. પતંજલિ બ્રાન્ડને કોઈ પરિચયની જરૂર નથી, આ કંપની આયુર્વેદિક પ્રોડક્ટ, દવાઓ, સાબુ જેવા ઉત્પાદનો બનાવે છે.

Advertisment

Patanjali Electric Scooter : પતંજલિ ઇલેક્ટ્રિક સ્કૂટર

હવે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે કે યોગ ગુરુ બાબા રામદેવ, જે પતંજલિ બ્રાન્ડનો ચહેરો છે, તે ઇલેક્ટ્રિક સ્કૂટર પર આપણા ટીવી સ્ક્રીન પર દેખાય છે અને તેના વિશેષ ફીચર્સ અને વિશિષ્ટતાઓ સમજાવે છે કે નહીં.

આ મહિનાની શરૂઆતમાં કેટલીક વેબસાઈટે પતંજલિના ઈ સ્કૂટર વિશે કેટલીક માહિતી શેર કરી હતી. વેબસાઈટ EVMechanica એ પતંજલિ ઈ-સ્કૂટર વિશે કેટલીક વિગતો શેર કરી છે.

મહત્તમ રેન્જ : 440 કિમી
બેટરીનો પ્રકાર : લિથિયમ આયન (ડિટેચેબલ)
ચાર્જિંગ સમય : 4 થી 5 કલાક
મહત્તમ સ્પીડ : 60 કિમી પ્રતિ કલાક
કિંમત : 14,000 રૂપિયા (પ્રારંભિક)
વજન : 75 થી 80 કિગ્રા
બ્રેકિંગ સિસ્ટમ : ડ્રમ (ફ્રન્ટ અને રિયર)
કલર : સફેદ, વાદળી, રાખોડી, કાળો

Advertisment

ઓટોમોબાઈલ્સનું થોડું જ્ઞાન ધરાવતા કોઈપણને ખબર હશે કે આ વિગતો સાચી હોવા માટે ખૂબ સારી છે. શરૂઆતમાં, સ્કૂટર સિંગલ ચાર્જ પર 440 કિ.મી.ની ક્લેમ રેન્જનો દાવો કરે છે. ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરના સૌથી વધુ સિંગલ ચાર્જ રેન્જનો દાવો સિમ્પલ વનએ કર્યો છે, જેની રેન્જ 248 કિમી છે, પરંતુ દેશના કોઈ પણ મીડિયા આઉટલેટ્સે હજી સુધી તેની વાસ્તવિક રેન્જ માટે તેનું પરીક્ષણ કર્યું નથી.

સંદર્ભ માટે, સિમ્પલ વનમાં 5.0 kWh ની બેટરી પેક છે. એ જ રીતે, તાજેતરમાં લોન્ચ થયેલી અલ્ટ્રાવાયોલેટ ટેસેરેક્ટ 6 kWh બેટરી પેકને કારણે સિંગલ ચાર્જ પર 261 કિમી સુધી રેન્જનો દાવો કરે છે. જો કે, બેટરી પ્લેસમેન્ટ મોટરસાઇકલ જેવું છે. પરંપરાગત ડિઝાઇનવાળા સ્કૂટરમાં 6 kWh થી મોટી બેટરી ફીટ કરવી એ એક મુશ્કેલ પડકાર હશે.

440 કિમીની રેન્જને વધુ રમુજી બનાવે છે તે એ છે કે પતંજલિએ બેટરીની ચોક્કસ ક્ષમતા પણ જાહેર કરી નથી. પરંતુ વેબસાઇટ પર પ્રકાશિત ડેટામાં દાવો કરવામાં આવ્યો છે કે બેટરી ડિટેચેબલ યુનિટ હશે.

પતંજલિના ઇલેક્ટ્રિક સ્કૂટરની પ્રારંભિક કિંમત 14,000 રૂપિયા કહેવામાં આવી રહી છે, જે સરેરાશ મિડ બજેટ સ્માર્ટફોન કરતા સસ્તી છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસે તપાસ કરી કે શું આ સમાચાર 1 એપ્રિલના રોજ પ્રકાશિત થયા નથી ને! જેથી કોઇયે રમજૂ કે ટીખળ કરી છે કે નહીં તે જાણી શકાય. એવું જાણવા મળ્યું કે, એક મહિના બાદ આ સમાચાર બહાર આવ્યા છે. જ્યારે દુનિયાની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપનીઓ આવું નથી કરી શકી હોત તો પતંજલિએ કોઇ જાદુ કર્યો છે કે શું? આથી આ સમાચાર ખોટા છે.

Auto news electric vehicles બિઝનેસ