Paytm FASTag Payment NHAI : પેટીએમ પેમેન્ટ બેંક યુઝર્સ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ફાસ્ટેગ સર્વિસ માટે પેટીએમથી પેમેન્ટ હવે બંધ થઇ જશે. રિઝર્વ બેંક બાદ હવે નેશનલ હાઇવ ઓથોરોટિ ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ એ ફાસ્ટેગ સર્વિસ માટે અધિકૃત 30 બેંકોની યાદીમાંથી પેટીએમ પેમેન્ટ બેંકને બહાર કરી દીધી છે. ફિનટેક કંપની હાલ નિયમ ઉલ્લંઘન સંબંધિત નિયામકીય કાર્યવાહીનો સામનો કરી રહી હોવાથી એનએચએઆઈ એ આ નિર્ણય લીધો છે.
નોંધનિય છે કે, આરબીઆઈ એ 31 જાન્યુઆરી, 2024ના રોજ પેટીએમ પેમેન્ટ બેંક પર કડક કાર્યવાહી કરતા 29 ફેબ્રુઆરી બાદ નવી થાપણ સ્વીકારવા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે.
FASTag વૉલેટમાં સિક્યોરિટી મની
તમને જણાવી દઈએ કે પેટીએમના ફાસ્ટેગમાં ઓછામાં ઓછા 150 રૂપિયા સિક્યોરિટી મની તરીકે રાખવા પડશે. કેટલાક યુઝર્સની સિક્યોરિટી મની 250 રૂપિયા છે. હવે સવાલ એ થાય છે કે જો તમે ફાસ્ટેગમાં તમારું બેલેન્સ ઉપાડવા માંગતા હોવ તો શું કરવું.
તમને જણાવી દઈએ કે દેશમાં પેટીએમ ફાસ્ટેગના લગભગ 2 કરોડ યુઝર્સ છે. યુઝર્સ એ પણ જાણવા માંગે છે કે જો તેઓ નવું ફાસ્ટેગ લેશે તો જૂના ફાસ્ટેગ વોલેટમાં પડેલા સિક્યોરિટી મની કેવી રીતે પરત મળશે. આમકરવાની 2 રીત છે. સૌપ્રથમ, Paytmના ફાસ્ટેગને ડિએક્ટિવ કરવા માટે તમારે 18001204210 નંબર પર કૉલ કરવો પડશે. તમે Paytmની એપમાંથી ફાસ્ટેગને સ્વિચ ઓફ કરીને પણ તમારા સિક્યોરિટી મની પરત મેળવી શકો છો.
FASTag Services માટે કઇ બેંકોને મંજૂરી અપાઇ છે
એનએચએઆઈ એ ફાસ્ટેગ સર્વિસ માટે જે બેંકોને મંજૂરી આપી છે, જેમાં એરટેલ પેમેન્ટ બેંક, અલ્હાબાદ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રેલ બેંક, સિટી યુનિયન બેંક, કોસ્મોલ બેંક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને ફેડરલ બેંક સામેલ છે.
ઉપરાંત ઓથરાઇઝ્ડ બેંકોની યાદીમાં ફિટનેક પેમેન્ટ્સ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, આઈડીબીઆઈ બેંક, આઈડીએફસી બેંક,ઈન્ડિયન બેંક, ઇન્ડ્સઇન્ડ બેંક, જેએન્ડકે બેંક, કર્ણાટક બેંક, કરૂર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાગપુર નાગરિક સહકારી બેંક, પંજાબ નેશનલ બેંક , સારસ્વત બેંક પણ સામેલ છે. ઉપરાંત આ યાદીમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ત્રિશૂર જિલા સહકારી બેંક, યુકો બેંક, યુનિયન બેંક અને યસ બેંક પણ છે.
એપમાંથી FASTag બંધ કરવાની અને રિફંડ મેળવવાની પ્રક્રિયા
સૌથી પહેલા તમારા મોબાઈલમાં Paytm એપ ઓપન કરો.આ પછી હેલ્પ એન્ડ સપોર્ટનો વિકલ્પ પસંદ કરોઅહીં FASTag વિકલ્પ પર ક્લિક કરો અને નીડ હેલ્પ વિકલ્પ પસંદ કરોઆ પછી ક્વેરી રિલેટેડ ટૂ અપડેટિંગ FASTag પ્રોફાઇલ પસંદ કરોઆ પછી તમારા વાહનના રજિસ્ટ્રેશન નંબર વિગતો દાખલ કરો.જેમ તમે વાહન નંબર દાખલ કરશો, તમારી કારની સંપૂર્ણ વિગતો દેખાશે.આ પછી Yes ઓપ્શન પર ક્લિક કરોહવે ક્લોઝ FASTag વિકલ્પ પસંદ કરો
આ પણ વાંચો | RBI એ વિસા – માસ્ટર કાર્ડ દ્વારા બિઝનેસ પેમેન્ટ સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો તમને શું અસર થશે?
આ પછી તમને FASTag બંધ કરવાનું કારણ પૂછવામાં આવશે.FASTag બંધ કરવાનું કારણ દાખલ કરો અને પ્રોસીડ પર ક્લિક કરો.ત્યારબાદ એક મેસેજ આવશે કે તમારું ફાસ્ટેગ 5 થી 7 કામકાજના દિવસોમાં બંધ થઈ જશે.તમારે તમારા વાહનમાંથી FASTag દૂર કરવો પડશે અને તેનો ફાટેલો ફોટો અપલોડ કરવો પડશે.તમારા સિક્યોરિટી મની પેટીએમ પેમેન્ટ્સ બેંક વોલેટમાં રિફંડ કરવામાં આવશે