/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Paytm-Payments-Bank.jpg)
પેટીએમ પેમેન્ટ બેંક વિરુદ્ધ રિઝર્વ બેંક બાદ FIU-IND એ કડક કાર્યવાહી કરી છે. (Photo - @Paytm)
Paytm Payments Bank Rs 5.49 crore Fined : પેટીએમ પેમેન્ટ બેંકની પડતી દશા ચાલી રહી છે. રિઝર્વ બેંકના કડક પ્રતિબંધ બાદ હવે પેટીએમ પેમેન્ટ બેંકને તોતિંગ નાણાંકીય દંડ ફટકારવામાં આવ્યો છે. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટે પેટીએમ પેમેન્ટ્સ બેંકને તોતિંગ 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ એન્ટિટીઓએ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ખોલેલા એકાઉન્ટ દ્વારા મનીલોન્ડરિંગ કર્યું હતું.
પેટીએમ પેમેન્ટ બેંકની 5.49 કરોડનો દંડ
નાણા મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND) એ મની લોન્ડરિંગ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ Paytm પેમેન્ટ્સ બેંકને 5.49 કરોડ રૂપિયાનો દંડ કર્યો છે. FIU-IND એ ઓનલાઈન જુગાર રમવા સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી કેટલી એન્ટિટી અને તેમના બિઝનેસના નેટવર્કના સંબંધમાં તપાસ એજન્સીઓ પાસેથી પ્રાપ્ત માહિતીના આધારે પેટીએમ પેમેન્ટ પેમેન્ટની સમીક્ષા શરૂ કરી છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Vijay-Shekhar-Sharma.jpg)
PMLA એક્ટ 2022 હેઠળ પેટીએમને દંડ
નાણા મંત્રાલયે કહ્યું કે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ- ઇન્ડિયાએ આ દંડ PMLA એક્ટ 2022 હેઠળ લગાવ્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકને ફટકારેલા દંડની માહિતી આપવા નાણા મંત્રાલયએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંકની કેટલી એન્ટિટી અને નેટવર્ક ઓનલાઈન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી થયેલા નાણાં બેંક ખાતા દ્વારા પેટીએમ પેમેન્ટ બેંકની આ એન્ટિટીઓમાં મોકલવામાં આવ્યા હતા. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી થયેલી આવક, એટલે કે ગુનાની આવક, પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ સાથે આ સંસ્થાઓ દ્વારા જાળવવામાં આવેલા બેંક ખાતાઓ દ્વારા રૂટ કરવામાં આવી હતી અને મોકલવામાં આવી હતી. "ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ-ઇન્ડિયા (FIU-IND) એ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ તેની જવાબદારીઓના ઉલ્લંઘનના સંદર્ભમાં Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર રૂ. 5.49 કરોડનો નાણાકીય દંડ લાદવામાં આવ્યો છે," એવું મંત્રાલયે જણાવ્યું છે.
આ પણ વાંચો | છેલ્લી ઘડીએ ટેક્સ પ્લાનિંગ કેવી રીતે કરવું? ટેક્સ સેવિંગ અને વળતર માટે અહીં કરો રોકાણ
FIUની કાર્યવાહી આરબીઆઈના 31 જાન્યુઆરીના નિર્દેશા બાદ થઇ છે, જેણે 20 ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ્સ બેંકને તેના ગ્રાહકોના ખાતામાં નવી થાપણો અથવા ક્રેડિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ 15 દિવસની રાહત આપતા આ ડેડલાઈન 15 માર્ચ સુધી લંબાવી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us