RBI FAQs Paytm Payments Bank : પેટીએમ પેમેન્ટ બેંક પર આરબીઆઈએ પ્રતિબંધો લાદતા કસ્ટર્સ મૂંઝવણમાં છે. કસ્ટમર્સની મૂંઝવણ દૂર કરવા રિઝર્વ બેંકે FAQs જારી કરી છે. આ FAQsમાં પેટીએમ, પેટીએમ પેમેન્ટ બેંક અને તેની વિવિધ સર્વિસ 15 માર્ચ, 2024 પછી ચાલુ રહેશે કે નહીં તેના વિશે સ્પષ્ટ જાણકારી આપવામાં આવી છે. તો જાણીયે તમારા પેટીએમ પેમેન્ટ બેંક સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ
પેટીએમ પેમેન્ટ બેંક સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ
પ્રશ્ન 1 : મારું બચત/ચાલુ ખાતું Paytm પેમેન્ટ્સ બેંકમાં છે. શું હું 15 માર્ચ, 2024 પછી આ ખાતામાંથી પૈસા ઉપાડવાનું ચાલુ રાખી શકું? શું હું પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ મારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકીશ?
જવાબ : હા. તમે તમારા ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ સુધી ભંડોળનો ઉપયોગ, ઉપાડ અથવા ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખી શકો છો.
એવી જ રીતે, તમે તમારા એકાઉન્ટમાં ઉપલબ્ધ બેલેન્સ સુધી ભંડોળ ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવા માટે તમારા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો.
પ્રશ્ન 2 : મારું બચત/ચાલુ ખાતું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં છે. શું હું 15 માર્ચ, 2024 પછી આ ખાતામાં પૈસા જમા કે ટ્રાન્સફર કરી શકાય છે?
જવાબ : ના. 15 માર્ચ, 2024 પછી, તમે તમારા Paytm પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શકશો નહીં. પાર્ટનર બેંકો તરફથી વ્યાજ, કેશબેક, સ્વીપ-ઇન અથવા રિફંડ સિવાય કોઈ પણ પૈસા જમા અથવા ઉપાડ કરવાની મંજૂરી નથી.
પ્રશ્ન 3 : હું 15 માર્ચ, 2024 પછી મારા પેટીએમ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં રિફંડ મેળવવા માંગુ છું. શું આ રિફંડ મારા ખાતામાં જમા થશે?
જવાબ : હા. 15 માર્ચ, 2024 પછી પણ તમારા ખાતામાં રિફંડ, કેશબેક, ભાગીદાર બેંકોમાંથી સ્વીપ-ઇન અથવા વ્યાજની ક્રેડિટની મંજૂરી આપવામાં આવશે.
પ્રશ્ન 4 : સ્વીપ ઇન/આઉટ મિકેનિઝમ દ્વારા પાર્ટનર બેંકો પાસે રાખવામાં આવેલી થાપણોનું 15 માર્ચ, 2024 પછી શું થશે?
જવાબ : Paytm પેમેન્ટ્સ બેંકના ગ્રાહકોની પાર્ટનર બેંકો પાસે રહેલી થાપણોને Paytm પેમેન્ટ બેંક ખાતાઓમાં સ્વિપ-ઇન કરી શકાય છે, જે પેમેન્ટ બેંક માટે નિર્ધારિત મહત્તમ બેલેન્સ મર્યાદા (એટલે કે ગ્રાહક દીઠ 2 લાખ રૂપિયા દૈનિક )ને આધિન છે. ગ્રાહક દ્વારા ઉપયોગ અથવા ઉપાડ માટે બેલેન્સ ઉપલબ્ધ કરાવવાના હેતુથી આવા સ્વીપ-ઇન્સને મંજૂરી આપવામાં આવતી રહેશે. જો કે, 15 માર્ચ, 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા પાર્ટનર બેંકોમાં કોઈ નવી થાપણ જમા કરવા મંજૂરી આપવામાં આવશે નહીં.
પ્રપ્રશ્ન 5 : પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં મારા ખાતામાં મારો પગાર જમા થાય છે. શું હું આ ખાતામાં મારો પગાર મેળવવાનું ચાલુ રાખી શકું?
જવાબ : ના. 15 માર્ચ, 2024 પછી, તમે Paytm પેમેન્ટ્સ બેંકમાં તમારા ખાતામાં આવી કોઈપણ રકમ પ્રાપ્ત કરી શકશો નહીં. અસુવિધા ટાળવા માટે તમે 15 માર્ચ, 2024 પહેલા અન્ય બેંક સાથે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.
પ્રશ્ન 6 : મને Paytm પેમેન્ટ્સ બેંકમાં મારા ખાતામાં સરકાર તરફથી આધાર લિંક્ડ સબસિડી/સીધો લાભ ટ્રાન્સફર મળે છે. શું હું તેને આ ખાતામાં પ્રાપ્ત કરવાનું ચાલુ રાખી શકું?
જવાબ : ના. 15 માર્ચ, 2024 પછી, તમે તમારા પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતામાં આવી કોઈપણ રકમ પ્રાપ્ત કરી શકશો નહીં. કોઈપણ અસુવિધા અથવા મુશ્કેલીને ટાળવા માટે 15 માર્ચ, 2024 પહેલા તમારું એકાઉન્ટ અન્ય બેન્ક સાથે લિંક કરવું પડશે.
પ્રશ્ન 7 : પેટીએમ બેંક લિમિટેડના મારા બેંક ખાતામાંથી મારા લાઇટ બીલ, ઓટીટી સબ્સ્ક્રિપ્શન UPI, લોનના હપ્તાનું ઓટોમેટિક પેમેન્ટ એટલે કે ઓટો ડેબિટ થાય છે, શું આ સુવિધા ચાલુ રહેશે?ો
જવાબ : ઉપાડ/ડેબિટ સંબંધિત આદેશ (જેમ કે નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH) આદેશ) તમારા ખાતામાં ઉપલબ્ધ બેલેન્સની મર્યાદા સુધી ચાલુ રહેશે. જો કે, 15 માર્ચ, 2024 પછી તમારા ખાતામાં ક્રેડિટ અથવા ક્રેડિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેથી, અસુવિધા ટાળવા માટે તમારે 15 માર્ચ, 2024 પહેલા અન્ય બેંક દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે.
પ્રશ્ન 8 : મારા લોનના હપતા (EMI) પેટીએમ પેમેન્ટ્સ બેંક સિવાયની બેંકમાં મારા એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થાય છે. શું આ ચાલુ રહેશે?
જવાબ : હા, પેટીએમ પેમેન્ટ્સ બેંક સિવાયની કોઈ પણ બેંકમાં લિંક લોનના ઇએમઆઈ ચાલુ રહી શકે છે.
Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટ
પ્રશ્ન 9 : મારી પાસે Paytm પેમેન્ટ્સ બેંક વોલેટ છે. શું હું 15 માર્ચ, 2024 પછી આ વૉલેટમાંથી પૈસા વાપરવાનું ચાલુ રાખી શકું?
જવાબ : હા. તમે વૉલેટમાં ઉપલબ્ધ બેલેન્સનો ઉપયોગ, ઉપાડ અથવા અન્ય કોઈપણ વૉલેટ અથવા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું ચાલુ રાખી શકો છો. જો કે, ન્યૂનતમ કેવાયસી વોલેટ સાથે માત્ર મર્ચન્ટ પેમેન્ટ માટે વોલેટનો ઉપયોગ કરી શકે છે.
પ્રશ્ન 10 : મારી પાસે Paytm પેમેન્ટ્સ બેંક વોલેટ છે. શું હું 15 માર્ચ, 2024 પછી આ વૉલેટમાં ટૉપ-અપ અથવા પૈસા ટ્રાન્સફર કરી શકું? શું હું 15 માર્ચ, 2024 પછી બીજા કોઈ પાસેથી આ વૉલેટમાં પૈસા મેળવી શકું?
જવાબ : ના. 15 માર્ચ, 2024 પછી, તમે આ વૉલેટમાં કેશબૅક અથવા રિફંડ સિવાયની કોઈપણ ક્રેડિટ મેળવી શકશો નહીં અથવા વૉલેટમાં નાણાં ટ્રાન્સફર કરી શકશો નહીં.
પ્રશ્ન 12 : મારા વોલેટમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક તરફથી કેશબેક બાકી છે. શું હું 15 માર્ચ, 2024 પછી આ કેશબેક મેળવી શકું?
જવાબ : હા. રિફંડ અને કેશબેક ડિપોઝીટની મંજૂરી છે.
પ્રશ્ન 13 :. મારી પાસે Paytm પેમેન્ટ્સ બેંક વોલેટ છે. શું હું આ વોલેટ બંધ કરી શકું અને બેલેન્સ અન્ય બેંકના મારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકાય?
જવાબ : હા. તમે તમારું વોલેટ બંધ કરવા માટે Paytm પેમેન્ટ્સ બેંકનો સંપર્ક કરો અથવા તેની બેંકિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો અને સંપૂર્ણ KYC વૉલેટના કિસ્સામાં અન્ય બેંકમાં રહેલું બેલેન્સ ટ્રાન્સફર કરી શકો છો. ન્યૂનતમ કેવાયસી વૉલેટના કિસ્સામાં તમે ઉપલબ્ધ બેલેન્સનો ઉપયોગ કરી શકો છો અથવા રિફંડ માટે વિનંતી કરી શકો છો.
પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા ઇશ્યૂ કરાયેલા ફાસ્ટેગ વિશે
(ફાસ્ટેગ વિશે વધુ માહિતી માટે, IHMCL વેબસાઇટ https://ihmcl.co.in ની મુલાકાત લો)
પ્રશ્ન 14 :. પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલા ફાસ્ટેગ 15 માર્ચ, 2024 પછી ટોલ ચુકવવા માટે ઉપયોગ કરી શકાશે?
જવાબ : હા. ઉપલબ્ધ બેલેન્સ સુધી ટોલ ચૂકવવા માટે તમે તમારા ફાસ્ટેગનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો. જો કે, 15 માર્ચ, 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલા FASTags પર વધુ ભંડોળ અથવા ટોપ અપની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઈપણ અસુવિધા ટાળવા માટે 15 માર્ચ, 2024 પહેલા પેટીએમ સિવાયનું અન્ય ફાસ્ટેગ ખરીદવું પડશે.
પ્રશ્ન 15 : પેટીએમ પેમેન્ટ્સ બેંકના ફાસ્ટેગનું 15મી માર્ચ 2024 પછી બેલેન્સ રિચાર્જ કરી શકાય?
જવાબ : ના. પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ તમારા ફાસ્ટેગને 15 માર્ચ, 2024 પછી ટોપ-અપ અથવા રિચાર્જ કરી શકાશે નહીં. કોઈપણ અસુવિધા ટાળવા માટે 15 માર્ચ, 2024 પહેલા પેટીએમ સિવાયનું અન્ય ફાસ્ટેગ ખરીદવું પડશે.
પ્રશ્ન 16 : પેટીએમ પેમેન્ટ્સ બેંકના ફાસ્ટેગના બેલેન્સને અન્ય બેન્કના ફાસ્ટેગમાં ટ્રાન્સફર કરી શકાય?
જવાબ : ફાસ્ટેગમાં ક્રેડિટ બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી, તમારે Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ તમારો જૂનો ફાસ્ટેગ બંધ કરવો પડશે અને રિફંડ મેળવવા બેંકને વિનંતી કરવી પડશે.
પેટીએમ પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (NCMC).
પ્રશ્ન 17 : મારી પાસે Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ NCMC કાર્ડ છે. શું હું 15 માર્ચ, 2024 પછી તેનો ઉપયોગ ચાલુ રાખી શકું?
જવાબ : હા. તમે ઉપલબ્ધ બેલેન્સ સુધી તમારા NCMC કાર્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો. જો કે, તમે 15 માર્ચ, 2024 પછી કાર્ડ પર ફંડ લોડ અથવા ટોપ અપ કરી શકશો નહીં. અસુવિધા ટાળવા માટે, એવું સૂચન કરવામાં આવે છે કે તમે 15 માર્ચ, 2024 પહેલા અન્ય બેંક અથવા નોન-બેંક પ્રી-પેઈડ ઈન્સ્ટ્રુમેન્ટ (PPI) ઈશ્યુઅર દ્વારા જારી કરાયેલ NCMC કાર્ડ મેળવી લેવું પડશે.
પ્રશ્ન 18 : પેટીએમ પેમેન્ટ્સ બેંકના NCMC કાર્ડને 15 માર્ચ, 2024 પછી ટોપ-અપ, રિચાર્જ વગેરે દ્વારા બેલેન્સ વધારી શકાય?
જવાબ : ના. 15 માર્ચ, 2024 પછી, તમે Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા જારી કરાયેલ તમારા NCMC કાર્ડને ટોપ-અપ અથવા રિચાર્જ કરી શકશો નહીં.
પ્રશ્ન 19 : પેટીએમ પેમેન્ટ્સ બેંકના જૂના NCMC કાર્ડના બેલેન્સને અન્ય બેંકના નવા કાર્ડમાં ટ્રાન્સફર કરી શકાય?
જવાબ : NCMC કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા ઉપલબ્ધ નથી. તેથી, તમે ઉપલબ્ધ બેલેન્સ સુધી કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જો તમે બેલેન્સનો ઉપયોગ કરી શક્યા નથી, તો તમે રિફંડ માટે Paytm પેમેન્ટ્સ બેંકને વિનંતી કરી શકો છો.
ચૂકવણી મેળવવા માટે Paytm પેમેન્ટ બેંકનો ઉપયોગ કરતા મર્ચન્ટ્સ
પ્રશ્ન 20 : હું એક વેપારી છું અને હું અન્ય બેંક એકાઉન્ટ (Paytm પેમેન્ટ્સ બેંકમાં નથી) સાથે લિંક Paytm QR કોડ, Paytm Soundbox અથવા Paytm POS ટર્મિનલનો ઉપયોગ કરીને ચુકવણી સ્વીકારું છું. શું હું 15 માર્ચ, 2024 પછી આ સેટ-અપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકું?
જવાબ : હા. જો તમારી રિસિપ્ટ અને ફંડનું ટ્રાન્સફર પેટીએમ પેમેન્ટ્સ બેંક સિવાયના બેંક ખાતા સાથે લિંક છે તો તમે 15 માર્ચ, 2024 પછી પણ આ વ્યવસ્થાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકો છો.
પ્રશ્ન 21 : હું એક વેપારી છું અને હું Paytm QR કોડ, Paytm Soundbox, Paytm POS ટર્મિનલનો ઉપયોગ કરીને મારા બેંક એકાઉન્ટ અથવા Paytm પેમેન્ટ્સ બેંક સાથેના વૉલેટથી ચુકવણી સ્વીકારું છું. શું હું 15 માર્ચ, 2024 પછી આ સેટ-અપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકું?
જવાબ : ના, 15 માર્ચ, 2024 પછી, તમે રિફંડ, કેશબેક, પાર્ટનર બેંકો પાસેથી સ્વીપ-ઇન અથવા Paytm પેમેન્ટ્સ બેંક સાથે તમારા બેંક એકાઉન્ટ અથવા વૉલેટમાં વ્યાજ સિવાયની કોઈપણ રકમ પ્રાપ્ત કરી શકશો નહીં. કોઈપણ અસુવિધા અથવા વિક્ષેપને ટાળવા માટે, એવું સૂચવવામાં આવે છે કે તમે ચુકવણીઓ મેળવવા માટે અન્ય બેંકના ખાતા અથવા વૉલેટ સાથે લિંક કરેલ નવો QR કોડ મેળવી શકો છો. તમે તમારા સેવા પ્રદાતા દ્વારા તમારા બેંક ખાતાની વિગતો (જેમાં તમે ચૂકવણી મેળવો છો) પણ બદલી શકો છો.
ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS)
પ્રપ્રશ્ન 22 : શું હું Paytm પેમેન્ટ્સ બેંકમાં મારા ખાતાનો ઉપયોગ કરીને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) દ્વારા ચૂકવણી કરી શકાશે?
જવાબ : હા. તમે તમારા Paytm પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાંથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા તમારા ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ સુધી ચૂકવણી કરવાનું ચાલુ રાખી શકો છો. તમે 15 માર્ચ, 2024 પછી પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં તમારા ખાતાઓ અથવા વૉલેટમાં વધુ ભંડોળ જમા કરી શકશો નહીં, તેથી સલાહ આપવામાં આવે છે કે તમે 15 માર્ચ, 2024 પહેલાં અન્ય બેંક ખાતામાંથી BBPS માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો.
આધાર સક્ષમ ચુકવણી સિસ્ટમ (AEPS)
પ્રશ્ન 23 : શું હું આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ હેઠળ બાયોમેટ્રિક વેરિફિકેશન સાથે મારા પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતામાંથી ઉપાડી શકું?
જવાબ : હા. તમે તમારા ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ સુધી AEPS પ્રમાણીકરણનો ઉપયોગ કરીને ઉપાડ ચાલુ રાખી શકો છો.
UPI/IMPS દ્વારા ફંડ ટ્રાન્સફર
પ્રશ્ન 24 : શું હું 15 માર્ચ, 2024 પછી UPI/IMPS મારફતે મારા પેટીએમ પેમેન્ટ બેંક ખાતામાં મારા પૈસા ટ્રાન્સફર કરી શકું?
જવાબ : ના. તમે 15 માર્ચ, 2024 પછી તમારા પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકતા નથી.
આ પણ વાંચો | RBIએ પેટીએમ પેમેન્ટ બેંકમાં જમા – ઉપાડની ડેડલાઇન 15 દિવસ લંબાવી, જાણો છેલ્લા તારીખ કઇ છે?
પ્રશ્ન 25 : શું હું 15 માર્ચ, 2024 પછી મારા પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટમાંથી UPI/IMPS દ્વારા મારા પૈસા ઉપાડી શકું?
જવાબ : હા. તમે તમારા ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ સુધી UPI/IMPS દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાંથી તમારા પૈસા ઉપાડી શકો છો.
પ્રશ્ન 26 : મારું પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં ખાતું છે. શું પેટીએમ પેમેન્ટ્સ બેંક બિઝનેસ રિપ્રેઝન્ટેટિવ (જેને પેટીએમ પેમેન્ટ્સ બેંક એજન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે) મને 15 માર્ચ, 2024 પછી મારા એકાઉન્ટમાંથી ફંડ ઉપાડવામાં મદદ કરી શકે છે?
જવાબ : હા. Paytm પેમેન્ટ્સ બેંક બિઝનેસ રિપ્રેઝન્ટેટિવ (બેંક એજન્ટ) તમને તમારા બેંક ખાતામાંથી તમારા ખાતામાં ઉપલબ્ધ બેલેન્સ સુધી પૈસા ઉપાડવામાં મદદ કરી શકે છે.