/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/paytm.jpg)
Paytm : પેટીએમની પેરન્ટ ફર્મ વન97 કોમ્યુનિકેશન્સ શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની છે. (Photo - @Paytm)
Paytm Payments Bank Crisis : પેટીએમ વિરુદ્ધ આરબીઆઈના અંકુશ બાદ હવે ઇપીએફઓના કડક પગલાં અને રાજીનામાથી કંપનીની મુશ્કેલી વધી રહી છે. રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ વન97 કોમ્યુનિકેશન્સનો શેર 45 ટકા તૂટ્યો છે.
પેટીએમની પડતી ક્યા જઇ અટકશે તે વિશે કેવું મુશ્કેલ છે. રિઝર્વ બેંક દ્વારા લાદવામાં આવેલા કડક અંકુશો બાદ પેટીએમ એટલે વન97 કોમ્યુનિકેશન્સ કંપનીના શેર ભાવમાં સતત ધોવાણ થઇ રહ્યું છે. કંઆ દરમિયાન ફિનટેક કંપનીને 24 કલાકમાં એક પછી એક ત્રણ મોટા ફટકા લાગ્યા છે, જેણે પેટીએમના શેરધારકો, કર્મચારીઓ અને મર્ચન્ટ ટ્રેડર્સની ચિંતા વધારી દીધી છે.
ઇપીએફઓનું પેટીએમ પર પ્રતિબંધ (EPFO Restricts Paytm Payments Bank Transactions)
પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકે નિયંત્રણ લાદયા બાદ હવે ઇપીએફઓ એ પણ ફિટનેક ફર્મ પર કડક પ્રતિબંધો લાદ્યા છે. ઇપીએફઓ એ પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટ ક્રેડિટ કરવા અને ક્લેમ સેટલમેન્ટ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇપીએફઓ એ જણાવ્યુ કે, તેણે પેટીએમ પેમેન્ટ બેંક એકાઉન્ટમાં ગ્રાહકોના ઇપીએફ એકાઉન્ટમાં જમા અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ મૂક્યો છે.
ઇપીએફઓ એ 8 ફેબ્રુઆરી, 2024ના રોજ એક પરિપત્રમાં પોતાની ફિલ્ડ ઓફિસોને 23 ફેબ્રુઆરી, 2024થી પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડના બેંક એકાઉન્ટ સાથે લિંક ક્લેમ ન સ્વીકારવા નિર્દેશ કર્યો છે. પાછલા વર્ષે ઇપીએફઓ એ પોતાના બેન્કિંગ વિભાગને પેટીએમ પેમેન્ટ બેંક અને એરટેલ પેમેન્ટ બેંક એકાઉન્ટમાં ઇપીએફ પેમેન્ટ કરવા મંજૂરી આપી હતી.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Paytm-Founder-Vijay-Shekhar-Sharma-.jpg)
પેટીએમમાં મંજૂ અગ્રવાલનું રાજીનામું (Manju Agarwal Resigns From Paytm)
પેટીએમમાંથી સ્વતંત્ર ડિરેક્ટર મંજૂ અગ્રવાલે રાજીનામું આપ્યું છે. સીએનબીસીની એક મીડિયા રિપોર્ટ અનુસાર મંજૂ અગ્રવાલ જે મે 2021થી કંપનીના ડિરેક્ટર બોર્ડમાં હતા, તેમણે 1 ફેબ્રુઆરીથી તાત્કાલિક અસરથી પેટીએમમાંથી રાજીનામું આપ્યું છે.
પેટીએમ શેરમાં ઘટાડો યથાવત્ (Paytm Share down)
પેટીએમ શેરમાં ઘટાડો યથાવત છે. સપ્તાહના છેલ્લા દિવસે બીએસઇ ખાતે પેટીએમ શેર 408.30ની ઇન્ટ્રા-ડે બોટમ બનાવી સેશનના અંતે 6.1 ટકા ઘટીને 419.85 રૂપિયા બંધ થયો છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક પર અંકુશો મૂક્યા ત્યારે પેટીએમ શેરનો બંધ ભાવ 762 રૂપિયા હતા. આ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં પેટીએમ શેર 45 ટકા તૂટ્યો છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-53.jpg)
આજે વન97 કોમ્યુનિકેશન્સની માર્કેટકેપ 26,663.85 કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં કંપનીની માર્કેટ વેલ્યૂએશનમાં 1,730.59 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. તેની આગલા દિવસે કંપનીની માર્કેટકેપ 28,394.44 કરોડ રૂપિયા હતા. નોંધનિય છે કે, 31 જાન્યુઆરી, 2024ના રોજ રિઝર્વ બેંક દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક ઉપર લાદવામાં આવેલા કડક અંકુશો બાદ આ ફિનટેક કંપનીનો શેર સતત ઘટી રહ્યો છે.
આ પણ વાંચો | પેટીએમ પર પ્રતિબંધ કેમ મૂકાયા? RBI ગવર્નરે કર્યો ખુલાસો, ગ્રાહકને દરેક પ્રશ્નનો જવાબ મળશે
RBI જારી કરશે FAQ
રિઝર્વ બેંકના ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ પેટીએમ વિશે કરવામાં આવેલી કાર્યવાહી અંગે લોકોની ચિંતાઓને દૂર કરશે. આ માટે FAQ આવતા અઠવાડિયે જારી કરવામાં આવશે. તેમણે કહ્યું કે એક જવાબદાર નિયમનકાર હોવાને કારણે અમે સિસ્ટમ સ્તરે સ્થિરતા અથવા થાપણદારો અથવા ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને પગલાં લઈએ છીએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us