/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/Paytm-Payments-Bank.jpg)
Paytm : પેટીએમ ભારતની અગ્રણી ફિટનેક ફર્મ છે. (Photo - @Paytm)
RBI on Paytm Crisis: પેટીએમ છેલ્લા ઘણા દિવસોથી સમાચારોમાં છે. 31 જાન્યુઆરી, 2024ના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ પેટીએમના શેરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પેટીએમ સામે કરવામાં આવેલી કાર્યવાહી વિશે વાત કરી છે. નોંધનિય છે કે, પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ છે અને શેર બજારમાં લિસ્ટેડ છે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, Paytmના મુદ્દાને લઈને સિસ્ટમ વિશે ચિંતા કરવાની જરૂર નથી. અમે ફક્ત પેટીએમ પેમેન્ટ બેંક વિશે વાત કરી રહ્યા છીએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Paytm-Stock-Price.jpg)
તેમણે વધુમાં કહ્યું કે અમારો ભાર હંમેશા આરબીઆઈના નિયમનકારી કાર્યક્ષેત્ર હેઠળ આવતી સંસ્થાઓ સાથેની દ્વિપક્ષીય ગતિવિધિઓ પર છે. અમારું ધ્યાન દરેક કંપનીને યોગ્ય પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરવા પર છે. અને જ્યારે બેંકો અને NBFCs અસરકારક પગલાં લેતા નથી, ત્યારે અમે બિઝનેસ પર અંકુશો લાદીએ છીએ.
RBI જારી કરશે FAQ
રિઝર્વ બેંકના ગવર્નરે વધુમાં જણાવ્યું હતું કે, આરબીઆઈ પેટીએમ વિશે કરવામાં આવેલી કાર્યવાહી અંગે લોકોની ચિંતાઓને દૂર કરશે. આ માટે FAQ આવતા અઠવાડિયે જારી કરવામાં આવશે. તેમણે કહ્યું કે એક જવાબદાર નિયમનકાર હોવાને કારણે અમે સિસ્ટમ સ્તરે સ્થિરતા અથવા થાપણદારો અથવા ગ્રાહકોના હિતોના રક્ષણને ધ્યાનમાં રાખીને પગલાં લઈએ છીએ.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/RBI-governor.jpg)
આરબીઆઈ ગવર્નરે પેટીએમનું નામ લીધા વગર સંકેત આપ્યો કે, જો દરેક બાબતનું પાલન કરવામાં આવ્યું હોત, તો કેન્દ્રીય બેંક શા માટે રેગ્યુલેટેડ એન્ટિટી સામે પગલાં લેશે.
આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જે. જેમણે Paytm સામે લેવાયેલા પગલાંઓ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે પેટીએમ સામે "સતત બિન-અનુપાલન" માટે કાર્યવાહી કરવામાં આવી હતી. સુધારાત્મક કાર્યવાહી માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો | વિજય શંકર શર્મા કોણ છે, 2016ની નોટબંધી બાદ કિસ્મત ચમકી, વાંચો પેટીએમની કહાણી
પેટીએમ શેર 10 ટકા તૂટ્યો
પેટીએમના શેરમાં સતત સેલર સર્કિટ લાગી રહી છે. પેટીએમનો શેર ગુરુવારે ફરી 10 ટકાની સેલર સર્કિટમાં 447 રૂપિયા બંધ થયો હતો. બંધ ભાવે કંપનીની માર્કેટકેપ 28,394.44 કરોડ રૂપિયા હતી. નોંધનિય છે કે, 31 જાન્યુઆરી, 2024ના રોજ રિઝર્વ બેંક દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક ઉપર લાદવામાં આવેલા કડક અંકુશો બાદ આ ફિનટેક કંપનીનો શેર સતત ઘટી રહ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us