Paytm Share : પેટીએમ શેર 3 દિવસમાં 42 ટકા કકડભૂસ, રોકાણકારોના 20490 કરોડ સ્વાહા; શેરમાં ઘટાડો અટકશે કે કેમ? જાણો

Paytm Stock Price Plunges 42 pc After RBI Crackdown : પેટીએમ પેમેન્ટ બેંક સામે આરબીઆઈના કડક પગલાંથી વન97 કોમ્યુનિકેશન્સના શેરમાં 3 દિવસમાં 42 ટકા ધબડકો બોલાયો છે. રોકાણકારોના 20490 કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું છે.

Written by Ajay Saroya
February 05, 2024 17:38 IST
Paytm Share : પેટીએમ શેર 3 દિવસમાં 42 ટકા કકડભૂસ, રોકાણકારોના 20490 કરોડ સ્વાહા; શેરમાં ઘટાડો અટકશે કે કેમ? જાણો
Paytm : પેટીએમ ઓનલાઇ પેમેન્ટ ફર્મ છે. (File Photo)

Paytm Stock Price Plunges 42 pc After RBI Crackdown : પેટીએમ શેરમાં મંદીની હેટ્રિંક લાગી છે. ઓનલાઇન પેમેન્ટ ફર્મ પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સના શેરમાં સતત ત્રીજા દિવસ કડાકો બોલાયો અને શેર ભાવ ઐતિહાસિક તળિયે ઉતરી ગયો હતો. આ સાથે છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં પેટીએમનો શેર 42 ટકા તૂટ્યો છે અને રોકાણકારોને 20000 કરોડ રૂપિયાથી પણ વધુ રોકાણ થયું છે.

પેટીએમ શેર 3 દિવસમાં 42 ટકા તૂટ્યો

ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ Paytmની પેરેન્ટ કંપની One 97 Communicationsના શેરના ખરાબ દિવસો હાલ સમાપ્ત થવાની કોઇ આશા દેખાતી નથી. કંપનીના શેરમાં સતત ત્રીજા દિવસે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે બીએસઇ ખાતે પેટીએમ કંપનીનો શેર 10 ટકાની મંદીની સર્કિટમાં રૂ. 438.50 બંધ થયો. જ્યારે 31 જાન્યુઆરી, 2024ના રોજઆ શેરનો બંધ ભાવ 762 રૂપિયા હતો. આમ વિતેલ 3 ટ્રેડિંગ સેશનમાં પેટીએમના શેરમાં 42 ટકાનો ધબડકો બોલાયો છે.

paytm | paytm share | One97 Communications stock | paytm marketcap | paytm shato crash | paytm down after rbi order | paytm payments bank
Paytm : પેટીએમની પેરન્ટ કંપની વન97 કોમ્યુનિકેશન્સ છે. તે ભારતીય શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની છે. (Photo – @Paytm)

પેટીએમના શેરમાં રોકાણકારોને 20490 કરોડનું નુકસાન

પેટીએમના શેરમાં રોકાણકારોને જંગી નુકસાન થયું છે. સતત ત્રણ દિવસની સેલર્સ સર્કિટથી પેટીએમની માર્કેટ વેલ્યૂએશન સતત ઘટી રહી છે. શેર બજાર બીએસઇએ ખાતે 5 ફેબ્રુઆરી, 2024ના રોજ પેટીએમની માર્કેટકેપ 27,838.75 કરોડ હતી, જયારે તેની અગાઉ શુક્રવારે કંપનીની માર્કેટકેપ 30,931.59 કરોડ રૂપિયા હતી. આમ એક દિવસમાં વન97 કોમ્યુનિકેશન્સની માર્કેટકેપ 3,092.84 કરોડ રૂપિયા ઘટી છે. તો છેલ્લા ત્રણ દિવસમાં પેટીએમની માર્કેટકેપમાં 20490 કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. તમને જણાવી દઇયે કે, 31 જાન્યુઆરી, 2024ના રોજ 48330 કરોડ રૂપિયા હતી.

પેટીએમ પર શું RBI એ ક્યા પ્રતિબંધ મૂક્યા

RBIએ પોતાના આદેશમાં કહ્યું હતું કે Paytmનું સંચાલન કરતી કંપની One97 Communications Limited અને Paytm પેમેન્ટ સર્વિસિસના ‘નોડલ એકાઉન્ટ્સ’ 29 ફેબ્રુઆરી પહેલા શક્ય તેટલી વહેલી તકે બંધ કરી દેવા જોઈએ. વન97 કોમ્યુનિકેશન્સ એ પેટીએમ પેમેન્ટ બેંકમાં 49 ટકા હિસ્સો ધરાવે છે પરંતુ તેને સહયોગી તરીકે વર્ગીકૃત કરે છે, પેટાકંપની તરીકે નહીં. આરબીઆઈના આદેશથી કંપનીના વાર્ષિક ઓપરેટિંગ નફાને રૂ. 300-500 કરોડની અસર થવાની ધારણા છે.

Paytm | Paytm Shar price | One 97 Communications stock price | paytm ipo | paytm fintech companies | Stock market news
પેટીએમ એ શેરબજારમાં લિસ્ટેડ ફિનટેક કંપની છે. (Express Photo)

બ્રોકરેજ ફર્મનું શું કહેવું છે?

બ્રોકરેજ હાઉસ પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેન્સ અંગે નિરાશાજનક આઉટલૂક ધરાવે છે. બ્રોકરેજ હાઉસ મેક્વેરીનું માનવું છે કે, નજીકના ભવિષ્યમાં પેટીએમની સમસ્યાઓનો કોઈ ઉકેલ દેખાતો નથી કારણ કે આરબીઆઈ સાચી ખામીઓ જણાવી છે.

બર્નસ્ટેઈનના એનાલિસ્ટે જણાવ્યું હતું કે આરબીઆઈનો નિર્દેશ Paytm માટે નકારાત્મક ઘટનાક્રમે છે અને તેનાથી બિઝનેસ નિયમનકારી દબાણમાં વધારો થશે. તેમણે ઉમેર્યું કે, અસરકારક રીતે, આરબીઆઈની કાર્યવાહી પેટીએમ પેમેન્ટ્સ બેંકની કામગીરીને બંધ કરી દીધી છે.

આ પણ વાંચો | કોની 25000 સુધીની ટેક્સ ડિમાન્ડ નોટિસ માફ થશે? બજેટ 2024માં નિર્મલા સીતારામને કરી હતી ઘોષણા

બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગન માને છે કે ઓનલાઇન ફર્મ સામેના નિયમનકારી પગલાં તેના પ્રોફિટ પુલ, નેટવર્કની અસર અને વિશ્વસનીયતા ઘટાડે છે. વધુમાં, વૈશ્વિક બ્રોકરેજે જણાવ્યું હતું કે જ્યારે તાજેતરના આરબીઆઈના આદેશને કંપની માટે રસ્તાના અંત તરીકે જોવામાં આવી રહ્યો નથી, તે હજુ પણ નજીકના ગાળાના વિકાસ પર નકારાત્મક અસર કરે છે. બ્રોકરેજ હાઉસ જેફરીઝ માને છે કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર આરબીઆઈનો પ્રતિબંધ સતત બિન-અનુપાલન અંગેની ચિંતા દર્શાવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ