scorecardresearch

Paytm : આઇપીઓ પ્રાઇસથી 68 ટકા સસ્તો મળી રહ્યો છે પેટીએમનો શેર, ભવિષ્યમાં 35 ટકા રિટર્નની અપેક્ષા

Paytm share price : નોંધનિય છે કે, પેટીએમનો શેર સ્ટોક એક્સેચન્જમાં લિસ્ટિંગ બાદથી સતત ઘટી રહ્યો છે અને તે સૌથી ખરાબ આઇપીઓ બની ગયો છે.

Paytm
Paytm શેરની કિંમત છેલ્લા એક મહિનામાં 11.5% અને છેલ્લા એક વર્ષમાં 27% વધી છે.

માર્ચ ક્વાર્ટરના પરિણામો પછી, Paytm કંપનીના (One 97 Communications) શેરમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે શેરમાં 5 ટકા વધ્યો છે અને તે રૂ. 723ની ઉપર બંધ થયો છે. જ્યારે શુક્રવારે તે રૂ. 689 પર બંધ થયો હતો. વાસ્તવમાં, કંપની માટે માર્ચ ક્વાર્ટર અપેક્ષા કરતાં વધુ સારું રહ્યું છે. ત્રિમાસિક ધોરણે કંપનીની ખોટ 390 કરોડની સરખામણીએ ઘટીને 170 કરોડ રૂપિયા થઈ ગઈ છે. લોન વિતરણ મજબૂત છે, જ્યારે આવકમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. કંપનીની વૃદ્ધિને જોતા બ્રોકરેજ હાઉસ માને છે કે તે ટૂંક સમયમાં નફાકારક બની શકે છે. બ્રોકરેજ હાઉસ આ સ્ટોક અંગે હકારાત્મક છે અને તેઓ 31 થી 35 ટકા અપસાઇડની અપેક્ષા રાખે છે. આવી સ્થિતિમાં, IPO કિંમતથી 67% ડિસ્કાઉન્ટ પર ચાલી રહેલા આ સ્ટોકમાં રોકાણ કરવાની સારી તક છે.

લિસ્ટિંગના દિવસે જ રોકાણકારોને રડાવ્યા

વર્ષ 2021નો સૌથી લોકપ્રિય IPO હોવા છતાં પણ Paytmના શેરે રોકાણકારોને નિરાશ કરવાની સાથે જંગી નુકસાન કરાવ્યું છે. શુક્રવારે કંપનીનો શેર રૂ. 689 પર બંધ થયો હતો. જે ઇશ્યૂ કિંમત કરતાં લગભગ 67 ટકા સસ્તો છે. કંપનીનો શેર 18 નવેમ્બર 2021ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. પેટીએમનોશેર 2150 રૂપિયાની ઇશ્યૂ કિંમત સામે શેરબજારમાં 1955 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો હતો અને લિસ્ટિંગના દિવસે 27 ટકાના ઘટાડા સાથે 1564 રૂપિયા પર બંધ થયો હતો. IPOનું ઊંચું મૂલ્યાંકન આ ઘટાડા માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત કંપની ક્યારે નફો રળતી થશે તે અંગે પણ ભારે અનિચ્છિતતા હતી.

Paytmના શેરમાંમાં રોકાણ સલાહ

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલ કહે છે કે Paytmના માર્ચ ક્વાર્ટરના પરિણામ ઘણા સારા આવ્યા છે. GMVમાં વૃદ્ધિ જાળવી રાખવામાં આવી છે, જ્યારે વિતરણમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. એકંદર આવકમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. ઓપરેટિંગ લીવરેજમાં સુધારો થયો છે. એડજસ્ટેડ EBITDA 5% (એક્સવ UPI ઇન્સેન્ટિવ) સુધી સુધર્યું.

બ્રોકરેજનું કહેવું છે કે કોન્ટ્રીબ્યુશન માર્જિન અને ઓપરેટિંગ લીવરેજમાં સતત સુધારો કંપનીની ઓપરેટિંગ નફાકારકતાને ટેકો આપશે. બ્રોકરેજ અપેક્ષા રાખે છે કે કંપની FY25 સુધીમાં EBITDA બ્રેક-ઇવન હાંસલ કરશે. સ્ટોક નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ચાલી રહ્યો છે. અહીંથી તેમાં રૂ.900 સુધીનો ઉછાળો જોવા મળી રહ્યો છે. બ્રોકરેજ હાઉસે 900 રૂપિયાના ટાર્ગેટ સાથે શેરમાં રોકાણ કરવાની ભલામણ કરી છે. 689 રૂપિયાની વર્તમાન કિંમતના સંદર્ભમાં, તે 31 ટકા રિટર્ન દેખાડી શકે છે.

બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગન પણ Paytmના સ્ટોક અંગે હકારાત્મક છે. બ્રોકરેજ હાઉસે રૂ. 950ના ટાર્ગેટ સાથે સ્ટોકને ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજ કહે છે કે કંપની રેવન્યુ મલ્ટિપલને બદલે નફા પર વેપાર કરનાર પ્રથમ ભારતીય B2C ઈન્ટરનેટ સ્ટોક હોઈ શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે ચોથા ક્વાર્ટરમાં આવકમાં સકારાત્મક રીતે આશ્ચર્ય થયું છે, જે મુખ્યત્વે UPI ઇન્સેન્ટિવથી પ્રાપ્ત થયું છે. મુખ્ય પેમેન્ટ અને એફએસ ડ્રાઇવર વિશે વાત કરીએ તો, નફાની ગતિ જાળવી રાખવામાં આવે છે. બ્રોકરેજ હાઉસે 900 રૂપિયાના ટાર્ગેટ સાથે શેરમાં રોકાણ કરવાની ભલામણ કરી છે. 689 રૂપિયાની વર્તમાન કિંમતના સંદર્ભમાં, તે 35 ટકા વળતર મેળવી શકે છે.

ચોથા ક્વાર્ટરના મુખ્ય હાઇલાઇટ્સ

  • પેટીએમની ખોટ ત્રીજા ક્વાર્ટરમાં 390 કરોડની સરખામણીએ ઘટીને 170 કરોડ રૂપિયા થઈ છે.
  • કુલ આવક વાર્ષિક ધોરણે 52% વધીને 2330 કરોડ થઈ છે. યુપીઆઈ ઈન્સેન્ટિવ 133 કરોડ છે. આ આધારે આવકમાં વાર્ષિક ધોરણે 43%નો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2023માં કુલ આવક 61% થી વધીને 7990 કરોડ થઈ છે.
  • પેમેન્ટ અને નાણાકીય સેવાઓમાંથી થતી આવક 59% થી વધીને 1920 કરોડ થઈ છે. કોમર્શિયલ અને ક્લાઉડ સર્વિસની આવક વાર્ષિક ધોરણે 23% વધીને 390 કરોડ રૂપિયા થઈ છે.
  • GMV 40% YoY વધીને 3.6 લાખ કરોડ થયું. લોન વિતરણ 253% વાર્ષિક ધોરણે વધીને 12550 કરોડ થયું છે.
  • Paytm નું ફોકસ ટર્મથી મિડ ટર્મ માટે ફ્રી કેશ ફ્લો પર રહેલુ છે.
  • વિતરણ વૃદ્ધિ વધુ સારી છે, કન્ઝ્યુમર અને મર્ચન્ટ લોનમાં પણ સ્વસ્થ વૃદ્ધિ છે.
  • ત્રીજા ક્વાર્ટરની સરખામણીએ ચોથા ક્વાર્ટરમાં પોર્ટફોલિયોની ગુણવત્તામાં સુધારો થયો છે. બાઉન્સ રેટમાં ઘટાડો થયો છે અને ECL કાસ્ટમાં ઘટાડો થયો છે.
  • કોન્ટ્રિબ્યૂશન માર્જિન પણ આગળ જતાં વધુ સારું રહેવાની અપેક્ષા છે.
  • એડજસ્ટેડ EBITDA માર્જિન મધ્ય-ગાળામાં સુધરવાની અપેક્ષા છે.

(Disclaimer: સ્ટોકમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ફાયનાન્સિયલ એક્સપ્રેસનો વ્યક્તિગત અભિપ્રાય નથી. બજારમાં જોખમો છે, તેથી રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય લો. આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક રો,

Web Title: Paytm share price jump 5 percent today after q4 result should you buy sell or hold

Best of Express