Paytm Share Price Jupms 124 Percent In 11 Months : અગ્રણી ફિનટેક કંપની પેટીએમ એટલે કે વન97 કોમ્યુનિકેશન્સના શેરમાં રોકાણકારોના માટે આખરે સારા દિવસો આવ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો પહેલા PayTMની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સના શેરમાં તેજી જોવા મળી રહ્યો છે. 19 ઓક્ટોબરે, 2023ના રોજ પેટીએમ કંપનીનો શેર 2.5 ટકા મજબૂત થયો છે અને 975 રૂપિયાની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યો હતો. આ સાથે વર્ષ 2023માં અત્યાર સુધીમાં પેટીએમનો શેર 86 ટકા મજબૂત થયો છે. તો છેલ્લા 11 મહિનામાં પેટીએમના સ્ટોક્સે 124 ટકા વળતર આપ્યું છે. એટલે કે, જે કંપનીનો શેર તેના IPO બાદ રોકાણકારો માટે માથાનો દુખાવો બની ગયો હતો તે હવે તેમના માટે મની બેગ સાબિત થઈ રહ્યો છે. કંપનીનો આઉટલૂક પણ સારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં બ્રોકરેજ હાઉસ પણ શેર માટે પોઝિટિવ આઉટલૂક ધરાવે છે અને આગામી સમયમાં શેરનો ભાવ 1300 રૂપિયા થવાની આગાહી કરી રહ્યા છે.
પેટીએમના શેર 1300 રૂપિયાને સ્પર્શશે – જેફરીઝ (Paytm Share Rs 1300 Target Price – jefferies)
ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરીઝે PayTM શેરને બાય રેટિંગ આપ્યું છે અને 1300 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. એટલે કે હાલના બજાર ભાવથી શેરમાં હજુ 36 થી 37 ટકાનો ઉછાળો આવી શકે છે. જેફરીઝના મતે ધિરાણમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, તો પેમેન્ટ્સમાં માર્જિન એક્સપેન્શનને પગલે કંપનીની નફાકારકતા ભવિષ્યમાં અપેક્ષા કરતાં વધુ સારી બની શકે છે. આગામી 4 ક્વાર્ટરમાં કંપની મોટી નફાકારક ફિનટેકની વૈશ્વિક યાદીમાં સામેલ થઇ શકે છે. તેનું મૂલ્યાંકન હજી સુધી તેની બદલાયેલ પ્રોફાઇલને પ્રતિબિંબિત કરવામાં સક્ષમ નથી.
ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરીઝનું માનવું છે કે ફિનટેક કંપની આગામી 4 ક્વાર્ટરમાં નફાકારક બની જશે. તેની સાથે જ, જેફરીઝે જણાવ્યું હતું કે કંપનીને મજબૂત વૃદ્ધિ (>30%), ડબલ ડિજિટ EBITDA માર્જિન અને સ્થિર નફાકારકતાથી ફાયદો થશે. કંપનીનો શેર હજી પણ નીચા ભાવે ખરીદવાની તક છે. તેની વેલ્યૂએશન 3.6x FY25 EV/રેવન્યુ વૈશ્વિક સ્તરના મોટા ફિનટેક ગ્રૂપની માટે 40 ટકાના ડિસ્કાઉન્ટમાં બોલાઇ રહ્યો છે. બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સાશે પણ PayTM પર બાય રેટિંગ આપ્યું છે અને 1250 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
પેટીએમના ત્રિમાસિક પરિણામ પણ બજારની નજર (Paytm Results)
PayTMના ત્રિમાસિક પરિણામો 21 ઓક્ટોબર એટલે કે શુક્રવારે આવવાના છે. એવું માનવામાં આવે છે કે આ વખતે કંપનીના ત્રિમાસિક પરિણામ પ્રોત્સાહન આવશે. ત્રિમાસિક ધોરણે આવકમાં મજબૂત વૃદ્ધિ થઈ શકે છે. લોન વિતરણમાં સતત વૃદ્ધિને કારણે કંપનીની આવકમાં વધારો થશે. કંપની જૂન ક્વાર્ટરમાં તેની ખોટ ઘટાડવામાં સફળ રહી છે. ત્યારબાદ નુકસાન ઘટીને 358.4 કરોડ રૂપિયા થઈ ગયું હતું. જ્યારે નાણાકીય વર્ષ 2023ના જૂન ક્વાર્ટરમાં કંપનીને 645.4 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સંકેત આપ્યો હતો કે, ફિનટેક કંપની આ વર્ષના અંત સુધીમાં ફ્રી કેશ ફ્લોની સ્થિતિમાં પહોંચવાની અપેક્ષા છે. સકારાત્મક ફ્રી કેશ ફ્લોનો અર્થ છે કે વ્યવસાયમાં વૃદ્ધિ માટે રોકાણ કરવા અથવા શેરધારકોને વિતરણ કરવા માટે પૂરતા નાણાં છે.
પેટીએમનો શેર હજી પણ તેની આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસથી 56 ટકા ની (Paytm IPO Issue Price)
વર્ષ 2021નો સૌથી વધુ ચર્ચિત IPO હોવા છતાં, પેટીએમના સ્ટોકે લાંબા સમયથી રોકાણકારોને નિરાશ કર્યા હતા. કંપનીના શેરનો ભા હાલ 950 રૂપિયાની આસપાસ બોલાય છે, જે કંપનીની 2150 રૂપિયાની આઈપીઓ ઇશ્ પ્રાઇસયૂ કરતાં લગભગ 56 ટકા નીચો ભાવ છે. બીજા શબ્દોમાં કહીયે તો પેટીએમનો શેર ભલે છેલ્લા 11 મહિનામાં 124 ટકા ઉછળ્યો હોય પરંતુ આઈપીઓના રોકાણકારોને હજી પણ 56 ટકા નુકસાન સહન છે. પેટીએમનો શેર 18 નવેમ્બર 2021ના રોજ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ થયો હતો. વન 97 કોમ્યુનિકેશન્સનો સ્ટોક શેર દીઠ 2150 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇસની તુલનાએ 1955 રૂપિયાના ભાવે શેર બજારમાં લિસ્ટેડ થયો હતો.
આ પણ વાંચો | જો તમારી પાસે આ કંપનીનો શેર હોય તો સાવધાન, બીએસઇના એક્શન બાદ તેજી અટકી
(Disclaimer: શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. તે ieGujaratiના અંગત મંતવ્ય નથી. બજાર જોખમોને આધિન છે, તેથી રોકાણ કરતા પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)





