DoPPW Change Rules For Women Employees Pension Nomination: સરકારે મહિલા કર્મચારીઓ સંબંધિત પેન્શન સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. હવે મહિલા સરકારી કર્મચારીઓ પોતાના બાળકોને પેન્શન માટે નોમિની બનાવી શકે છે. એક મહિલા કેન્દ્ર સરકાર કર્મચારી કે પેન્શનધારક દ્વારા તેના પતિની વિરુદ્ધ તલાક, દહેજ કે ઘરેલુ હિંસાનો કેસ દાખલ થવાના કિસ્સામાં તે પોતાના બાળકોને પેન્શન મેળવવાના હકદાર તરીકે નોમિની બનાવી શકે છે. સરકારે કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમોમાં સુધારા કર્યા છે.
મહિલાઓ માટે પેન્શનના નિયમોમાં ફેરફાર (DoPPW Change Rules For Women Employees Pension Nomination)
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (NCBR)ની નવી રિપોર્ટ 2022માં જાણવા મળ્યુ છે કે, 2022માં મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસમાં પતિ કે તેના સગાસંબંધીની ક્રૂરતાને કારણે 31.4 ટકા એટલે કે લગભગ 1.40 લાખથી વધારે ગુના નોંધાયા છે. તે ઉપરાંત 13,479 કેસ દહેજ કાનૂન હેઠળ નોંધવામાં આવે છે.
સરકારે પેન્શનના નિયમો બદલ્યા (Govt Change Rules For Pension Nomination)
ઓફિસ મેમોરેન્ડમ મુજબ પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે કહ્યુ કે, તેને આ બાબત અંગે સ્પષ્ટતા માંગતી ઘણી રજૂઆત મળી છે, તેમા જણાવ્યુ છે કે, શું એક મહિલા કર્મચારી કે પેન્શનધારક લગ્નજીવનમાં વિવાદને કારણે તલાકની અરજી કે અદાલતમાં કેસ દાખલ કરવાની સ્થિતિમાં પોતાના બાળકોને પેન્શનના નોમિની બનાવી શકે છે. વિભાગે આ મામલે મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલય સાથે ચર્ચા કર્યા બાદ મહિલાઓ માટે પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે.
આ વણ વાંચો | ટેક્સ કેવી રીતે બચાવવો? રોકાણનો પુરાવો સબમિટ કરતા પહેલા કર મુક્તિના આ વિકલ્પો વિશે વિચારો
પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે (DoPPW) વિગતો આપતા આદેશમાં જણાવ્યું છે કે, મહિલા કર્મચારી સંબંધિત કચેરીના વડાને લેખિતમાં વિનંતી કરી શકે છે કે તેણીના મૃત્યુના કિસ્સામાં “ઉપરોક્ત કોઈપણ પેન્ડિંગ કેસ કે કાર્યવાહી દરમિયાન તેના જીવનસાથીના બદલે તેના પાત્ર બાળક/બાળકોને કુટુંબ પેન્શન આપવામાં આવે.”