Pension Scheme for Farmers : પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એ દેશના ખેડૂતો માટે પેન્શન યોજના છે, જે હેઠળ અત્યાર સુધીમાં 19,48,871 લોકોનું રજિસ્ટ્રેશન થયુ છે. તેમાંથી 12.8 લાખ પુરૂષો અને 7.41 લાખ મહિલાઓ છે. આ યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા પેન્શન આપવાની જોગવાઈ છે.
અહીં એક વાત જાણવી અગત્યની છે કે, આ યોજના પીએમ કિસાન સન્માન નિધિથી અલગ છે , જે હેઠળ પાત્ર ખેડૂતોને એક વર્ષમાં 3 હપ્તામાં 6000 રૂપિયા ચૂકવવામાં આવે છે. જો પીએમ કિસાને સન્માન નિધિમાં નોંધણી કરાવી હોય, તો શું તે પેન્શન યોજનામાં પણ સહભાગી બની શકે છે કે નહીં? ચાલો જાણીયે
નિયમ શું કહે છે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બનેલા નિયમોમાં ખેડૂતોના ફાયદા પણ સામેલ છે. નિયમો અનુસાર, જો તમે પીએમ કિસાનમાં ખાતા ધારક છો, તો તમે પીએમ કિસાન માનધન યોજનામાં પણ સીધા રજિસ્ટર્ડ થઇ જશો. તેનો અર્થ એ કે જો તમે પીએમ કિસાનમાં નોંધણી કરાવો છો, તો તમારું આપ મેળે રજિસ્ટ્રેશન પેન્શન યોજનામાં થઇ જશે. જો તમે PM કિસાનમાં નોંધાયેલા ન હોવ તો પણ તમે પેન્શન યોજનામાં ભાગ લઈ શકો છો. પરંતુ વધારે ફાયદો બંને યોજનાઓ હેઠળ રજિસ્ટર્ડ થવામાં છે.
આ અંગેની માહિતી પીએમ કિસાન સન્માન નિધિની વેબસાઇટ http://www.pmkisan.gov.in પર આપવામાં આવી છે.
યોજનાનો બમણો ફાયદો કેવી રીતે ઉઠાવવો?
પીએમ કિસાનમાં ખાતાધારક હોવાનો મોટો ફાયદો એ છે કે કિસાન માનધન માટે નોંધણી કોઈપણ ડોક્યુમેન્ટ વગર થઈ જશે. તેમજ આ પેન્શન યોજના માટે જરૂરી યોગદાન પોતાના ખિસ્સામાંથી કરવાની જરૂર નથી. આ યોગદાન પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ સરકારી સહાયમાંથી કાપવામાં આવશે. આ માટે, તમારે અગાઉથી એક ફોર્મ ભરીને માહિતી આપવી પડશે કે યોગદાન સહાયની રકમમાંથી કાપવામાં આવે.
પીએમ કિસાન માનધનનું યોગદાન પણ નજીવું છે. આ યોગદાન 18 થી 40 વર્ષની વયના ખેડૂતો માટે રૂ. 55 થી રૂ. 200 માસિક છે. તેનો અર્થ એ કે વાર્ષિક મહત્તમ યોગદાનના કિસ્સામાં પણ 2400 રૂપિયા થાય છે. જ્યારે પીએમ કિસાન હેઠળ વ્યક્તિને વાર્ષિક 6000 રૂપિયા મળે છે.
કેટલી આવક થશે
જે ખેડૂત પીએમ કિસાન યોજનામાં રજિસ્ટર્ડ છે, તેમને સરકાર એક વર્ષમાં 3 હપ્તામાં કુલ 6000 રૂપિયા આપે છે. જ્યારે તેમની ઉંમર 60 વર્ષ થશે ત્યારે આ 6000 રૂપિયાની વાર્ષિક રકમમાં દર વર્ષે 36000 રૂપિયા ઉમેરાઇ જશે. એટલે કે જો પીએમ કિસાનમાં ખાતું ખોલાવવા ઉપરાંત તમે પેન્શન સ્કીમ પીએમ કિસાન માનધાનમાં પણ નોંધણી કરાવો છો, તો 60 વર્ષની ઉંમર પછી તમને વાર્ષિક 42 હજાર રૂપિયા મળશે. ઉપરાંત 60 વર્ષની ઉંમર પછી પેન્શન યોજનાનું યોગદાન પર કપાતું બંધ થઈ જશે.
18 વર્ષથી 40 વર્ષની વચ્ચેનો કોઈપણ ખેડૂત પીએમ કિસાન માનધન હેઠળ નોંધણી કરાવી શકે છે. તે જ સમયે, તેણે તેની ઉંમર અનુસાર આ યોજનામાં માસિક યોગદાન આપવું પડશે.
આ પણ વાંચો | જૂનો ફ્લેટ વેચવાથી થયેલા નફા પર કેટલો ટેક્સ લાગે છે? નવું મકાન ખરીદવા પર કર મુક્તિ મળશે?
પીએમ કિસાન યોજનાનો લાભ લેનાર ટોપ-5 રાજ્ય
બિહાર : 344606ઝારખંડ : 252884ઉત્તર પ્રદેશ : 251770છત્તીસગઢ : 202705ઓડિશા : 157104





