/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Pensioners-LiFe-Certificate.jpg)
પેન્શનધારકો એ દર વર્ષે લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરવાનું હોય છે. (Photo - Canva)
LiFe Certificate Submit Tips For Pensioners : જીવન પ્રમાણપત્ર: પેન્શનધારકોએ તેમનું લાઈફ સર્ટિફિકેટ દર વર્ષે જમા કરાવવું જરૂરી છે જેથી તેઓને તેમનું પેન્શન સમયસર મળતું રહે. તમામ પેન્શનધારકોએ 30મી નવેમ્બર સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું હોય છે. જો તેઓ લાઈફ સર્ટિફિકેટ જમા ન કરાવે તો તેમને પેન્શન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. લાઈફ સર્ટિફિકેટ જમા કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023 છે. તમને જણાવી દઈએ કે પેન્શન લેનારા વરિષ્ઠ નાગરિકો કુલ સાત રીતે તેમનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. ચાલો જાણીએ…
જીવન પ્રમાણ પોર્ટલ (Jeevan Praman App)
ઉમંગ મોબાઈલ એપ (Umang Mobile App)
વીડિયો આધારિત કસ્ટમર આઈડેન્ટી પ્રોસેસ (Video Based Customer Identification Process)
પોસ્ટ ઓફિસની બાયોમેટ્રિક ડિવાઈસ (Post Office Biometric Device)
બેંક બ્રાન્ચમાં જઇન ફિજિકલી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવો
ડોરસ્ટેપ બેન્કિંગ (ડીએસબી) એજન્ટ
ફેસ ઓથેન્ટિકેશન
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઑનલાઇન જમા કરવાની રીત
પેન્શનધારકો માટે સરકારની ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સ્કીમનો ઉદ્દેશ્ય એ છે કે પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ જમા કરવા માટે જાતે બેંકમાં જવું ન પડે. તે પોતાનું જીવન પ્રમાણપત્ર ઘરે બેઠા જમા કરાવી શકે છે. ઘણી વખત પેન્શનધારકો માટે શાખામાં જઈને લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું મુશ્કેલ બની જાય છે. તમે તમારા આધાર નંબર અને બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરીને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકો છો.
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ શું છે?
પેન્શનધારકો માટે બાયોમેટ્રિક્સ-સક્ષમ ડિજિટલ સર્વિસને જીવન પ્રમાણ કહેવામાં આવે છે. કેન્દ્ર, રાજ્ય અથવા અન્ય કોઈપણ સરકારી એજન્સીના પેન્શનધારકો આ સેવાનો ઉપયોગ કરી શકે છે.
શું તે સમગ્ર જીવનભર માટે માન્ય છે?
લાઈફ સર્ટિફિકેટ એક વર્ષ માટે માન્ય છે. પેન્શનધારકે દર વર્ષે તેમની હયાતીનો પુરાવો આપવા માટે લાઈપ સર્ટિફિકેટ સબમિટ કરાવવું પડે છે. લાઈફ સર્ટિફિકેટનો અર્થ એ છે કે તમે જીવંત છો.
આ પણ વાંચો | મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાંથી વધુ રિટર્ન મેળવવા આ 5 ભૂલો કરવાથી બચવું
ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે સબમિટ કરવું
પેન્શનધારક પોતાનું જીવન પ્રમાણપત્ર અલગ અલગ રીતે સબમિટ કરી શકે છે. પેન્શનધારકોને ડિજિટલ લાઇફ સર્ટિફિકેટની ઍક્સેસ છે, જે બાયોમેટ્રિક્સ સાથેની ડિજિટલ સેવા છે. ઉપરાંત તમે તમારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us