Personal Finance Tips: આવક ખર્ચ અને બચત સંતુલિત કરવામાં મદદ કરશે 50 30 20 બજેટ નિયમ, જાણો ફાયદા

Money Management By 50 30 20 Budget Rules: મોંઘવારી વચ્ચે નાણાકીય આયોજન કરવામાં મુશ્કેલી પડે છે. તમે 50 30 20 નિયમ અનુસર સરળતાથી આવક, ખર્ચ અને બચત વચ્ચે સંતુલન રાખવી શકો છો. જાણો આ મની મેનેજમેન્ટ મેથડના ફાયદા

Money Management By 50 30 20 Budget Rules: મોંઘવારી વચ્ચે નાણાકીય આયોજન કરવામાં મુશ્કેલી પડે છે. તમે 50 30 20 નિયમ અનુસર સરળતાથી આવક, ખર્ચ અને બચત વચ્ચે સંતુલન રાખવી શકો છો. જાણો આ મની મેનેજમેન્ટ મેથડના ફાયદા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Personal Finance Tips | Money Management tips | Money Management rules

Personal Finance Tips: નાણાકીય આયોજન કરવું જરૂરી છે. (Photo: Freepik)

Personal Finance Money Management Tips: મોંઘવારીના સમયમાં આવક, ખર્ચ અને ભવિષ્ય માટે બચતને સંતુલિત કરવું સરળ નથી. આ માટે યોગ્ય નાણાકીય આયોજન કરવું પડે છે. નાણાકીય આયોજન કરવું દરેક માટે મહત્વપૂર્ણ છે, પરંતુ કેટલીકવાર તેને અમલમાં મૂકવું સરળ હોતું નથી. આવી સ્થિતિમાં, 50-30-20 નિયમ એ એક સરળ અને અસરકારક પદ્ધતિ છે, જે તમને તમારા પૈસાને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદ કરે છે. આ નિયમ જણાવે છે કે તમે તમારી આવકને ત્રણ ભાગમાં વહેંચીને ખર્ચ, બચત અને રોકાણ વચ્ચે કેવી રીતે વધુ સારું સંતુલન બનાવી શકો છો. આ નિયમ ફક્ત તમારી રોજિંદી જરૂરિયાતોનું જ ધ્યાન રાખતું નથી પરંતુ તમારી લાંબા ગાળાની નાણાકીય સ્થિરતાનું પણ ધ્યાન રાખે છે.

Advertisment

What Is 50 30 20 Budget Rules? : 50 30 20 નિયમ શું છે?

આ નિયમ નાણાકીય આયોજન કરવામાં મદદરૂપ થાય છે. 50 - 30 - 20 નિયમ તમને જણાવે છે કે તમારી કરવેરા પછીની આવકને ત્રણ ભાગોમાં વિભાજીત કરીને કેવી રીતે સંચાલિત કરવી . આ ત્રણ ભાગ આ મુજબ છે:

50 ટકા રકમ જીવન જરૂરિયાત માટે

તમારી આવકની 50 ટકા રકમ જીવન જરૂરિયાત પાછળ ખર્ચ કરવામાં આવે છે. જેમા મકાન ભાડું, કરિયાણું, વીજળી, પાણી, પેટ્રોલ અને આરોગ્ય વીમો જેવી આવશ્યક બાબતો પાછળ થતા ખર્ચાઓનો સમાવેશ થાય છે.

20 ટકા રકમ ઇચ્છાઓ પુરી કરવા

તેમા બિન જરૂરી પરંતુ ઇચ્છાઓ પુરી કરવા પાછળ ખર્ચનો સમાવેશ થાય છે જે તમને ખુશ કરે છે, જેમ કે બહાર ફરવા જવું, હોટેલમાં જમવું, થિયેટરમાં મૂવી જોવી, શોપિંગ અને વિકેન્ડ કે હોલીડે ટુર વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

Advertisment

20 ટકા રકમ રોકાણ, બચત કે દેવાની ચૂકવણી

તમારા આવકની 20 ટકા રકમ માંથી રોકાણ, બચત અને દેવાની ચૂકવણી માટે ફાળવવામાં આવે છે. તેમાથી હોસ્પિટલ જેવી આકસ્મિક કટોકટી પાછળ ખર્ચપાત્ર રકમ સામેલ હોય છે.

આ નિયમની મદદથી, તમે સુનિશ્ચિત કરી શકો છો કે તમારી ખર્ચની ટેવ તમારી પ્રાથમિકતાઓ અને નાણાકીય ધ્યેયોને પહોંચી વળવાના માર્ગમાં અવરોધરૂપ ન બને.

50 - 30 - 20 નિયમ પાલનના ફાયદા

આ નિયમ સમજવામાં અને લાગુ કરવામાં સરળ છે. જો તમે આનું પાલન કરો છો અને તમારી આવકની 20 ટકા મૂડીનું બચતમાં રોકાણ કરવાનું ચાલુ રાખો છો, તો તમે લાંબા ગાળે એક મોટું નાણાકીય ભંડોળ બનાવી શકો છો. આ ઉપરાંત, રોકાણ-બચત શ્રેણીમાં લોનની ચુકવણીનો સમાવેશ કરવાની વ્યવસ્થા તમને ઝડપથી દેવા મુક્ત બનવામાં મદદ કરી શકે છે. જો તમે બચત દ્વારા મોટું ભંડોળ ઊભું કરવા માંગો છો અને તમારી આવક તેને મંજૂરી આપે છે, તો તમે બચતનો હિસ્સો 20% થી વધારીને 30% અથવા તેનાથી પણ વધુ કરી શકો છો.

એકંદરે, 50-30-20 નિયમ તમારા નાણાકીય સ્વાસ્થ્યને સુધારવા માટે એક વ્યવહારુ અને સરળ રીત છે. આ નિયમ તમને જરૂરિયાતો, ઈચ્છાઓ અને બચત વચ્ચે યોગ્ય સંતુલન બનાવીને તમારા મની મેનેજમેન્ટને સુધારવામાં મદદ કરે છે. આ નિયમ અનુસર તમે ફક્ત તમારા નાણાકીય મુશ્કેલી ઘટાડવાની સાથે સાથે તમારા લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યોને પણ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો.

Investment બજેટ બિઝનેસ