scorecardresearch

પર્સનલ ફાઇનાન્સ પ્લાનિંગ ટીપ્સ : 20 વર્ષની વયે નાણાંકીય આયોજન કરતી વખતે આ 5 બાબતો ધ્યાનમાં રાખો

Personal finance planning tips : જો તમારી ઉંમર 20 વર્ષ છે અને તમારી કારકિર્દી શરૂ કરી રહ્યા છો, તો ફાઇનાન્સિયલ પ્લાનિંગને નજર અંદાજ કરવું જોઇએ નહીં.

Personal finance planning tips
કરિયરની શરૂઆત સાથે જ પર્સનલ ફાઇનાન્સિયલ પ્લાનિંગની શરૂઆત કરવી જોઇએ. (પ્રતિકાત્મક ફોટો)

નાણાકીય આયોજન એ પર્સનલ ફાઇનાન્સનું અનિવાર્ય પાસું છે. જો તમારી ઉંમર 20 વર્ષ છે અને તમારી કારકિર્દી શરૂ કરી રહ્યા છો, તો ફાઇનાન્સિયલ પ્લાનિંગને અવગણવું જોઇએ નહીં. અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવા નાણાંકીય રીતે સુરક્ષિત રહેવા માટે નાણાંનું અસરકારક રીતે આયોજન કરવા જરૂરી છે. નાની ઉંમરે નાણાંકીય આયોજન કરતી વખતે ધ્યાનમાં રાખવાની 5 બાબતો…

મૂળભૂત બાબતોથી શરૂઆત કરો

તમારા નાણાકીય આયોજનની મુસાફરીનું પ્રથમ પગલું બજેટ છે. જેમાં તમારી આવકમાંથી ખર્ચ અને બચત માટે ભાગ પડાવો પડશે. બજેટ તૈયાર કરવાથી તમે તમારી જરૂરિયાતો નક્કી કરી શકશો એટલું જ નહીં, બચત પણ કરી શકશો. બજેટ એ એક અસરકારક સાધન છે જે નાણાં સંબંધિત ચિંતાઓ ઘટાડી શકે છે, કારણ કે તે તમને તમારા પૈસા ક્યાં જઈ રહ્યા છે તે બરાબર સમજવામાં મદદ કરે છે.

બચત કરો, વધુમાં વધુ નાણાં બચાવો

બચત એ નાણાકીય આયોજનનું પ્રથમ પગલું છે, અને સૌથી મહત્વપૂર્ણ પૈકીનું એક છે. તમે તમારા બધા નિયમિત ખર્ચાઓ કવર કરી લો તે પછી, તમે બાકી બચેલા નાણાંની બચત કરી શકો છો અને તેનું કોઇક રીતે રોકાણ કરી શકો છો. જ્યારે બચતની વાત આવે છે, ત્યારે તમારી વર્તમાન આવકમાંથી ઓછામાં ઓછા 20 ટકા નાણાંને અલગ રાખવાનો પ્રયાસ કરો અને તમારી આવક વધે તેમ આ ટકાવારી વધારો.

વધારે બચત કરવા માટે ખર્ચાઓનું વિશ્લેષ્ણ કરો જે તમને નાણાં બચાવવામાં મદદ કરી શકે. દાખલા તરીકે, પૈસા બચાવવા માટે મોટાભાગે ઘર જમવાનું રાખવું અને વિકેન્ડમાં બહાર ફરવાનું કે બહાર જમવાનું ટાળો. તમે દરરોજ કેબમાં જવાને બદલે પર્સનલ વ્હિકલ પણ ખરીદી શકો છો અથવા તમારી ઓફિસની મુસાફરી માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાનો ઉપયોગ કરી શકો છો, જે તમને બચત કરવામાં મદદ કરી શકે છે.

તમારા નાણાકીય લક્ષ્યાંકો નક્કી કરો

દરેક વ્યક્તિના જીવનમાં ઘણા બધા સપનાઓ અને ધ્યેયો હોય છે, જેને પુરા કરવાની ઇચ્છા રાખતા હોય છે. ઘર, કાર, વેકેશનમાં ફરવા જવું, તમારા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવું અને પૈસાદાર બનીને નિવૃત્ત થવા જેવી ઇચ્છાઓ સામેલ હોય છે અને તેમાં પૈસાની જરૂર પડે છે. આ લક્ષ્યોને પૂરા કરવામાં તમને જે સમય લાગી શકે તેના આધારે તેને વર્ગીકૃત કરી શકાય છે.

દાખલા તરીકે, વેકેશનમાં ફરવા જવું એ ટૂંકા ગાળાનો ધ્યેય છે જે 2 વર્ષમાં પૂર્ણ થઈ શકે છે. કાર ખરીદવી એ મધ્યમ ગાળાનો ધ્યેય હોઈ શકે છે જેને સાકાર થવામાં 5 વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો કે, ઘર ખરીદવું, તમારા બાળકોના શિક્ષણ માટેનું આયોજન અથવા તમારી પોતાની નિવૃત્તિ જેવા મોટા ખર્ચાઓ લાંબા ગાળાના લક્ષ્યો છે જેને પૂર્ણ કરવામાં 10 વર્ષ જેટલો સમય લાગી શકે છે. દરેક ધ્યેયને અનુરૂપ નાણાકીય યોજના બનાવવાથી તમને તે સાકાર કરવામાં મદદ મળી શકે છે.

તમારી બચત – રોકાણમાં વધારો કરો

તમે તમારા નાણાકીય લક્ષ્યોને નિર્ધારિત કર્યા પછીનું આગામી પગલું એ છે કે તે લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટે રોકાણનું આયોજન કરવાનું શરૂ કરો. જ્યારે બચત તમને એક મજબૂત નાણાકીય પાયો બનાવવામાં મદદ કરશે, તમારા રોકાણો તમારા નાણાંમાં વૃદ્ધિ કરશે અને તમને નાણાકીય લક્ષ્યો હાંસલ કરવામાં મદદ કરશે.

દાખલા તરીકે, તમે 50 વર્ષના થાઓ ત્યાં સુધીમાં તમે 10 કરોડ રૂપિયાની બચત કરવા માંગો છો. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે, તમારે હવે તેના પર કામ કરવાનું શરૂ કરવું પડશે. બચત બેંક ખાતા જે 3% પોસ્ટ ટેક્સ રિટર્ન ઓફર કરે છે, તમારે ઇચ્છિત લક્ષ્ય રકમ સુધી પહોંચવા માટે 30 વર્ષ સુધી દર મહિને રૂ.1.7 લાખની બચત કરવી પડશે.

પરંતુ, આવુ કરવું કદાચ સરળ ન હોય. મ્યુચ્યુઅલ ફંડ તેની માટે વધુ સારો વિકલ્પ છે, જે તમને ઓછા સમયમાં તમારા લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. જો તમે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને રૂ. 30,000નું રોકાણ કરો છો જે 30 વર્ષમાં સરેરાશ 12% વળતર આપે છે, તો તમે નિર્ધારિત સમયમાં તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો. ઉપરાંત જ્યારે તમારી આવક વધે ત્યારે તેમાં રોકાણ વધારી શકો છો.

અણધારી ઘટનાઓ માટે તૈયાર રહો

અણધારી ઘટનાઓ જીવનનો એક ભાગ છે અને ઘણી વખત ચેતવણી આપ્યા વિના જ બને છે. નોકરી ગુમાવવી અથવા તબીબી કટોકટી એ બે અણધારી ઘટનાઓ છે જેને તમે ઈમરજન્સી ફંડની મદદથી હેન્ડલ કરવા માટે તૈયાર થઈ શકો છો. તમારા માસિક ખર્ચનું મૂલ્યાંકન કરો અને એક ફંડ બનાવો જે તમારા 6 મહિનાના જીવન ખર્ચને આવરી લેશે. તમે રિકરિંગ ડિપોઝિટ વડે તમારું ઈમરજન્સી ફંડ બનાવવાનું શરૂ કરી શકો છો અથવા તેને લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સરળતાથી સુલભ એવન્યુમાં સાચવી શકો છો.

તમારો ક્રેડિટ સ્કોર જાળવી રાખો

અન્ય એક બાબતે જે ખરેખર તમારી નાણાકીય આયોજનના પ્રવાસને પ્રભાવિત કરી શકે છે તે છે તમારો ક્રેડિટ સ્કોર. હવે, ક્રેડિટ સ્કોર એ ત્રણ અંકનો એક નંબર હોય છે જે તમારી ક્રેડિટ હિસ્ટ્રીના આધારે ગણવામાં આવે છે અને તમારી ક્રેડિટપાત્રતાને દર્શાવે છે. ધિરાણકર્તા ઉધાર એટલે કે લોન લેનારની રિપેમેન્ટ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટે આ સ્કોરનો ઉપયોગ કરે છે.

તંદુરસ્ત ક્રેડિટ હિસ્ટ્રી બનાવવા માટે, તમારે તમારા તમામ દેવાં જેમ કે ક્રેડિટ કાર્ડ બિલ અને લોન EMIs સમયસર ચૂકવવા પડશે. 750 થી ઉપરના ક્રેડિટ સ્કોરને બેસ્ટ માનવામાં આવે છે અને ભવિષ્યમાં ક્રેડિટ મેળવવાની તમારી શક્યતાને મજબૂત કરી શકે છે.

તેથી, તમારા ઋણને તમારા ક્રેડિટ સ્કોરને પ્રભાવિત કરતા અટકાવવા માટે હંમેશા સ્માર્ટ રીતે મેનેજ કરવાનું યાદ રાખો. આમ કરવાથી તમારા માટે ઘરની માલિકી જેવા જીવનના મોટા ધ્યેયો પૂરા કરવાનું સરળ બની શકે છે, જેને ઘણીવાર લોનની જરૂર પડે છે.

તમારી જાતને સુરક્ષિત કરો

જ્યારે તમારી ઉંમર 20 વર્ષની હોય, ત્યારે તમારી જરૂરિયાતો અનુસાર ઉપલબ્ધ વિવિધ પ્રકારના વીમાના મહત્વને સમજો. લાઇફ, હેલ્થ અને ઓટો એ મૂળભૂત વીમા કવર છે જે તમારે તમારી જાતને અને તમારા પરિવારને સુરક્ષિત રાખવા માટે જરૂર પડી શકે છે. તમને વીમા કવરેજની જરૂર છે કે નહીં તે બાબત કુટુંબ પરિવાર તમારા પર નિર્ભર કે આશ્રિતો છે કે નહીં.

જો તમે તમારા પરિવારના એકમાત્ર કમાણ કરનાર વ્યક્તિ છો, તો એક ટર્મ પ્લાન લે જે તમારા અકાળ મૃત્યુની સ્થિતિમાં તમારા કુટુંબ અને આશ્રિતોને સુરક્ષિત કરશે. જો તમારી પાસે કોઈ આશ્રિતો અથવા જવાબદારીઓ ન હોય, તો તમે તે સમય માટે વીમો ખરીદવામાં વિલંબ કરી શકો છો. જો કે, તમારા એમ્પ્લોયર દ્વારા પૂરી પાડવામાં આવેલી યોજના પર આધાર રાખવાને બદલે તમારા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન ખરીદો.

ફાઇનાન્સિયલ પ્લાનિંગ એ આજના અનિશ્ચિતતા ભર્યા સમયની એક આવશ્યકતા છે, જેનુ આયોજન વર્તમાનમાં કરવામાં આવે છે અને તેના લાભ ભવિષ્યમાં મળે છે. જો કે, તમારી યોજના બનાવતી વખતે, જીવનનો આનંદ માણવાનું ભૂલશો નહીં. તમારી આવકનો એક ભાગ એવી વસ્તુઓ માટે અલગ રાખો કે જે તમારા જીવનનો આનંદ -મજા વધારી શકે, જેમ કે સપ્તાહના અંતે રજાઓ, બહાર જમવાનું અથવા તો હાઇ સ્કીલ એજ્યુકેશન મેળવું વગેરે. સૌથી છેલ્લે ફાઇનાન્સિયલ ગ્રોથથી માહિતગાર રહો જેથી કરીને જ્યારે તમારા પૈસાની વાત આવે ત્યારે તમે વધુ સારા નિર્ણયો લઈ શકો.

અધિલ શેટ્ટી BankBazaar.com ના CEO છે.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.

Web Title: Personal finance planning tips financial gols saving investment

Best of Express