Personal Loan: પર્સનલ લોન રિફાઈનાન્સ શું છે અને તેના ફાયદા, આટલી વાત ધ્યાનમાં રાખવી જરૂરી

Personal Loan Refinance Benefits: પર્સનલ લોન રિફાઈનાન્સ ઘણી વખતે ઉંચા વ્યાજદરનો બોજ ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો કે પર્સનલ લોન રિફાઈનાન્સિંગ કરાવતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ.

Written by Ajay Saroya
Updated : December 03, 2024 11:49 IST
Personal Loan: પર્સનલ લોન રિફાઈનાન્સ શું છે અને તેના ફાયદા, આટલી વાત ધ્યાનમાં રાખવી જરૂરી
Personal Loan Refinance Benefits: પર્સનલ લોન રિફાઈનાન્સ કરાવતી વખતે વ્યાજદર, લોન ઇએમઆઈ, શરત અને મુદ્દત જેવી બાબતો ધ્યાનમાં રાખવી જોઇએ. (Photo: Freepik)

Personal Loan Refinance Benefits : પર્સનલ લોન બેંક દ્વારા કોઇ જામીનગીરી વગર આપવામાં આવતી લોન છે. પર્સનલ લોનના વ્યાજદર હોમ લોન અને ઓટો લોન કરતા ઉંચા હોય છે. ઉંચા વ્યાજદરથી બચવામાં પર્સનલ લોન રિફાઈનાન્સ કરી તમે પૈસા બચાવી શકો છો. ઉપરાંત તે માસિક લોન ઇએમઆઈ પણ ઘટાડી દે છે. જરૂરિયાત મુજબ લોન એડજસ્ટ કરવામાં પણ મદદરૂપ થાય છે. અહીં પર્સનલ લોન રિફાઇનાન્સિંગ શું છે અને તેના ફાયદા વિશે જાણકારી આપવામાં આવી છે.

What Is Personal Loan Refinance : પર્સનલ લોન રિફાઇનાન્સ શું છે?

પર્સનલ લોન રિફાઇનાન્સિંગ એટલે હાલની લોનને નવી લોનમાં તબદીલ કરવી છે. નવી લોન સામાન્ય રીતે નવી શરતો સાથે નવી બેંક કે ફાઈનાન્સ કંપની પાસેથી લેવામાં આવે છે. નવી લોનની રકમ માંથી જુની લોનની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવે છે અને નવી શરતો સાથે રિફાઈનાન્સ વાળી લોનના હપ્તા શરૂ થાય છે. સામાન્ય રીતે લોનધારક નીચા વ્યાજદર, રિપેમેન્ટ શિડ્યુઅલમાં ફેરફાર કે નાણાંકીય બોજનું સુવ્યવસ્થિત વ્યવસ્થાપન કરવા માટે આ વિકલ્પ પસંદ કરે છે.

પર્સનલ લોન રિફાઈનાન્સ કરતી વખતે શરતો અને ચાર્જ વગેરે બરાબર સમજી લેવા જોઇએ. તમારી હાલની લોનની આકારણી કરો, રિફાઇનાન્સના વિકલ્પો શોધો અને નિર્ણય લેવાની પહેલા સંભવિત બચત અને ખર્ચની ગણતરી કરો. યોગ્ય રણનીતિ સાથે લોન રિફાઇનાન્સ નાણાંકીય સગવડતા હાંસલ કરવામાં મદદ કરે છે. કોઇ પણ નિર્ણય લેવાની પહેલા તમારા ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સની મદદ લેવી.

સારા વિકલ્પની તલાશ કરો

પર્સનલ લોન રિફાઈનાન્સ કરવા માટે સારા વિકલ્પની તલાશ કરો. નવી બેંક કે ફાઈનાન્સ કંપની અને હાલની લોનના વ્યાજદરની તુલના કરો. પ્રમોશન ઓફર વિશે તલાશ કરો, જેમાં રેટ કે પ્રોસેસિંગ ફી ઓછી હોય શકે છે.

નવી લોન માટે અરજી કરો

નવી બેંક પસંદ કર્યા બાદ રિફાઈનાન્સ માટે તમારી અરજી રજૂ કરો. તેમા સામાન્ય રીતે તમારી હાલની લોનની વિગત, આવકના પુરાવા, ક્રેડિટ હિસ્ટ્રી, ઓળખના દસ્તાવેજ વગેરે આપવાની હોય છે.

લોન મંજૂરી અને સેક્શન

તમારી લોન અરજી મંજૂરી થાય છે, તો નવી બેંક તમારી હાલની લોનની સીધી ચૂકવણી કરી શકે છે અથવા જુની લોનના સેટલમેન્ટ માટે ફંડ આપે છે. ત્યારબાદ હાલની શરતો મુજબ નવી લોનની ચૂકવણી શરૂ થશે.

લોન સેટલમેન્ટ કરો

તમારું જુનું લોન એકાઉન્ટ બંધ થઇ ગયું છે, જેની ખાતરી કરો. તમારી જુની લોન આપનાર બેંક પાસેથી ક્લોઝર સર્ટિફિકેટ લેવાનું ભૂલશો નહીં. આ દસ્તાવેજમાં એ વાતનો પુરાવો છે કે તમે જુની લોનની બધી રકમ ચૂકવી દીધી છે.

પર્સનલ લોન રિફાઇનાન્સ કરવામાં આ બાબત ધ્યાનમાં રાખવી

પ્રોસેસિંગ ફી અને પેનલ્ટી

બેંક કે ફાઈનાન્સ કંપની લોન પ્રોસેસિંગ ફી વસૂલે છે. ઉપરાંત તમારી જુની લોનની વહેલા ચુકવણી પર પ્રી પેમેન્ટ પેનલ્ટી પણ વસૂલવામાં આવી શકે છે. આમ પર્સનલ લોન રિફાઈનાન્સ થી થનાર બચત કરતા લોન પ્રોસેસિંગ ફી અને પ્રી પેમેન્ટ પેનલ્ટીનો ખર્ચ વધી જાય તેનું ધ્યાન રાખો.

ક્રેડિટ સ્કોર પર અસર

લોન રિફાઇનાન્સ માટે અરજી કર્યા બાદ તમારા ક્રેડિટ સ્કોર રિપોર્ટની કડક તપાસ થઇ શકે છે. તમારો ક્રેડિટ સ્કોર ઉંચો રહે તેનું ધ્યાન રાખો.

કુલ લોન ખર્ચ

પર્સનલ લોન રિફાઈનાન્સમાં માસિક લોન ઇએમઆઈમાં ઘટાડો ભલે આકર્ષક દેખાતો હોય પરંતુ લોન પીરિયડ વધવાથી કુલ લોન ખર્ચ વધી શકે છે. આથી લોન રિફાઈનાન્સ કરતાવતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ