scorecardresearch

તમારે પર્સનલ લોન જોઇએ છે? કોણ સૌથી સસ્તી લોન આપી રહ્યુ છે? ચેક કરી લો યાદી

Personal loan interest rate: હાલના સમયમાં લોકો વિવિધ નાણાંકીય જરૂરીયાતો સંતોષવા માટે ઘણી વખત પર્સનલ લોન (personal loan) લેતા હોય છે તેના વ્યાજદર (interest rate) હોમ લોન (home loan) અને ઓટો લોન (Auto loan)ની તુલનાએ ઉંચા હોય છે, આથી વિવિધ બેન્કો (Banks) અને ફાઇનાન્સ કંપનીઓની લોનની સરખામણી કર્યા બાદ જ લોન લેવાનો નિર્ણય લેવો જોઇએ…

તમારે પર્સનલ લોન જોઇએ છે? કોણ સૌથી સસ્તી લોન આપી રહ્યુ છે? ચેક કરી લો યાદી

હાલના સમયમાં લોકોને વિવિધ નાણાંકીય જરૂરીયાતો સંતોષવા માટે ઘણી વખત બેન્કો પાસેથી લોન લેતા હોય છે, જેમાં હોમ લોન, ઓટો લોન, એજ્યુકેશન લોન અને પર્સનલ લોન મુખ્ય છે. આરોગ્ય, લગ્ન, મુસાફરી, લોનની ચુકવણી વગેરે જેવી કટોકટીની સ્થિતિમાં અચાનક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે રૂપિયાની વ્યવસ્થા કરવાના સૌથી ઝડપી ઉપાયો પૈકીમાં એક છે પર્સનલ લોન.

પર્સનલ લોનની ઝડપી મંજૂરી અને વિતરણને કારણે, મોટાભાગના લોકો તે લેવાનું વધારે પસંદ કરે છે. કોઇ વ્યક્તિ પર્સનલ લોન માટે અરજી કરો કે તરત જ ધિરાણ આપનારી બેંક અથવા ફાઇનાન્સ કંપનીઓ તમારી આવક, ક્રેડિટ સ્કોર અને રોજગાર સ્થિતિ, ઉંમર અને રહેઠાણ સહિતની તમામ વિગતોની ચકાસણી કરે છે. એકવાર સંબંધિત વ્યક્તિનું પ્રોફાઇલ વેરિફિકેશન યોગ્ય લાગતા બેંક કે ફાઇનાન્સ કંપનીઓ તમારા બેન્ક એકાઉન્ટમાં પર્સનલ લોનની રકમ જમા કરી દે છે.

પર્સનલ લોન માટે અરજી કરવી આજકાલ ખૂબ જ સરળ બની ગઈ છે. જો તમે ઇચ્છો તો, તમે તમારી નજીકની બેંક અથવા ફાઇનાન્સ કંપનીની મુલાકાત લઈને ઑફલાઇન અરજી કરી શકો છો અથવા તમે સંબંધિત બેંકની વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકો છો. કેટલાક ગ્રાહકો તેમની આવક અને સ્વચ્છ ટ્રેક રેકોર્ડને કારણે અત્યંત સરળ રીતે પર્સનલ લોન ઓફર મેળવે છે. આવી લોન ઓફર સ્વીકારતા પહેલા પર્સનલ લોનના નિયમો અને શરતોને બહુ જ કાળજીપૂર્વક વાંચવા બહુ જ જરૂરી છે.

સમયસર લોનની ચૂકવણી કરવી

વ્યક્તિએ જરૂરી ન હોય તેવી ચીજો અને બાબતો પાછળ પર્સનલ લોનના નાણાં ખર્ચવાનું ટાળવું જોઇએ. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે લોન મેળવ્યા બાદ કોઈપણ પ્રકારના વિલંબ અથવા ડિફોલ્ટ થયા વગર તેની સતત ચૂકવણી કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વ્યક્તિગત લોનની ચૂકવણી કરવા માટે અગાઉથી પૂરતી આવક અને નાણાંકીય ભંડોળની વ્યવસ્થા કરવી જોઈએ. લોનનો સમયગાળો પણ કાળજીપૂર્વક પસંદ કરવો જોઈએ. સામાન્ય રીતે પર્સનલ લોનની મુદત 12 મહિનાથી 84 મહિનાની વચ્ચે હોય છે. જો કે, તે લોન લેનારની પ્રોફાઇલ અને લોન આપતી બેંક અથવા નાણાકીય સંસ્થાના આધારે પણ તેમાં ફેરફાર થઇ શકે છે. કેટલાક કિસ્સાઓમાં લોનની મુદત લંબાવવામાં આવે છે. આવા કિસ્સામાં ધ્યાન રાખો કે જો લાંબા ગાળાની લોન હશે તો તમારે વધારે વ્યાજ ચૂકવવું પડશે.

લોન માટે આવક અને ક્રેડિટ સ્કોર જરૂરી

પર્સનલ લોન માટે અરજી કરતી વખતે લોન લેનારે તેની માસિક આવક અને ક્રેડિટ સ્કોર તેમજ લોનની જરૂરી રકમ અનુસાર લોનની પાત્રતા તપાસવાની સલાહ આપવામાં આવે છે. ઉધાર નાણાં લેતા પહેલા કેટલા રૂપિયાની લોન લેવી છે તે નક્કી કરો. એકવાર લોનની રકમ નક્કી થયા બાદ લોનની પરત ચૂકવણીની પદ્ધતિ પણ સમજવી જોઈએ. આ કામગીરી કર્યા બાદ વિવિધ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા અપાતી આવી સમાન લોન સ્કીમની ઓફરોની સરખામણી કરો અને ચકાસો કે કોણ સૌથી સસ્તા વ્યાજદરે લોન આપી રહ્યુ છે. આ કવાયતથી કોની પાસે લોન લેવી તેનો નિર્ણયો લેવામાં ઘણી મદદ મળશે. જો કોઈપણ બેંક અન્યોની સરખામણીએ 0.25 ટકા ઓછા વ્યાજદરે લોન ઓફર કરતી હોય, તો સમજી લેવુ કે તેની પાસેથી લોન લઇને તમને વ્યાજની ચૂકવણી પેટેઘણી બચત કરી શકો છો.

સૌથી નીચા વ્યાજદરવાળી પર્સનલ લોન

અહીંયા તમારી સગવડતા માટે અમે 20થી વધુ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી 5 લાખ રૂપિયા સુધીની પર્સનલલોન, તેના વ્યાજ દરો અને EMI (માસિક હપ્તાઓ) ના સ્વરૂપમાં ચુકવણીની શરતોની માહિતી આપી છે. આ યાદીમાં સામેલ લોનની મુદત 5 વર્ષ છે. આ યાદીમાં ટોચ પર દેખાતી બેંક ઓફ મહારાષ્ટ્ર સૌથી નીચા વ્યાજદરે પર્સનલ લોન ઓફર કરી રહી છે તો કેનેરા બેંક અને કર્ણાટક બેંકનો વ્યાજદર અત્યંત ઉંચો છે. આ યાદીના આધારે સરખામણી કરી તમે તમારી નાણાંકીય જરૂરિયાત અને પરત ચૂકવણીની ક્ષમતાના અનુસાર લોન માટે યોગ્ય નિર્ણય લઈ શકો છો.

(નોંધ: ઉપરોક્ત યાદીમાં સમાવિષ્ટ તમામ બેંકોની વિગતો bankbazaar.com પરથી લેવામાં આવી છે. આ તમામ આંકડાઓ 29 નવેમ્બર 2022 સુધી સંબંધિત બેંકની વેબસાઇટ પરથી લેવામાં આવ્યા છે. વધુ માહિતી અને તાજેતરના અપડેટ્સ માટે, તમે બેંક અને તેમની વેબસાઇટનીની મુલાકાત લઈ શકો છો.)

Web Title: Personal loan tips cheapest personal loan interest rate check details here

Best of Express