ધિરાણકર્તાઓ દ્વારા પર્સનલ લોન ફિક્સ્ડ અથવા ફેક્ટ્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ સાથે ઓફર કરવામાં આવે છે. જો તમે ફિક્સ્ડ વ્યાજદરવાળી પર્સનલ લોન પસંદ કરો છો, તો તમને ખબર પડશે કે લોનની મુદતના અંતે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે. પરંતુ જો તમે ફેક્ટ્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ વાળી પર્સનલ લોન પસંદ કરશો તો તમારા લોનના ઇએમઆઇમાં ફેરફાર થતો રહેશે. જો વ્યાજદરમાં વૃદ્ધિ થશે તો લોનના માસિક EMIમાં પણ વધારો થશે. આ કારણોસર ફિક્સ્ડ વ્યાજદરવાળી પર્સનલ લોન લેવી જોઇએ.
પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો
લોનની અરજી કરતા પહેલા ઑનલાઇન પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારી EMI નક્કી કરવી મહત્વપૂર્ણ છે. તમારા માસિક હપ્તાઓના ચોક્કસ અંદાજની ગણતરી કરવા માટે આ સાધન લોનની રકમ, વ્યાજ દર અને પર્સનલ લોનને ધ્યાનમાં લે છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમે વિવિધ લોન વિકલ્પોની તુલના કરી શકો છો અને સૌથી ઓછી EMI વળી કોઇએ એક લોન પસંદ કરી શકો છો.
Personal Loan with low emi Tips: પર્સનલ લોન મેળવવી એ તમારી નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે એક સરસ રીત છે. પર્સનલ લોનથી તમે તમારા ઘરનું રિનોવેશન અથવા વાહન ખરીદવા જેવા ઘણા કામો સરળતાથી કરી શકો છો. આ સિવાય પર્સનલ લોન હેલ્થ ઈમરજન્સીમાં પણ ઉપયોગી બને છે. જો કે, તમારી નાણાકીય બાબતો પર વધુ પડતું ભારણ ન આવે તે માટે, તમારે લોનની ચુકવણીની પણ કાળજી રાખવી જરૂરી છે. નીચા EMI પર પર્સનલ લોન મેળવવાની ટીપ્સ જાણો
યોગ્ય બેંક કે ફાઇનાન્સ કંપની પસંદ કરો
તમારી પર્સનલ લોનના EMI નક્કી કરતી વખતે ધ્યાનમાં રાખવાની સૌથી મહત્વની બાબત છે તમારા ધિરાણકર્તા દ્વારા વસૂલવામાં આવતો વ્યાજ દર. તેથી ઓછામાં ઓછા દરે ઓનલાઈન પર્સનલ લોન મેળવવાનો પ્રયાસ કરો. આ કરવા માટે તમારે વિવિધ ધિરાણકર્તાઓ દ્વારા ઓફર કરવામાં આવવી પર્સનલ લોનના વ્યાજદરોનું મૂલ્યાંકન કરવું જોઈએ અને તમારા માટે ઉપલબ્ધ સૌથી નીચા વ્યાજદરોની પસંદગી કરવી જોઈએ.
જેટલી જરૂર હોય તેટલી જ લોન લેવી
પર્સનલ લોન લેતી વખતે તમને જેટલી રકમની જરૂર હોય તેટલી જ લોન લેવી. તમારી નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરો અને તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જરૂરી ગણતરીઓ કરો. વધારે પડતી લોન લેવાથી વધુ EMI અને બિનજરૂરી વ્યાજની ચૂકવણી કરવી પડશે.
ફિક્સ્ડ વ્યાજદર પસંદ કરો
ધિરાણકર્તાઓ દ્વારા પર્સનલ લોન ફિક્સ્ડ અથવા ફેક્ટ્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ સાથે ઓફર કરવામાં આવે છે. જો તમે ફિક્સ્ડ વ્યાજદરવાળી પર્સનલ લોન પસંદ કરો છો, તો તમને ખબર પડશે કે લોનની મુદતના અંતે તમારે કેટલી રકમ ચૂકવવી પડશે. પરંતુ જો તમે ફેક્ટ્યુઅલ ઇન્ટરેસ્ટ રેટ વાળી પર્સનલ લોન પસંદ કરશો તો તમારા લોનના ઇએમઆઇમાં ફેરફાર થતો રહેશે. જો વ્યાજદરમાં વૃદ્ધિ થશે તો લોનના માસિક EMIમાં પણ વધારો થશે. આ કારણોસર ફિક્સ્ડ વ્યાજદરવાળી પર્સનલ લોન લેવી જોઇએ.
આ પણ વાંચોઃ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા આ 6 ડોક્યુમેન્ટ તૈયાર રાખજો, નહીંત્તર છેલ્લી ઘડીએ દોડાદોડી થશે
પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો
લોનની અરજી કરતા પહેલા ઑનલાઇન પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમારી EMI નક્કી કરવી મહત્વપૂર્ણ છે. તમારા માસિક હપ્તાઓના ચોક્કસ અંદાજની ગણતરી કરવા માટે આ સાધન લોનની રકમ, વ્યાજ દર અને પર્સનલ લોનને ધ્યાનમાં લે છે. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને, તમે વિવિધ લોન વિકલ્પોની તુલના કરી શકો છો અને સૌથી ઓછી EMI વળી કોઇએ એક લોન પસંદ કરી શકો છો.
Disclaimer : આ આર્ટિકલ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો