/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2022/09/Petrol-Diesel-Hybrid-CNG-or-EV.jpg)
પેટ્રોલ, ડીઝલ કાર
Petrol, Diesel, Hybrid, CNG or EV: કાર ખરીદનારાઓ માટે બજારમાં ઘણા બધા વિકલ્પો હાજર છે, તેથી કાર ખરીદનારને અનેક કન્ફ્યૂઝનનો સામનો કરવો પડે છે, કારણ કે તેમની જરૂરિયાત અનુસાર કઈ કાર તેમના માટે બેસ્ટ (Best Car) છે. ઓટો માર્કેટ (Auto Market) વિવિધ મોડેલોથી ભરાયેલુ છે, જેથી કાર ખરીદનાર માટે વેરિઅન્ટ પસંદ કરવાનું એક પડકાર બની જાય છે. અહીં અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે, પેટ્રોલ, ડીઝલ, Hybrid, CNG અથવા ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટની કારમાંથી તમારા માટે કઈ કાર વધુ સારી છે. આ લેખ તમને શ્રેષ્ઠ કાર પસંદ કરવામાં જરૂર મદદ કરશે.
ઈન્ટરનલ Combustion એન્જિન - પેટ્રોલ અને ડીઝલ
IC એન્જીનવાળા વાહનોમાં પેટ્રોલથી ચાલતી કાર (Petrol Car) RPMની દ્રષ્ટીએ વધુ સારું પ્રદર્શન કરે છે. તેમની પાસે IC-એન્જિનવાળા વાહનોમાં શ્રેષ્ઠ નિયંત્રિત NVH સ્તર પણ છે. જો કે, જે લોકો નિયમિતપણે લાંબા અંતરનું ડ્રાઈવીંગ કરતા હોય છે, તેઓને પેટ્રોલના ઊંચા ખર્ચના કારણે પેટ્રોલથી ચાલતી કાર મોંઘી લાગી શકે છે. લોકો સામાન્ય રીતે ડીઝલ કારને આ વ્યવહારક્ષમતા અને બળતણ કાર્યક્ષમતા માટે પસંદ કરે છે. ડીઝલ કાર (Diesel Car)) ખાસ કરીને લાંબી મુસાફરી અને સારી માઈલેજ માટે પસંદ કરવામાં આવે છે. ઉપરાંત, ડીઝલ કાર પેટ્રોલ કાર કરતાં ઘણુ વધુ ટોર્ક આપે છે, જે તેને લાંબા અંતર માટે વધુ આરામદાયક ક્રુઝર બનાવે છે.
CNG/LPG કાર
એવા લોકો જે શહેરોમાં કારનો વધારે ઉપયોગ કરે છે અને કોમ્પેક્ટ, સીટી-ફ્રેન્ડલી કાર ઇચ્છે છે, તેમણે CNG અથવા LPG જેવા વૈકલ્પિક બળતણવાળી કાર લેવી જોઈએ. CNG/LPG કાર પાવર અને પર્ફોર્મન્સમાં ઓછી હોઈ શકે છે પરંતુ પેટ્રોલ અને ડીઝલ કારની સરખામણીમાં તે ખિસ્સા પર ઓછો બોજ નાખે છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની તુલનામાં ઇંધણ તરીકે CNG અને LPGની ઉપલબ્ધતા સરળ નથી. આ કારણે, તે ફક્ત શહેરમાં રહેતા લોકો માટે જ વધારે સહજ રહે છે. આ માટે તમે મારુતિ સુઝુકી અર્ટિગા S-CNG, Hyundai Aura CNG, Tata Tiago iCNG જેવી કાર ખરીદી શકો છો.
ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)
એમાં કોઈ શંકા નથી કે ઈલેક્ટ્રિક કાર (Electric Car) તમારા ખિસ્સા પર સૌથી ઓછો બોજ નાખે છે અને આ સિવાય નિયમિત મેઈન્ટનન્સ ખર્ચ પણ આઈસી-એન્જિનવાળી કાર કરતા ઘણો ઓછો હોય છે. જો કે, ઇલેક્ટ્રિક વ્હીકલની સૌથી મોટી સમસ્યા તેની ઊંચી કિંમત અને મર્યાદિત ટોઇંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. હાલમાં, ઇલેક્ટ્રિક વાહન ખરીદવું તે લોકો માટે વધારે સારૂ છે, જેમની પાસે પહેલેથી જ પ્રાથમિક IC એન્જિન વાહન છે અને તેઓ શહેરમાં ઉપયોગ માટે સેકન્ડરી કાર ઇચ્છે છે. આ પ્રમાણે તમે Tata Nexon EV, MG ZS EV, Hyundai Kona EV, Audi e:tron જેવી કાર ખરીદી શકો છો.
ફૂલ હાઇબ્રિડ કાર
ફૂલ હાઇબ્રિડ વ્હીકલનો મેઈન્ટનન્સ ખર્ચ અન્ય કારની સરખામણીમાં સૌથી વધુ હોય છે. જો કે, જો તમને પેટ્રોલ કાર પસંદ છે પરંતુ તેમાં વધુ સારી માઈલેજ જોઈએ છે, તો તમે સંપૂર્ણ હાઈબ્રિડ કાર પસંદ કરી શકો છો. વધુમાં, ફૂલ હાઇબ્રિડ કાર લોકોને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આધાર રાખ્યા વિના ઇલેક્ટ્રિક મોબિલીટી પર સ્વિચ કરવાની મંજૂરી આપે છે. આ માટે, તમે Honda City e:HEV, Toyota Camry, Toyota Urban Cruiser Hyryder અને Toyota Vellfire જેવી કાર ખરીદી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us