Petrol Pump Safety Tips: પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે મીટરમાં માત્ર 0 નહીં, આ બાબત પણ તપાસો, નહીંત્તર છેતરાશો

Petrol Pump Scam Safety Tips: પેટ્રોલ પમ્પ પેટ્રોલ ડીઝલ ઓછું મળવાની ઘણી ઘટનાઓ સામે આવે છે. આવી સ્થિતિમાં પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ પુરાવતી વખતે અમુક બાબતો ધ્યાનમાં રાખવાથી છેતરપીંડિથી બચી શકાય છે.

Written by Ajay Saroya
August 08, 2025 15:08 IST
Petrol Pump Safety Tips: પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવતી વખતે મીટરમાં માત્ર 0 નહીં, આ બાબત પણ તપાસો, નહીંત્તર છેતરાશો
Petrol Pump : પેટ્રોલ પમ્પ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Petrol Pump Scam Safety Tips In Gujarati: પેટ્રોલ ડીઝલની કિંમત વધતા કાર બાઇક ચલાવવાનો ખર્ચ વધી ગયો છે. આપણ મોટાભાગે પેટ્રોલ પંપ જઇ વાહનમાં પેટ્રોલ પુરાવીયે છીએ. પરંતુ ઘણા પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ મળવાની સંભાવના રહે છે. પેટ્રોલ પંપ સંચાલક અને ત્યાંના કર્મચારીઓ વિવિધ તરકીબ અપનાવી પેટ્રોલ પુરવામાં ગેરરીતિ આરચતા હોવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. મોટાભાગે આપણે વાહનમાં પેટ્રોલ પુરાવતી વખતે પેટ્રોલ પંપના મીટરમાં ‘0’ એટલે કે શૂન્ય જોતા હોઇ છીએ, અને અન્ય બાબતોને નજરઅંદાજ કરીયે છીએ. જો કે આ આદત ખરાબ છે. પેટ્રોલ પંપ પર છેતરપીંડિથી બચવા માટે પેટ્રોલ પુરાવતી વખતે આ બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

પેટ્રોલ પંપના મીટરમાં માત્ર 0 જ નહીં, આ બાબત પણ ચેક કરો

સામાન્ય રીતે પેટ્રોલ પંપનો કર્મચારી વાહન ચાલકને પેટ્રોલ પંપના મીટરમાં શૂન્ય દેખાડ્યા બાદ જ વાહનમાં ફ્યુઅલ પુરવાનું શરૂ કરે છે. પહેલી નજરમાં તમને એવું લાગે છે કે, તમારી સાથે કોઇ છેતરપીંડિ થઇ રહી નથી. જો કે તમારી ધારણા ભૂલ ભરેલો છે. હકીકતમાં પેટ્રોલ પંપના મીટરમાં શૂન્ય દેખાડ્યા બાદ જ અસલી ગેમ શરૂ થાય છે. ઘણી વખત તમે જોયું હશે કે પેટ્રોલ પંપના મીટરમાં શૂન્ય દેખાયા બાદ તરત જ 5 દેખાય છે, તેને જમ્પ ટ્રીક કહે છે, જેના દ્વારા કસ્ટમર સાથે છેતરપીંડિ થાય છે.

ઘણી વખત તમે જોયું હશે કે, પેટ્રોલ પંપના મીટર શૂન્ય બાદ 1,2,3,4 થી શરૂ થવાના બદલે સીધું 5 થી શરૂ થાય છે. તેને જમ્પ ટ્રીક કહેવાય છે. જો તમને પેટ્રોલ પંપના મીટરમાં શૂન્ય બાદ તરત જ 4 કે 5 નંબર દેખાય તો તમારી સાથે છેતરપીંડિ થઇ રહી છે. આથી પેટ્રોલ પંપ પર વાહનમાં પેટ્રોલ ડીઝલ પુરાવતી વખતે મીટરના નંબર પર ખાસ ધ્યાન આપો.

ડેન્સિટી ચેક કરો

વાહનમાં પેટ્રોલ ડીઝલ પુરાવતી વખતે ડેન્સિટી પણ જોવી જોઇએ. પેટ્રોલ પંપના મશીનમાં એમાઉન્ટ અને વોલ્યૂમ બાદ ત્રીજા ખાનામાં જે નંબર હોય છે, તેને ડેન્સિટી કહેવાય છે. ફ્યુઅલની ડેન્સિટી જેટલી વધારે તેટલી સારી માનવામાં આવે છે. પેટ્રોલ ડેન્સિટી મુજબ તમારું વાહન કેવું માઇલેજ આપશે તે જાણી શકાય છે. ઓછું ડેન્સિટી વાળું પેટ્રોલ વાહનમાં પુરાવાથી એન્જિન પર ખરાબ અસર થાય છે.

પેટ્રોલ પંપ વિરુદ્ધ ફરિયાદ ક્યા કરવી?

જો તમને પેટ્રોલ પંપ પર છેતરપીંડિ કે ગેરરીતિ થતી દેખાય તો ફરિયાદ પણ કરી શકાય છે. ભારતીય પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલ પમ્પ પર ફરિયાદ માટે 1800 22 4344 ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકાય છે. તો HP પેટ્રોલ પમ્પ માટે 1800 2333 555 અને ઇન્ડિય ઓઇલ કોર્પોરેશનના પેટ્રોલ પંપ માટે 1800 2333 555 ટોલ ફ્રી નંબર પર કોલ કરી ફરિયાદ કરી શકાય છે. ઉપરાંત તમે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ https://pgportal.gov.in/ પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ