/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/PF-interest-rate-Increase.jpg)
પીએફ ના વ્યાજ દરમાં વધારો (પ્રતિકાત્મક તસવીર)
પીએફ વ્યાજ દરમાં વધારો : ચૂંટણી વર્ષમાં કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે. હવે પીએફ ખાતા પર 8.25 ટકા વ્યાજ મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT) એ 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતા માટે નવા વ્યાજ દરની જાહેરાત કરી છે. જે મુજબ, 2023-24 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર વ્યાજ દર 8.25 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આ વ્યાજ દર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે.
ક્યારે કેટલો રહ્યો વ્યાજ દર?
EPFOએ 2022-23 માટે EPF પરના વ્યાજ દરને 2021-22 માં 8.10 ટકાથી વધારીને માર્ચ 2023માં 8.15 ટકા કર્યો હતો. માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે EPF પર વ્યાજ દર ઘટાડીને 8.1 ટકા કર્યો હતો, જે ચાર દાયકામાં સૌથી નીચો હતો. EPF પર વ્યાજ દર 2020-21માં 8.5 ટકા હતો
આ પણ વાંચો - પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિની આ પુત્રી કોણ છે? અબજો રૂપિયાનું કર્યું છે દાન, જાણો નેટવર્થ અને લવ સ્ટોરી
કર્મચારીઓને 8.25 ટકા વ્યાજ મળશે
અહેવાલ મુજબ, EPFO ​​ની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા, 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ' (CBT) એ શનિવારે તેની બેઠકમાં 2023-24 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દર આપવાનો નિર્ણય કર્યો હતો. CBT ના નિર્ણય પછી, 2023-24 માટે EPF થાપણો પર વ્યાજ દર સંબંધિત નિર્ણયને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. સરકારની મંજૂરી પછી, 2023-24 માટે EPF પર વ્યાજ દર EPFOના છ કરોડથી વધુ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us