/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/PF-New-Rule.jpg)
પીએફ નવો નિયમ (ફાઈલ ફોટો - એક્સપ્રેસ)
PF New Rule : એક કંપનીમાંથી બીજી કંપનીમાં સ્વિચ કરતી વખતે PF ટ્રાન્સફર કરવુ એ કર્મચારીઓ માટે મોટી સમસ્યા બની જાય છે. પરંતુ હવે નોકરી બદલ્યા બાદ પીએફ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. PF (પ્રોવિડન્ટ ફંડ) સંબંધિત નવો નિયમ 1 એપ્રિલ, 2024 થી અમલમાં આવ્યો છે. જો તમે પણ એવા લોકોમાંથી છો કે જેઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે અથવા તો તમે પહેલીવાર નોકરી બદલી છે, તો આ નિયમ જાણવો જરૂરી છે.
તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી નોકરી બદલતી વખતે, જૂની કંપનીમાં પીએફના પૈસા નવા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું. પરંતુ હવે આવું કરવું પડશે નહીં. હા, હવે જ્યારે તમે નોકરી બદલો છો, ત્યારે તમારા પીએફના પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.
EPF નવો નિયમ 1 એપ્રિલથી અમલમાં આવ્યો છે
નવા નિયમ મુજબ, એક કંપનીમાંથી બીજી કંપનીમાં નોકરી બદલવા પર, પીએફના પૈસા આપોઆપ ટ્રાન્સફર થઈ જશે. હવે આ માટે ફોર્મ 31 બદલવાની જરૂર રહેશે નહીં. જો તમે નાણાકીય વર્ષ 2024-25 માં નોકરી બદલો છો, તો પીએફના નાણાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે. એટલે કે જૂની કંપનીના પૈસા તમારી નવી કંપનીના ખાતામાં આપોઆપ આવી જશે.
આ પણ વાંચો - તમારી કંપની પીએફના પૈસા તમારા પીએફ એકાઉન્ટમાં જમા નથી કરાવતી? જાણો ક્યા અને કેવી રીતે ફરિયાદ કરવી
PPF ખાતું શું છે?
EPF એ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) ના કાર્યક્ષેત્ર હેઠળની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે બચત યોજના છે. EPF સ્કીમ મુજબ, કર્મચારી અને કંપની (એમ્પ્લોયર) બંનેએ આ સ્કીમમાં સમાન રકમ જમા કરાવવાની હોય છે. કોઈપણ કર્મચારી નિવૃત્તિ પર આ પૈસા એકસાથે ઉપાડી શકે છે. આમાં કર્મચારી દ્વારા પોતે અને કંપની દ્વારા જમા કરવામાં આવતી કુલ રકમ અને તેના પર મળતું વ્યાજ સામેલ હોય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us