PF Withdrawal Through ATM: પીએફ એટીએમ માંથી ઉપાડી શકાશે, ક્યારે શરૂ થશે સેવા, કોને લાભ મળશે, જાણો A To Z વિગત

PF Withdrawal Through ATM: ઇપીએફઓ મેમ્બર ટુંક સમયમાં એટીએમ માંથી પીએફ રકમ ઉપાડી શકશે. શ્રમ મંત્રાલય આઈટી સિસ્ટમ અપગ્રેડ કરી રહ્યું છે જે અંતર્ગત પીએફ ક્લેમ સેટલમેન્ટ ઝડપી બનશે.

PF Withdrawal Through ATM: ઇપીએફઓ મેમ્બર ટુંક સમયમાં એટીએમ માંથી પીએફ રકમ ઉપાડી શકશે. શ્રમ મંત્રાલય આઈટી સિસ્ટમ અપગ્રેડ કરી રહ્યું છે જે અંતર્ગત પીએફ ક્લેમ સેટલમેન્ટ ઝડપી બનશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
PF Withdrawal Through ATM | PF Withdrawal Online | EPFO | EPF Members

PF Withdrawal Through ATM: ઇપીએફઓ દ્વારા હવે એટીએમ માંથી પીએફ ઉપાડવાની સુવિધા શરૂ કરવામાં આવશે. (Photo: Freepik)

PF Withdrawal Through ATM: ઇપીએફઓ દ્વારા પીએફ મેમ્બર માટે સતત નવી સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. ઇપીએફ સભ્યો એટીએમ માંથી પીએફ ઉપાડી શકે છે. જી હાં, શ્રમ સચિવ સુમિતા ડાવરા એ 11 ડિસેમ્બર, 2024ના રોજ આ અંગે ઘોષણા કરી છે. આ સેવા શરૂ થતા ઇપીએફ સભ્યોએ પીએફના નાણાં ઉપાડવા માટે ઇપીએફઓ ઓફિસના ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. જરૂરિયાતના સમયે તાત્કાલિક પીએફ ઉપાડી શકાશે.

Advertisment

લેબર મિનિસ્ટ્રી દેશના એક વિશાળ કાર્યદળને સારી સેવા ઉપલબ્ધ આપવા માટે પોતાની આઈટી સિસ્ટમ અપગ્રેડ કરી રહી છે. શ્રમ સચિવે જણાવ્યું કે, અમે ઇપીએફ મેમ્બર દ્વારા ફાઈલ કરાયેલા પીએફ ક્લેમ તાત્કાલિક સેટલ કરવી રહ્યા છીએ અને ઇઝી ઓફ લિવિંગ વધારવા માટે પ્રક્રિયા ઘણી સરળ બનાવી દીધી છે. હવે એક ક્લેમ કરનાર લાભાર્થી પોતાના પીએફની રકમ સીધી એટીએમ માંથી ઉપાડી શકે છે. આ સેવાથી પીએફના નાણા સરળતાથી ઉપાડી શકાશે.

એટીએમ માંથી કોણ પીએફ ઉપાડી શકશે?

આ વિશે સુમિતા ડાવરાએ જણાવ્યું કેસ, પીએફમ ક્લેમ કરનાર ઇપીએફ મેમ્બર એટીએમ માંથી સરળતાથી પોતાનો ક્લેમ એક્સેસ કરી શકશે. મીડિયા રિપોર્ટ અનુસાર, કુલ જમા પીએફ રકમના 50 ટકા સુધીની લિમિટમાં નાણાં ઉપાડી શકાશે.

ઇપીએફ મેમ્બર એટીએમ માંથી પોતાના પીએફ ક્લેમની રકમ ઉપાડી શકે છે. ઇપીએફઓ બેંક ખાતાને ઇપીએફ ખાતા સાથે લિંક કરવાની મંજૂરી આપે છે. પરંતુ હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે, એટીએમ માંથી ઉપાડ માટે આ લિંક કામ આવશે કે નવી સિસ્ટમ લાગુ કરવામાં આવશે.

Advertisment
EPF account | EPFO | EPF interest rate | epfo member | PF interest rate
EPF Account: ઇપીએફઓ નોકરિયાત લોકો સરકાર દ્વારા સંચાલિત કર્મચારી કલ્યાણ નિવૃત્ત યોજના છે. (Image: Freepik)

કોઇ ઇપીએફ સભ્યની મોત બાદ તેના વારસદાર એટીએમ માંથી પીએફ ઉપાડી શકશે. તેની માટે વારસદારે પોતાનું બેક ખાતા મૃતક પીએફ મેમ્બરના ઇપીએફ એકાઉન્ટ સાથે લિંક કરવું પડશે. અલબત્ત આ વિશે હજી વધારે સ્પષ્ટતા આવે તેની રાહ જોવી પડશે.

એટીએફ માંથી પીએફ ઉપાડની સુવિધા ક્યારે શરૂ થશે?

આ વિશે શ્રમ સચિવે કહ્યું કે, નવી સિસ્ટમ વિકસિત થઇ રહી છે અને દરેક 2 થી 3 મહિનામાં તમને મહત્વપૂર્ણ સુધારા જોવા મળશે. મારું માનવું છે કે, જાન્યુઆરી 2025 સુધી એક મોટો ફેરફાર થશે. આ ફેરફાર માટે હાલ કોઇ ચોક્કસ સમય મર્યાદા જણાવી નથી. ઇટી નાઉના એક રિપોર્ટ મુજબ, ઇપીએફઓ એ સંકેત આપ્યા છે કે, આ સુવિધા મે અને જૂન 2025 વચ્ચે શરૂ થઇ શકે છે.

Investment બિઝનેસ