/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Raksha-Bandhan-3.jpg)
ઓનલાઇન પેમેન્ટ એપ ફોનપે એ સ્ટોક ટ્રેડિંગ માટે બ્રોકિંગ એપ પ્લ્ટફોર્મ શેર.માર્કેટ (Share.Market) લોન્ચ કર્યું.
Phone launched Share.Market Broking App for Users to Stock Investment : ઓનલાઇન પેમેન્ટ એપ ફોનપેના યુઝર્સ માટે એક મોટા સમાચાર છે. હવે ફોનપેના યુઝર્સ શેરબજારમાં પણ ટ્રેડિંગ કરી શકશે. PhonePe એ બુધવારે તેની પેટાકંપની PhonePe વેલ્થ બ્રોકિંગ દ્વારા Share.Market સાથે સ્ટોક બ્રોકિંગમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ કંપનીના સીઇઓ અને સહ-સ્થાપક સમીર નિગમે કહ્યું કે આ ઘોષણા PhonePe માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. કંપનીએ સ્ટોક બ્રોકિંગ પ્લેટફોર્મનું નામ Share.Market રાખ્યું છે. નોંધનિય છે કે, ડેકાકોર્નનો અર્થ એવી સ્ટાર્ટઅપ કંપની થાય છે, જેની માર્કેટ કેપિટલાઇઝેશન 10 અબજ ડોલરથી વધુ છે. આ નવા પ્લેટફોર્મના સીઈઓ ઉજ્જવલ જૈન હશે.
PhonePeના સ્થાપક અને CEO સમીર નિગમે જણાવ્યું હતું કે શેર બ્રોકિંગમાં પ્રવેશવાની સાથે કંપનીએ તેના ફાઇનાન્સિયલ પોર્ટફોલિયોને પૂર્ણ કર્યો છે. તેમણે કહ્યું, "અમને એક બ્રાન્ડ તરીકે શેર માર્કેટ મળ્યું છે." નિગમે કહ્યું, "આ વર્ષની શરૂઆતમાં, કંપનીએ પિનકોડ જેવા ઇનોવેટિવ સોલ્યુશન રજૂ કર્યા હતા, પરંતુ આ નવી ઓફર આ વર્ષનું અમારું સૌથી મોટું લોન્ચિંગ છે." Walmart ગ્રૂપની કંપની PhonePe એ શેર અને ETF સાથે share.market લોન્ચ કર્યું છે. કંપની ધીમે ધીમે તેમાં ફ્યુચર્સ અને વિકલ્પો ઉમેરશે. PhonePeનો ઉદ્દેશ્ય તેના યુઝરોમાં સ્ટોક ટ્રેડિંગ અને રોકાણમાં વધી રહેલા ક્રેઝનો ફાયદો ઉઠાવવાનો છે.
આ પણ વાંચો | સિપમાં રોકાણ વખતે આ 5 ભૂલ કરવી નહીં, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ વખતે આ બાબત ધ્યાનમાં રાખવી
ફોનપેનું Share.Market કેવી રીતે કામ કરશે?
શેર ડોટ માર્કેટ એ સ્ટોક્સ (ઇન્ટ્રા-ડે અને ડિલિવરી), મ્યુચ્યુઅલ ફંડ્સ, એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ) અને વેલ્થ બાસ્કેટ સહિત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સની એક વિશાળ શ્રૈણી પુરી પાડશે. વેલ્થબાસ્કેટ એ સેબી રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ દ્વારા સ્ટોક/ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સનું ક્યુરેટેડ કલેક્શન છે. પ્લેટફોર્મ એક વોચલિસ્ટ ટ્રેકર સાથે સ્ટોક માર્કેટ અને ઇન્ડેક્સ માટે એક અલગ વિભાગ પણ ઉમેરશે. PhonePe યુઝર્સ પોતાના ફોનપે સાથે જોડાયેલા તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી શકે છે તેમજ વેબ પ્લેટફોર્મને ઍક્સેસ કરી શકે છે. એકવાર તેઓ લૉગિન થઈ જાય, પછી તેઓ તેમના બ્રોકિંગ અને ડીમેટ એકાઉન્ટને એક્ટિવ કરવા માટે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us