Gold Investment Tips: સોનાના દાગીના ખરીદવા કે Gold ETFમાં રોકાણ કરવું? શેમા પૈસા સુરક્ષિત રહેશે અને વધુ ફાયદો થશે

Physical Gold vs Gold ETF: સોનામાં રોકાણ માટે ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફ સ્વરૂપે કરી શકાય છે. જો કે બંને વિકલ્પના અલગ - અલગ ખાસિયત અને ફાયદા છે

Physical Gold vs Gold ETF: સોનામાં રોકાણ માટે ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફ સ્વરૂપે કરી શકાય છે. જો કે બંને વિકલ્પના અલગ - અલગ ખાસિયત અને ફાયદા છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Physical Gold vs Gold ETF | Physical Gold | Gold ETF | gold exchange traded funds | gold investment tips | gold bars

Physical Gold vs Gold ETF : ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ઇટીએફ (Image: Freepik)

Gold Investment Tips: સોનું કિંમતી ધાતુ છે. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી ચલણ અને દાગીનાં બનાવવામાં કરવામાં આવે છે.સોનું રોકાણ સારો વિકલ્પ છે. સોનામાં રોકાણ કરવાના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો એ છે કે રોકાણકારના પૈસા સુરક્ષિત છે. સોનામાં નાણાંનું રોકાણ ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોને ડાઇવર્સિફાઈડ કરે છે. નાણાકીય કટોકટી હોય ત્યારે સોનું મદદરૂપ બને છે.

Advertisment

તમે સોનાના દાગીના કે સિક્કા ખરીદી તેમાં રોકાણ કરી શકો છો. આ ઉપરાંત સોનામાં રોકાણ કરવા માટે અન્ય વિકલ્પ પણ છે. જેમા એક છે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ. આ સોનાનું ડિજિટલ સ્વરૂપ છે. જેને પેપર ગોલ્ડ પણ કહેવામાં આવે છે. સોનું એટલે કે ફિઝિકલ ગોલ્ડ કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ, શેમાં રોકાણ કરવાથી થશે વધુ ફાયદો? જો તમે આમાંથી કોઈ એકમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો અહીં ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સની ખાસિયતો વિશે જાણો અને પછી નિર્ણય લો

ફિઝિકલ ગોલ્ડ (Physical Gold)

ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવું એટલે બિસ્કિટ-સિક્કા, ઘરેણાં કે સોનામાંથી બનેલી જ્વેલરી ખરીદવી. જો તમે ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેના વિશે સમજી લો.

લિક્વિડિટી અને એસેટ્સ

સોનાના દાગીના કે સિક્કા લગડીને ફિઝિકલ ગોલ્ડ કહેવામાં આવે છે. તમને જ્યારે નાણાંની જરૂર હોય ત્યારે સોનાના દાગીના કે સિક્કા - લગડીને વેચી શકો છો અથવા તો ગીરવે મૂકીને પૈસા મેળવી શકો છો. આમ ફિઝિકલ સોના સામે સરળતાથી નાણા મળી જાય છે. જો કે સોનાની શુદ્ધતા, દાગીનાની ડિઝાઇન અને હાલની બજાર કિંમત જેવી બાબત મહત્વ રાખે છે.

Advertisment
gold silver price today | gold silver rate today | gold coin | gold | Gold Bars Coins
સોનુ કિંમત ધાતુ છે. (Photo - Canva)

સોનાની શુદ્ધતા અને સુરક્ષિત સંગ્રહ

રસ્તામાં સોનાની ચેઈન સ્નેચિંગના સમાચાર દરરોજ સાંભળવા મળે છે. આવા પણ અનેક કિસ્સાઓ છે જેમા લાખો કરોડો રૂપિયાના દાગીનાની ચોરી થાય છે. આવી સ્થિતિમાં, ફિઝિકલ સોનાને સુરક્ષિત રાખવા માટે પગલાં લેવા પડશે. ઘણા લોકો સોનાના દાગીના સુરક્ષિત રાખવા માટે બેંક લોકરનો ઉપયોગ કરે છે. બેંકની આ સુવિધા માટે પૈસા ખર્ચવા પડે છે.

ખાસ કરીને ઝવેરાત અથવા સિક્કા ખરીદતી વખતે, ફિઝિકલ ગોલ્ડની શુદ્ધતાની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. નકલી અથવા ઓછી શુદ્ધતાના સોનાના દાગીનાથી બચવા માટે રોકાણકારોએ વિશ્વસનીય દુકાનમાંથી ખરીદી કરવી જોઈએ. તેમજ હોલમાર્ક વાળું સોનું ખરીદવાનો આગ્રહ રાખવો.

સોનાના દાગીનાનો મેકિંગ ચાર્જ અને જીએસટી

ફિઝિકલ ગોલ્ડની કિંમતમાં મેકિંગ ચાર્જ, જીએસટી અને અન્ય બાબત સામેલ હોય છે. સોનાથી બનેલા દાગીનાની કિંમત વિક્રેતા અનુસાર અલગ-અલગ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, ખરીદદારોએ જુદી જુદી દુકાનોમાં જઈને ભૌતિક સોનું ખરીદતા પહેલા કિંમતો વિશેની માહિતી મેળવવી જોઈએ અને પછી ભાવ સરખામણી કર્યા હબાદ ખરીદવાનું નક્કી કરવું જોઈએ.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ (Gold ETF)

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ એ સોનાનું ડિજિટલ સ્વરૂપ છે. તે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ગોલ્ડ ઇટીએફ) અથવા ગોલ્ડ ફંડ તરીકે પણ ઓળખાય છે. ફિઝિકલ ગોલ્ડ ઉપરાંત ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ પણ સોનામાં રોકાણનો સરળ વિકલ્પ છે. જો કે રોકાણકારોએ તેમાં રોકાણ કરતા પહેલા આ બાબતો વિશે જાણી લેવું જોઇએ.

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની રીત

ફિઝિકલ ગોલ્ડમાં રોકાણકારો પ્રત્યક્ષ રીતે ફિઝિકલ ગોલ્ડમાં રોકાણ કરે છે, જ્યારે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં તેઓ ફિઝિકલ ગોલ્ડ બુલિયનમાં આડકતરી રીતે રોકાણ કરે છે અને તેનું સંચાલન ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. તેમાં રોકાણકારોએ ફંડ યુનિટ ખરીદવાના હોય છે.

ડાઇવર્સિફિકેશન

ગોલ્ડ ફંડ્ ખરીદવાથી રોકાણકારોના ઈન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં ડાઇવર્સિફિકેશન આવે છે. આમાં રોકાણકારો ગોલ્ડ એસેટ્સના બાસ્કેટમાં રોકાણ કરે છે. આવા રોકાણો ભૌતિક સોના ની જેમ ચોરી કે લુંટ થવાનું જોખમ ઘટાડે છે.

લિક્વિડિટી અને પારદર્શકતા

ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ યુનિટનું અન્ય મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોકની જેમ સ્ટોક એક્સચેન્જ પર ખરીદી અને વેચાણ કરી શકાય છે, જે લિક્વિડિટી અને પારદર્શિતા પ્રદાન કરે છે.

આ પણ વાંચો | ગુજરાત સરકાર ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીને આપશે 50 હજાર, ડોક્યુમેન્ટ સહિત તમામ વિગત જાણો

ઓછી ખર્ચે મેનેજ કરો

ફિઝિકલ ગોલ્ડની સરખામણીએ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં સામાન્ય રીતે ટ્રાન્ઝેક્શન કોસ્ટ ઓછી હોય છે. તેમજ તેના મેઇન્ટેનન્સ અને ઇન્શ્યોરન્સ પાછળ ખર્ચ કરવાની પણ કોઇ પરેશાની રહેતી નથી. ફંડ મેનેજર્સ માર્કેટ ટ્રેન્ડ્સ પર નજર રાખે છે અને રોકાણકારો વતી રોકાણ ના નિર્ણયો લે છે. આવી સ્થિતિમાં ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર વધુ વળતર મળવાની શક્યતા છે.

સોનું ચાંદી બિઝનેસ Investment