Physics Wallah Alakh Pandey Success Story : ફિઝિક્સ વાલા લિમિટેડ કંપનીના સ્થાપક અલખ પાંડે નામથી કોણ અજાણ્યું છે. તાજેતરમાં ફિઝિક્સ વાલા લિમિટેડ કંપનીનો આઈપીઓ આવ્યો અને ધમાકેદાર શેર લિસ્ટિંગ સાથે રોકાણકારોને સારી એવી કમાણી થઇ છે. ફિઝિક્સ વાલાના સ્થાપક અલક પાંડે પર દેવી સરસ્વતીની સાથે સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ છે, તેઓ દેશના સૌથી ધનિક અમીર છે. ફિઝિક્સ વાલા ફેમ અલખ પાંડેની સંપત્તિ શાહરૂખ ખાન કરતા પણ વધારે છે. જો કે એક સામાન્ય વિદ્યાર્થી થી ભારતના ધનિકોની યાદીમાં સ્થાન મેળવવા સુધીની સફર બહુ કઠીન રહી છે. વાંચો અલખ પાંડેની શૂન્ય માંથી સફળતા સુધીની સક્સેસ સ્ટોરી.
અલક ખાંડ જન્મ અને અભ્યાસ
અલખ પાંડેનો જન્મ 2 ઓક્ટોબર, 1991ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. પ્રગાયરાજની બિશપ જોનસન સ્કૂલમાં ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ તેમને જેઇઇની તૈયારી કરવાની ઇચ્છા હતા. જો કે ઘરની આર્થિક તંગીને કારણે કાનપુરની હરકોર્ટ બટલર ટેકનિકલ યુનિવર્સિટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લીધું હતું. જો કે ત્રીજા વર્ષમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેવાની ફરજ પડી હતી.
અલખ પાંડે નાનપણથી આર્થિક મુશ્કેલીનો સામનો કર્યો છે. પિતાની નોકરી છુટી ગઇ, ઘર અને સ્કૂટર બધું જ વેચાઇ ગયું. સમગ્ર પરિવાર એક નાના ભાંડાના મકાનમાં શિફ્ટ થયો. ઘર ચલાવવા માટે પિતા સાયકલ પર તેલ વેચવા લાગ્યા હતા. દરેક વિદ્યાર્થિની જેમ અલખ પાંડેન ગણિત વિષય મુશ્કેલ લાગતો હતો. જો કે આ જ મુશ્કેલીએ તેમને મેથ્સના માસ્ટર બનાવ્યા છે.
યટ્યૂબ ચેનલથી 8000 રૂપિયાની પહેલી કમાણી
કોલેજ છોડ્યા બાદ અલખ પાંડે પ્રયાગરાજ પરત ફર્યા અને કોચિંગમાં ભણાવવાનું શરૂ કર્યું. તેમની ભણાવવાની રીત એટલે સરળ હતી કે વિદ્યાર્થીઓ મુશ્કેલથી મુશ્કેલી સબ્જેકટ સરળતાથી સમજી જતા હતા. થોડાક સમય બાદ તેમણે વર્ષ 2016માં YouTube પર પોતાની ચેનલ ફિઝિક્સ વાળા શરૂ કરી અને ઓનલાઇન ભણાવવાનું શરૂ કર્યું. થોડાક જ સમયમાં લાખો વિદ્યાર્થીઓ તેમની યુટ્યુબ ચેલન જોવા લાગ્યા. એક વર્ષ સુધી સતત કન્ટેન્ટ પોસ્ટ કર્યા બાદ એક વર્ષમાં પહેલી કમાણી 8000 રૂપિયાની થઇ.
Physics Wallah App લોન્ચ કરી
કોવિડ 19 મહામારી દરમિયાન તેમની મુલાકાત પ્રતિક મહેશ્વરી સાથે થઇ અને બંને સાથે મળી Physics Wallah App (ફિઝિક્સ વાલા એપ ) લોન્ચ કરી. લોન્ચિંગના પ્રથમ દિવસે એપ્લિકેશન પર એટલા બધા યુઝર્સ આવી ગયા કે એપ ક્રેશ થઇ ગઇ. આજે આ એપલ ભારતની સૌથી લોકપ્રિય એજ્યુકેશનલ પ્લેટફોર્મ બની ગઇ છે.
કોરોના મહામારી દરમિયાન ફિઝિક્સ વાળા એપને બુસ્ટ મળ્યું હતું. હાલ આ એપ્લિકેશનના 1 કરોડથી વધારે સ્ટુડન્ટ પેડ મેમ્બર છે. 80 યુટ્યૂબ ચેનલ થી 3.6 કરોડથી વધારે વિદ્યાર્થીઓને શિક્ષણ મળે છે.
આ પણ વાંચો | Physics Wallah Share Price : ફિઝિક્સ વાલા શેર લિસ્ટિંગ પર રોકાણકારોને કેટલું રિટર્ન મળ્યું
Alakh Pandey Net Worth : અલખ પાંડેની સંપત્તિ શાહરૂખ ખાન કરતા પણ વધારે
અલખ પાંડેની સંપત્તિ શાહરૂખ ખાન કરતા પણ વધારે છે. ઓક્ટોબરમાં જારી થયેલી હારુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 મુજબ અલખ પાંડેની કુલ સંપત્તિ 14,510 કરોડ રૂપિયા હતી, જે શાહરૂખ ખાનની અંદાજીત સંપત્તિ 12,490 કરોડ રૂપિયાથી ઘણી વધારે છે. આ સફળતાની કહાણી બધાને પ્રેરણા આપે છે કે, જો દૃઢ નિશ્ચિય અને સખત મહેનત કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે.





