Physics wallah And Emmvee Photovoltaic Power IPO Share Price Listing News Today : ફિઝિક્સવાલા શેર લિસ્ટિંગ ધમાકેદાર થયું છે. જો કે એમવી ફોટોવોલ્ટિક પાવર આઈપીઓના રોકાણકારો નિરાશ થયા છે. ફિઝિક્સવાલા શેર લિસ્ટિંગ પર આઈપીઓ રોકાણખારોને 35 ટકા સુધી રિટર્ન મળ્યું છે. જ્યારે એમવી ફોટોવોલ્ટિક પાવર શેર લિસ્ટિંગ ફ્લેટ થયું છે, એટલે કે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ ભાવે પર શેર લિસ્ટેડ થયો છે.
Physics Wallah Share Price Listing : ફિઝિક્સવાલા લિસ્ટિંગ શેર ભાવ
બીએસઇ પર ફિઝિક્સવાલા શેર લિસ્ટિંગ 143 રૂપિયાના ભાવે થયું છે, જે આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 109 રૂપિયાની તુલનામાં 35 ટકા લિસ્ટિંગ ગેઇન દર્શાવે છે. એટલે કે આઈપીઓ રોકાણકારોને ફિઝિક્સવાલા શેરમાં 35 ટકા વળતર મળ્યું છે. લિસ્ટિંગ બાદ શેર ઉપરમાં 162 રૂપિયા સુધી વધ્યો હતો. એનએસઇ પર આ શેર 145 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે.
PhysicsWallah IPO બે ગણો સબ્સક્રાઇબ થયો
એડટેક સેક્ટરની દિગ્ગજ કંપની ફિઝિક્સવાલા (PhysicsWallah) ના આઈપીઓનું કુલ કદ 3480.71 કરોડ રૂપિયા હતું. આ આઈપીઓમાં 3100.71 કરોડ રૂપિયાના 28.45 કરોડ શેર નવા જારી કરવામાં આવ્યા હતા. ઉપરાંત 380 કરોડ રૂપિયાના 3.49 કરોડ શેરનો OFS હતો. આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 103 – 109 કરોડ રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 137 શેર હતી.
ફિઝિક્સવાલા કંપનીનો 3480 કરોડ રૂપિયાનો આઈપીઓ લગભગ બે ગણાથી વધારે સબ્સક્રાઇબ થયો હતો. તેની પહેલા કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 1563 કરોડ રૂપિયા એક્ત્ર કરી લીધા હતા. ગ્રે માર્કેટમાં પણ ફિઝિક્સવાલા શેરની સારી માંગ જોવા મળી હતી. માર્કેટ એક્સપર્ટ્સના મતે ગ્રે માર્કેટમાં ફિઝિક્સવાલા શેરમાં 7 ટકા જેટલું પ્રીમિયમ બોલાતું હતું.
ફિઝિક્સવાલા ભારતમાં ઝડપથી ઉભરતી એડટેક બ્રાન્ડ્સ પૈકીની એક છે. તે JEE, NEET, GATE અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે. કંપની ઓનલાઇન પ્લેટફોર્મ (YouTube, વેબસાઇટ, એપ) ની સાથે સાથે ઓફલાઇન સેન્ટર અને હાઇબ્રિડ મોડલ પણ ચલાવે છે, તેની ઘણી વ્યાપક પહોંચ છે.
Emmvee Photovoltaic IPO Listing Share Price : એમવી ફોટોવોલ્ટિક શેર લિસ્ટિંગ નિરાશાજનક
એમવી ફોલોવોલ્ટિક પાવર કંપનીનું શેર લિસ્ટિંગ નિરાશાજનક થયું છે. આજે બીએસઇ પર એમવી ફોલોવોલ્ટિક પાવરનો શેર લિસ્ટિંગ 217 રૂપિયાના ભાવે થયું હતું, જે આઈપીઓ ઇશ્યૂ ભાવની સમકક્ષ છે. બીજા શબ્દોમાં કહીયે તો એમવી ફોટોવોલ્ટિક પાવર શેરમાં લિસ્ટિંગ ગેઇન શૂન્ય છે. શેર લિસ્ટિંગ પહેલા જ ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્ય થઇ ગયું હતું. એનએસઇ પર પણ આ શેર 217 રૂપિયાના ભાવે લિસ્ટેડ થયો છે.
એમવી ફોટોવોલ્ટિક પાવર કંપનીનો 2900 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 નવેમ્બર થી 13 નવેમ્બર સુધી ખુલ્લો રહ્યો હતો. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 206 – 217 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 69 શેર હતી. શેર એલોટમેન્ટ બાદ કંપનીનો શેર BSE, NSE પર 18 નવેમ્બર શેર લિસ્ટેડ થયા છે. એમવી ફોટોવોલ્ટિક પાવર ભારતની બીજી સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ સોલર મોડ્યૂલ અને સેલ મેન્યુફેક્ચરિંગ કંપની છે.





