PM Kisan Yojana 17th instalment : મોદી સરકાર 3.0 બનતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતો સાથે જોડાયેલો મહત્વનો નિર્ણય લીધો હતો. પીએમ મોદીએ સૌથી પહેલા ખેડૂતો સાથે જોડાયેલી ફાઈલ પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તા પર હસ્તાક્ષર કર્યા હતા. સતત ત્રીજી વખત સત્તામાં આવેલી મોદી સરકારના આ નિર્ણયથી 9.5 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે.
એટલે કે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ જશે. PM કિસાન યોજનાનો 16મો હપ્તો 28મી ફેબ્રુઆરી 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને લગભગ 20 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમારી સરકાર કિસાન કલ્યાણ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેથી તે યોગ્ય છે કે ચાર્જ સંભાળવા પર હસ્તાક્ષર કરાયેલ પ્રથમ ફાઇલ ખેડૂત કલ્યાણ સાથે સંબંધિત છે. અમે ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવાનું ચાલુ રાખવા માંગીએ છીએ.
આ પણ વાંચો – બેંક બચત ખાતામાં એક વર્ષમાં કેટલી થાપણ જમા કરાવી શકાય? જાણો ઇન્કમ ટેક્સના નિયમ
શું છે પીએમ કિસાન યોજના?
પીએમ કિસાન યોજના મોદી સરકાર દ્વારા ખાસ કરીને ગરીબ ખેડૂતોના કલ્યાણ માટે શરૂ કરાયેલી સરકારી યોજના છે. હપ્તાના પૈસા મેળવવા માટે લાભાર્થી ખેડૂતોનું આધાર કાર્ડ તેમના બેંક ખાતા લિંક હોવું જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે ને ઇકેવાયસી અને એક્ટિવ બેંક એકાઉન્ટ સાથે આધાર લિંક કરવું જરૂરી છે. જમીન ચકાસણી પણ આ સરકારી યોજનાની આવશ્યક પ્રક્રિયા છે.
17મો હપ્તો મેળવવા માટે ખેડૂતોએ શું કરવાની જરૂર છે
PM કિસાન માટે eKYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, આ પગલાં અનુસરો:
સો પ્રથમ પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ:
eKYC પર ક્લિક કરો અને પછી farmer corner વિકલ્પ પર ક્લિક કરો.
આ પછી તમારો 12 અંકનો આધાર નંબર ભરો.
“સર્ચ” બટન પર ક્લિક કરો.
તમારા આધાર-રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલેલ OTP દાખલ કરો.
eKYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે “સબમિટ ” બટન પર ક્લિક કરો.
તમે તમારો આધાર નંબર આપીને અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાંથી પસાર થઈને નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર eKYC પ્રક્રિયા પણ પૂર્ણ કરી શકો છો.
પીએમ કિસાન હપ્તા જમા થયો છે કે નહીં તે કેવી રીતે તપાસવું
પીએમ કિસાન વેબસાઇટની મુલાકાત લો.
હોમપેજ પર ‘farmer corner’ વિભાગ પર જાવ.
‘beneficiary status’ વિકલ્પ પર ક્લિક કરો.
નોંધાયેલ આધાર નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો.
‘get data’ બટન પર ક્લિક કરો.
તમારા PM-KISAN હપ્તાની સ્થિતિ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.





