પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો તમને મળ્યો કે નહીં? મોબાઇલ-લેપટોપ પર આવી રીતે ઓનલાઇન સ્ટેટસ ચેક કરો

PM KISAN Samman Nidhi 21st instalment : પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો જાહેર થઇ ગયો છે. આ લેખમાં અમે જણાવી રહ્યા છીએ કે તમે મોબાઇલ અથવા લેપટોપથી પીએમ કિસાન યોજનાના 21 મા હપ્તાની Payment Status કેવી રીતે ઝડપથી ચેક કરી શકો છો

Written by Ashish Goyal
Updated : November 19, 2025 16:13 IST
પીએમ કિસાન યોજનાનો 21 મો હપ્તો તમને મળ્યો કે નહીં? મોબાઇલ-લેપટોપ પર આવી રીતે ઓનલાઇન સ્ટેટસ ચેક કરો
એમ કિસાન યોજનાના 21 મા હપ્તાની Payment Status ઓનલાઇન ચેક કરી શકો છો

PM KISAN Samman Nidhi 21st instalment : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર થઇ ગયો છે. આ રુપિયા સીધા કરોડો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયા છે. ડિજિટલ ઈન્ડિયાના યુગમાં સરકારે પેમેન્ટ ટ્રેકિંગ અને વેરિફિકેશનને સંપૂર્ણપણે ટેક્નોલોજી આધારિત બનાવી દીધું છે, જેથી ખેડૂતો સરળતાથી ઓનલાઈન સ્ટેટસ ચેક કરી શકે.

આ લેખમાં અમે જણાવી રહ્યા છીએ કે તમે મોબાઇલ અથવા લેપટોપથી પીએમ કિસાન યોજનાના 21 મા હપ્તાની Payment Status કેવી રીતે ઝડપથી ચેક કરી શકો છો.

ટેક્નોલોજીથી આસાન થયું પેમેન્ટ સ્ટેટસ ચેક કરવું

પીએમ કિસાન પોર્ટલમાં આ વખતે ઘણા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે:

  • મોબાઇલ OTP Authentication
  • રિઅલ-ટાઇમ બેંક સ્ટેટસ અપડેટ્સ
  • તમારો આધાર અને KYCને ટ્રેક કરવાની સુવિધા
  • તેનાથી ખેડૂતો કોઈપણ સીએસસી સેન્ટરમાં ગયા વગર સીધા ઓનલાઇન પોતાનું સ્ટેટસ ચકાસી શકે છે.

પીએમ કિસાન યોજના હપ્તો : ચેક કરવાની સૌથી સરળ રીત

  • સ્ટેપ 1: સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ ખોલો એટલે કે pmkisan.gov.in પર જાઓ
  • સ્ટેપ 2: ‘Know Your Status’ પર ક્લિક કરો
  • સ્ટેપ 3: Farmer Corner સેક્શનમાં આ વિકલ્પ જોવા મળશે.
  • સ્ટેપ 4: રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો, જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી, તો તમે Know Your Registration Number માંથી મેળવી શકો છો.
  • સ્ટેપ 5: રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરો
  • સ્ટેપ 6: સ્ટેટસ સ્ક્રીન પર જોવા મળશે.

અહીં તમે આ વસ્તુઓ જોઈ શકશો

  • હપ્તો જાહેર થયો કે નહીં
  • બેંકમાં ક્રેડિટ સ્ટેટસ
  • કેવાયસી /બેંક વેરિફિકેશન
  • તમને છેલ્લો હપ્તો ક્યારે મળ્યો, Last Installment Received

કયા ખેડૂતોનો 21 મો હપ્તો અટકી શકે છે?

ટેક્નોલોજી સ્કેનિંગ પછી ઘણા ખેડૂતોના પૈસા આ કારણોસર રોકવામાં આવી શકે છે.

  • e-KYC અધૂરી
  • બેંક ખાતું સીડ ના હોય
  • આધારમાં નામ મેચ ના હોય
  • ડુપ્લિકેટ રેકોર્ડ્સ (પતિ અને પત્ની બંને લિસ્ટમાં)
  • 1 જાન્યુઆરી, 2019 પછી જમીન ટ્રાન્સફરને અપડેટ ન કરવું

આ પણ વાંચો – પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 21મો હપ્તો આ તારીખે મળશે

પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી કેવી રીતે ચેક કરવી?

  • પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in. ખોલો
  • Farmers Corner ઓપ્શન પર જઇ Beneficiary List પર ક્લિક કરો
  • રાજ્ય, જિલ્લા, તહસીલ, બ્લોક અને ગામ વગેરે જેવી જરૂરી વિગતો દાખલ કરો
  • હવે Get Report પર ક્લિક કરો
  • આ પછી તમારી સ્ક્રીન પર લાભાર્થીઓની યાદી દેખાશે.

PM કિસાન યોજના માટે e-KYC કેવી રીતે કરવું?

  • સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ https://pmkisan.gov.in.
  • હવે Farmers Corner પર જઇને e-KYC વિકલ્પ પસંદ કરો.
  • આ આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરી OTP મોકલો
  • હવે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલો OPT દાખલ કરો અને સબમિટ કરો
  • તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ e-KYCનો મેસેજ સ્ક્રીન પર આવશે

PM કિસાન યોજનામાં નવી નોંધણી માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે?

  • આધાર કાર્ડ
  • બેંક ખાતાની વિગત
  • જમીનના રેકોર્ડ જેવા જરૂરી દસ્તાવેજો જરૂરી રહેશે
  • મોબાઇલ નંબર

પીએમ કિસાન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

  • સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ
  • સૌથી પહેલા New Farmer Registration ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તેમા જરૂરી માહિતી (આધાર, મોબાઇલ ફોન નંબર) દાખલ કરો
  • આ ફોર્મમાં સંપૂર્ણ વિગત દાખલ કર્યા બાદ સબમિટ કરો
  • વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને આ યોજનાનો લાભ મળવા લાગશે.

ટેકનોલોજી ખેડૂતો માટે સૌથી મોટી સહાયક બની

પીએમ કિસાન યોજના હવે સંપૂર્ણપણે ટેક આધારિત બની ગઈ છે. ઓનલાઇન સિસ્ટમ્સ, AI-આધારિત ચકાસણી અને રિઅલ-ટાઇમ સ્ટેટસ ટ્રેકિંગે ખેડૂતોને બેંકના બાબુઓ અને લાંબા ચક્કરમાંથી મુક્ત કર્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ